SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત गुरूमइहोणा सज्ने, सुत्तत्था वरगुरूण विणएहिं ।। ते लब्भा पढिकणं. जइत्थबोहा सपरभद्दा ॥ २२२ ।। શબ્દાર્થ:--હવે હું શ્રી જૈન પ્રવચન કિરણાવલીના સત્યાવીશમાં પ્રકાશમાં શ્રીઅનુયોગદ્વાર સૂત્રના પરિચયને ટૂંકમાં કહીશ. શ્રીગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષો આજ્ઞાનિયાદિ સદ્ગુણ શિષ્યોને શ્રીઆચારાંગાદિ સૂત્રોના અર્થોને સરલ પદ્ધતિએ સમજાવે તે અનુગ કહેવાય. આ જ મુદ્દાથી કહ્યું છે કે “અનુકો વાણાં ? એટલે સ્વાર્થનું જે વ્યાખ્યાન તે અનુગ કહેવાય. તેના દ્વારેનું (સાધનનું) વર્ણન જે સૂત્રમાં કર્યું હોય તે અનુગદ્વાર સૂત્ર કહેવાય. જેમ એક નગર હોય, તેમાં જે જવા આવવાના અનેક મોટાં નાનાં દરવાજા હોય, તે લકે આનંદથી નગરમાં જઈ શકે ને ત્યાંથી નીકળી શકે છે. તેમ અહીં અનુગ રૂપી નગરના (૧) ઉપક્રમ, (૨) નિક્ષેપ. (૩) અનુગામ, (૪) નયરૂપ ચાર મોટા દરવાજાએ કહ્યા છે. ઉપક્રમાદિના ભેદ રૂપ નાના દરવાજાએ કહ્યા છે. એટલે ઉપક્રમાદિ ૪ સાધનોથી અનુયોગનું યથાર્થ સ્વરૂપ જણાય છે, માટે ઉપક્રમ વગેરે ૪ સાધનો અનુયોગ રૂપી નગરમાં પ્રવેશ કરવા માટે ને ઉપલક્ષણથી નીકળવા માટે દરવાજા જેવા છે, એમ ખુશીથી કહી શકાય. ૨૧૩. શ્રીઆચારાંગ સૂત્રાદિરૂપ આગમ રત્નોની પેટીને ઉઘાડવા માટે ચીના જેવું આ શ્રીઅનુયાગદ્વાર સૂત્ર છે. એટલે પૂર્વે કહેલા આગમ-મંજૂષાને ઉઘાડનારી બે કંચી જેવા શ્રીનદીસૂત્ર અને અનુયાગદ્વાર સૂત્રમાંનું આ બીજુ સૂત્ર છે. આ બે સુત્રોને બીજા ગ્રંથમાં ચૂલિકાસૂત્ર તરીકે ઓળખાવ્યાં છે. એટલે આ ચૂલિકા સત્રથી બે સત્રોને સ્વીકારે છે, અને શ્રીભદ્રબાહુ સ્વામીએ રચેલી નિર્યુક્તિઓના યથા બોધને કરાવનારું આ શ્રી અનુયોગદ્વાર સૂત્ર છે. અહીં શરૂઆતમાં પાંચ જ્ઞાન રૂ૫ નદીને જણાવતાં કહ્યું છે કે પાંચ જ્ઞાનોમાં શ્રીશ્રતજ્ઞાન જ બીજાની પાસેથી લઈ શકાય છે ને બીજાને દઈ શકાય છે, માટે તેના જ ઉદ્દેશ વગેરે યોગો દ્વહનની ક્રિયા કરાવવાના અવસરે શિષ્યને કરાવાય છે. આ પ્રસંગે ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞાનું સ્વરૂપ વગેરે બીનાઓને પણ વિસ્તારથી સમજાવી શકાય છે. ર૧૪. પછી (૧) આવશ્યક શબ્દ, (૨) શ્રત શબ્દ, (૩) ને સ્કંધ શબદના નિક્ષેપાની સંપૂર્ણ બીના જણાવીને કહ્યું છે કે આ રીતે જીવ અજીવ વગેરે તમામ શબ્દોમાં નિક્ષેપાની વિચારણું કરવાથી તે તે પદાર્થોન યથાર્થ સ્વરૂપ જણાય છે. સૂત્રના અર્થનું જે યથાર્થ સ્વરૂપે કહેવું તે અનુગ કહેવાય. ૨૧૫. આ અનુયોગના (1) ઉપક્રમ, (૨) નિક્ષેપ, (૩) અનુગામ, (૪) નય આ રીતે મુખ્ય ચાર ભેદ કહીને તે દરેકના (ઉપક્રમાદિના) પણ ભેદો, અને ત્રણ પ્રકારના અંગ (આંગળ), તથા સમય, આવલિકા વગેરે કાલનું તેમજ પલ્યોપમ સાગરોપમ વગેરે કાલનું પણ સ્વરૂપ જણાવ્યું છે. ૨૧૬, તથા ઉપકમના કરેલા વિસ્તૃત વનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy