________________
૫૯૪
શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ૮. ઉત્તરાના આઠમા શ્રી કાપિલીય નામના અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં કપિલ શબ્દના જ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે કપિલ મુનિરૂપ ભાવ-કપિલથી આ અધ્યયનની ઉત્પત્તિ થઈ છે. એમ કહીને કપિલ મુનિનું ચરિત્ર વિસ્તારથી વર્ણવ્યું છે. અહીં એ પ્રશ્ન પૂછ્યો છે કે અસ્થિર એવા આ સંસારમાં દુર્ગતિથી બચાવનાર કેણ છે? આ પ્રશ્નનો ઉત્તર વગેરે હકીકત જણાવતાં કહ્યું છે કે પરિગ્રહને અને કલહને તજનારા જીવો કર્મરૂપી મેલથી લેવાતા નથી અને અળખામાં માખી ચોંટે તેમ ભાગમાં આસક્ત અજ્ઞાની છો ઘણું ચીકણાં કર્મોને બાંધે છે. અજ્ઞાની હિંસક અસાધુ જીવો નરકે જાય છે, તેમજ જેઓ જીવહિંસાને સારી માનતા નથી ને તેને (હિંસાને) ધિક્કારે છે તે છે મોક્ષને પામે છે. આ તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી ઉપદેશ રૂપે કહ્યું છે કે જેમ સ્થલથી (નીચાણવાલી સપાટ ભૂમિથી) પાણી નીકળી જાય છે, તેમ હિંસાથી વિરક્ત આત્મામાંથી પાપકર્મો નીકળવા માંડે છે. મુનિઓ ત્રણ સ્થાવરની હિંસા મનથી પણ કરતા નથી, તથા જે મુનિ નિર્દોષ ભિક્ષાને મેળવવામાં સાવધાન હોય અને સમૃદ્ધિને તજે, તે જ સાચા ભિક્ષુઓ કહેવાય. તેઓ મોક્ષમાર્ગને સાધવાના મુદ્દાથી જ અંત પ્રાંત (જે નિર્દોષ આહાર મળે તે) આહારાદિને વાપરે છે. તેમજ જે મુનિઓ સાવદ્ય લક્ષણ સ્વાદિની બીના લોકોને જણાવી આરંભાદિમાં પ્રવૃત્તિ કરાવે, તે સાધુ કહેવાય નહિ. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને જણાવ્યું છે કે કામગમાં આસક્ત છ સમાધિ (ચિત્તની સ્વસ્થતા)થી ભ્રષ્ટ થઈ હલકી જાતના અસુર-દેવપણું પામીને સંસારમાં ભમે છે ને તેઓ દુર્લભધિક થાય છે, એટલે ભવાંતરમાં પણ જિનધર્મને પામી શક્તા નથી. તથા લેભી જીવને આત્મા ચૌદ રાજલકની લક્ષ્મી મળે, તો પણ ધરાતો નથી. તેના મનોરથ પૂરા થતા નથી, તેમજ કપિલ બ્રાહ્મણને પહેલાં બે માસા સેનાની ઇછા થઈ. પછી લોભ વધતાં વધતાં કરેલ સોનયાને મેળવવાની ઈચ્છા થઈ. આ બનાવ જોઈને તેણે નિર્ણય કર્યો કે ઈછા આકાશના જેવી વિશાલ છે. મારે આ કામ સ્ત્રીના વચને કરવું પડયું. માટે હે જીવ! હવે તું સ્ત્રીમાં આસક્તિ રાખીશ નહીં, કારણ કે તે પુરુષને લલચાવીને નોકરની માફક નચાવે છે, ને હલકાં કામ કરાવે છે. જે જીવ સ્ત્રીના સંસÍદિને ત્યાગ કરીને મોક્ષમાર્ગને આરાધે તે ભિક્ષુ કહેવાય. આવી શુભ ભાવનાથી તે કપિલ બ્રાહ્મણ શ્રમણુધર્મને આરાધી કેવલી થઈ મોક્ષે ગયા. આ તમામ બીના અહીં વિસ્તારથી સમજાવી છે. ૯. ઉત્તરાના નવમા નિમિપ્રવ્રજયા નામના અધ્યયનનો ક પરિચય
અહી શરૂઆતમાં નમિ શબ્દના ને પ્રત્રજ્યા શબદના ૪-૪ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે અન્ય ધમી આને માન્ય એવી તાપસાદિની જે દીક્ષા તે દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org