________________
૬૦૮
શ્રીવિજયપધસૂરીશ્વરસ્કૃત જણાવ્યું કે સાધુપણાનાં કષ્ટો એ ખરી રીતે કષ્ટરૂપ છે જ નહિ, પણ તે કર્મોને ખપાવવાના અસાધારણ કારણ છે. છતાં નરકનાં દુ:ખની આગળ તે દુ:ખ અનંત ભાગના પણ કહેવાય નહીં. તથા સાધુધર્મમાં ભલેને નિપ્રતિકતા (રોગોને દૂર કરવાનાં સાધનોનો ઉપયોગ કરાય નહીં તે) હોય, તો પણ જંગલના હરિના જેવી મૃગચર્યાને લક્ષ્યમાં રાખનારા મુનિવરે દેહની મમતા તજીને સંયમને સાધે છે. માટે પ્રતિકર્મનો વિચાર પણ કરવાની જરૂરિયાત છે જ નહીં. માતા-પિતાનો ને મૃગાપુત્રનો સંવાદ વૈરાગ્યગુણને બહુ જ સતેજ કરનાર છે. એમ જાણીને તે બીના ટૂંકામાં જણાવી છે. અંતે કહ્યું છે કે મૃગાપુત્ર શ્રમણના ગુણોની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામ્યા. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે. ૨૦. ઉત્તરાના વશમા શ્રી મહાનિગ્રંથીય નામના અધ્યયનનો ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં ક્ષુલ્લક શબ્દથી વિપરીત મહત્ત' શબ્દના નિક્ષેપ વગેરેની હકીકત વિસ્તારથી કહીને પાંચ નિર્ચ થાનું સ્વરૂપ ૩૭ દ્વારેનું વર્ણન કરવાપૂર્વક સ્પષ્ટ સમજાવ્યું છે. પછી શ્રીઅનાથી મુનિનું વર્ણન શરૂ કરતાં શ્રેણિક મહારાજાએ મુનિની કરેલી પ્રશંસાની બીના, અને તમે દીક્ષા શાથી લીધી? આ રીતે શ્રેણિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં અનાથી મુનિએ જણાવ્યું કે મારે કોઈ નાથ હતો નહીં, તેથી મેં દીક્ષા લીધી. આ વચન સાંભળીને શ્રેણિક રાજાએ કહ્યું કે હું તમારે નાથ થવાને
તૈયાર છું.
મુનિ : તું પિાતે જ તારે નાથ થઈ શકતો નથી, તો પછી તું મારો નાથ થવાને લાયક કઈ રીતે કહી શકાય?
શ્રેણિક રાજા : હું મારા હાથી, ઘોડા વગેરેને નાથ (માલિક) છું. તો પછી હું અનાથ કઈ રીતે કહેવાઉં? આ પ્રશ્નના જવાબમાં શ્રીઅનાથી મુનિએ પોતાના ગૃહસ્થપણની હકીકતને જણાવવાપૂર્વક અનાથપણાનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે, તે પ્રસંગે ઉમાગગામી આત્માએ નરકની વૈતરણી નદી વગેરેના જેવા છે, તથા સાધુપણામાં પણ પાપકર્મોના ઉદયે કુમાર્ગે ગયેલા સાધુએ પોતાના પણ નાથ થઈ શકતા નથી, તો પછી બીજા જીવોના નાથ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે, જ્યારે જ્યારે સાધુઓમાં પણ આવી પરિસ્થિતિ હોય છે, તો પછી હે રાજન ! તમારા જેવા ગૃહસ્થ અમારા જેવા ત્યાગીના નાથ થઈ શકે જ નહીં. જે મુનિ દુર્ગતિના માગથી અલગ રહીને પિતાના આત્માને મેક્ષમાર્ગની આરાધનામાં જોડવાપૂર્વક બીજા ભવ્ય જીવોને
ગતિના માર્ગથી ખસેડીને મોક્ષમાર્ગના સાધક બનાવે, તે જ પરમ પુણ્યશાલી મહાત્મા પિતાના અને બીજાને ખરા નાથ થઈ શકે છે. ને તેની જ આરાધના કરનારા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org