________________
શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૮૫ (૩) તપના ભેદ-પ્રભેદ વગેરે (૪) તપનો પ્રભાવ. આ ચાર મુદ્દાઓને જે વિસ્તાર, તે જ આ અધ્યયનનો સાર છે. (૩૧) એકત્રીશમાં ચરણવિધિ (ચરણ) નામના અધ્યયનમાં એકથી માંડીને તેત્રીશ સુધીના પદાર્થોનું સ્વરૂપ જણાવતાં હેય (ત્યાગ કરવા લાયક) ય (જાણવા લાયક)ને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક) પદાર્થોનું પણ વર્ણન કર્યું છે, તેમાં ચારિત્રના ભેદાદિ, સ્વરૂપ વગેરેની બીના જણાવીને અંતે કહ્યું કે ઉપયોગ એ જ ધર્મ છે. (૩૨) બત્રીશમાં પ્રમાદસ્થાન નામના અધ્યયનમાં પ્રમાદનાં કારણેનું સ્વરૂપ જણાવીને પ્રમાદને તજવાનું કહ્યું છે, તેથી આ અધ્યયન પ્રમાદસ્થાન” નામે ઓળખાય છે. અહીં રાગ-દ્વેષ-હ-કષાયાદિનું સ્વરૂપ, રાગાદિથી થતું ભયંકર નુકશાન, પ્રમાદનાં કારણેને અને દુ:ખને ટાળવાના ઉપા, તૃષ્ણા, મોહ, લોભની ઉત્પત્તિનાં કારણે, તથા રાગ-દ્વેષનાં મૂળ કારણે, તેમજ ઇંદ્ધિને અને મનને વશ નહિ કરવાથી ભેગવવાં પડતાં ભયંકર દુઃખાદિનું જે વિસ્તારથી વર્ણન તે જ આને સાર છે, એમ સમજવું. (૩૩) તેત્રીશમા કર્મપ્રકૃતિ નામના અધ્યયનમાં જન્મ-મરણના મૂળ કારણે આઠ કર્યા છે. તેનાં નામ, ભેદ, સ્થિતિ અને પરિણામ (ફલો) વગેરેનું વર્ણન કરેલ હોવાથી આ અધ્યયન કર્મપ્રકૃતિ” નામે ઓળખાય છે. અહીં જણાવેલું કર્મોનું સંક્ષિપ્ત વર્ણન બહુ જ મનન કરવા લાયક છે. તેથી આમા કર્મબંધથી બચીને મોક્ષમાર્ગની આરાધનામાં જરૂરસ્થિરતા પામે છે, ને અંતે સિદ્ધિપદને પામે છે. ૨૦૩૨૦૪ (૩૪) ચેત્રીશમા લેશ્યા નામના અધ્યયનમાં લેશ્યાનું વર્ણન કર્યું છે, તેથી આ અધ્યયન “લેશ્યાધ્યયન' કહેવાય છે. અહીં ૬ વેશ્યાનાં નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, આયુષ્ય વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ખરાબ ભાવનાના કારણભૂત દોષનું તથા શુભ ભાવનાના કારણભૂત ગુણેનું સ્વરૂપ, તથા બાહ્ય ક્રિયાઓમાં મનની મુખ્યતા તેમજ શુભાશુભ વિચારેની આત્મા ઉપર થતી અસર, વળી મરણ પામ્યા પહેલાં લેશ્યાના યોગે થતી જીવનની પરિસ્થિતિ વગેરેનું જે વિસ્તારથી વર્ણન, તે જ આને સાર સમજવો. (૩૫) પાંત્રીશમા અણગારમા નામના અધ્યયન (અનગારાધ્યયન)માં અનગાર (સાધુ)ના ધર્મનું વર્ણન કર્યું છે, તેથી તે “અનગર માગ” નામે ઓળખાય છે. અહીં મુનિએ સંસારનો મેહ તજીને પિતાની ફરજો પાળવામાં બહુ જ સાવધાન રહેવું જોઈએ. નિરાસક્ત બનીને મમતાના કારણેથી બહુજ દૂર રહેવું જોઈએ. આ તમામ બીનાનો જે વિસ્તાર, તે જ આનો સાર સમજવો. (૩૬) છત્રીશમા “જીવાજીવ વિભક્તિ” નામના અધ્યયનમાં છવના અને અજીવનાં નામ, ભેદ, પ્રભેદ, સ્વરૂપ વગેરે બીના કહી છે, તેથી આ અધ્યયન “જીવાજીવ વિભક્તિ નામે ઓળખાય છે. જેમાં જીવ અને અજીવના ભેદાદિની વહેંચણ એટલે બીના કહી છે તે જીવાજીવ વિભક્તિ કહેવાય.
અહીં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના ભેદ, પ્રભેદ, આયુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org