________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૬૦૧ સુખાદિ પણ તમારા જેવા બહુ જ આસક્ત જીવોને મળવા અતિ દુર્લભ છે. મુનિનાં આ વચન સાંભળીને બ્રહ્મદત્ત સ્નેહથી મુનિને કહ્યું કે “આ બધું રાજ્ય તમારું છે. તમે પ્રાસાદ-લક્ષ્મી-ગીતાદિને અપૂર્વ આનંદ ભેગવી પરમ શાંતિને પામે એમ હું વિનંતિ કરું છું. ” બ્રહ્મદત્તનાં અજ્ઞાન અને મોહગર્ભિત આ વચન સાંભળી મુનિએ મહેલ વગેરેની ક્ષણભંગુરતાને અને દુર્ગતિનાં ભયંકર દુખ ભોગવવામાં અસાધારણ કારણુતા વગેરેને સમજાવતાં સ્પષ્ટ જણાવી દીધું કે ખરું સુખ, ખરે આનંદ અને ખરી શાંતિ ત્યાગધર્મની સાધનાથી જ પામી શકાય છે. આયુષ્ય ચપળ છે. પુણ્યની મૂડી ખાલી થતાં જીવને બહુ જ દુ:ખી થવું પડે છે. જેમ સિહ હરિને ઉપાડી જાય, તેમ મરણકાલે કે કર્મોદયકાલે દુઃખી થતા જીવને કેઈનું પણ શરણ હોતું નથી. તેમજ ખરી રીતે ઘર સી-ધન-વગેરેને આત્માની સાથે લગાર પણ સંબંધ નથી. કારણ કે તે બધાને તજીને જ એકલે જીવ પરભવમાં જાય છે, સાથે તેમાંનું કંઈ પણ લઈ જતે જ નથી. જુવાનીનું તેજ ઘડપણમાં ટકતું નથી. માટે હે રાજન ! તમે પાપકર્મોને કરશે નહીં,
બ્રહ્મદત્ત ચક્રી: મને કામગની તીવ્ર આસક્તિ રહી છે, તેથી જેમ કાદવમાં ખૂંતી ગએલો હાથી બહાર નીકળી શકતો નથી, તેમ હું કામભેગને તજી શકતો નથી.
મુનિ: હે રાજન ! કાળ ભયંકર છે. આયુષ્ય-બળ ઘટતાં જાય છે, તેમજ કામ ભાગ અનિત્ય છે. જેમ પક્ષીઓ ફળ ખરી ગયા બાદ ઝાડને તજી દે છે, તેમ મળેલા કામ ભેગનાં સાધનો પણ સંસારી જીવને તજી દે છે, એટલે જુવાનીના મદને લઈને સારા લાગતા કામભોગે ઘડપણમાં ભયંકર દુ:ખોને આપે છે. માટે કર્મોના જોરથી કદાચ તું ત્યાગધર્મને સ્વીકારી શકે નહિ, તે મારી છેલ્લી શીખામણ એ છે કે જો તું ગૃહસ્થ ધર્મમાં રહીને યથાશક્તિ શ્રીજિનધર્મને સાત્વિક ભાવથી આરાધીશ, તો પણ તું જરૂર દેવતાઈ સુખને પામીશ. દ્રાક્ષ અને સાકરથી પણ વધારે હિતકારક આ ઉપદેશની અસર બ્રહ્મદત્તને લગાર પણ થઈ નથી એમ અવધિજ્ઞાનથી જાણીને જતી વખતે મુનિએ તેને કહ્યું કે તું આરંભ-પરિગ્રહમાં બહુ જ આસક્ત છે. તેથી માર: વચન તને રૂચતું નથી. હવે હું જઉં છું. એમ કહીને મુનિ ગ્રામાનુગ્રામ વિચરતાં સ્વપતારક બનીને અંતે સિદ્ધ થયા. બ્રહ્મદત્ત ચક્રવતી કરેલ પાપકર્મોના ઉદયે અંતે મરીને સાતમી નરકે ગયો. અહીં બ્રહ્મદત્તની બાકીની બીના પણ કહી છે. ૧૪. ઉત્તરાના ચૌદમા ઇષકારી નામના અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં ઇષકાર શબ્દના નિક્ષેપા વગેરેની બીના કહીને ઇષકાર રાજાના પૂર્વભવાદિની હકીકત જણાવી છે. યોગ્ય પ્રસંગે ૧, ઇષકાર રાજા અને તેની ૨. રાણી, ૩. પુરોહિત અને તેની ૪. પની, તથા ૫. તે બંનેના બે પુત્રો, એમ ૬, જીવો પાછલા ભવમાં દેવતાઈ સુખને ભેગવીને અહીં બે જીવ (રાજા અને રાણી) ક્ષત્રિયકુલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org