________________
૫૮૨
શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત સંયતીય નામના અધ્યયનમાં ભોગનો ત્યાગ કોણે કર્યો? તેથી કોને કેવા લાભે થયા? તે બીના યથાર્થ સમજાવવા માટે સંયતિ (સંજય) રાજાની કથા કહી છે, તેથી આ અધ્યયન તે જ નામે ઓળખાય છે. ૧. કાંપિલ્ય નગરનો સંયતિ રાજા શિકાર કરવા બગીચામાં ગયો, (૨) લહેરમાં ફરતાં ફરતાં તેને થયેલ પશ્ચાત્તાપ, (૩) તેને ગર્દભાલી મુનિને સમાગમ, તેમનો ઉપદેશ સાંભળવાથી થયેલી ત્યાગની ભાવના, (૪) તેણે દીક્ષા લીધી. (૫) તેમને ક્ષત્રિય મુનિની સાથે જિનશાસનની બાબતમાં વાતચીત, (૬) પાછલા ભવનું સ્મરણ અને ત્યાગધર્મને પોષનારા ચક્રવર્તી વગેરેનાં દૃષ્ટાંતોની જે વિસ્તારથી હકીકત, તે જ આને સાર સમજે. (૧૯) ઓગણીશમા મૃગાપુત્રીય નામના અધ્યયનમાં મૃગાપુત્રનું ચરિત્ર કહ્યું છે, તેથી તેના નામે આ અધ્યયન ઓળખાય છે. સુગ્રીવ નામના નગરના બલભદ્ર રાજાના જુવાન કુમાર મૃગાપુત્રને એક મુનિના દર્શન થયા, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેના પ્રભાવે તેણે જાણેલી પૂર્વ ભવની બીના અને નીચ ગતિમાં ભગવેલાં દુ:ખની બીના માતાપિતાને જણાવીને સમજાવીને દીક્ષા લીધી. આ પ્રસંગે પુત્રે માતાપિતાની સાથે કરેલી પ્રશ્નોત્તરી અપૂર્વ વૈરાગ્યભાવને પોષનારી છે. આ મુદ્દાઓનો જે વિસ્તાર તે જ આનો સાર સમજવો. ૧૨૮. (૨૦) વીશમા મહાનિર્ગથીય નામના અધ્યયનમાં મહાનિથ એટલે મોટા મુનિશ્રી અનાથી અણગારનું ચરિત્ર કહ્યું છે, તેથી આ અધ્યયન “મહાનિર્ગથીય ” કહેવાય છે. અહીં અનાથી મનિએ શ્રેણિક રાજાને “ખરે નાથ કણ થઈ શકે? અનાથ કેણ કહેવાય ? આ પ્રશ્નોના ઉત્તરમાં સાચી અનાથતાનું અને સાચી સનાથતાનું વર્ણન સમજાવતાં મુનિના વૈરાગ્ય ગુણને વખાણ્યો. આ બીના જણાવતાં અશરણ ભાવના, આત્મા પોતે જ કર્મોને કરે છે ને તેનાં ફલો પણ તે જ ભેગવે છે, તથા સન્માગામી આભાજ પોતે પોતાનો મિત્ર કહેવાય ને જો તે ઉન્માર્ગે ચાલે તો પોતાનો શત્રુ કહેવાય, વગેરેનું જે વૈરાગ્યજનક વન જ આનો સાર સમજવો. (૨૧) એકવીશમાં સમુદ્રપાલીય નામના અધ્યયનમાં એકાંત ચર્યાના સ્વરૂપને સમજાવનાર સમુદ્રપાલની કથા કહેલી છે. તેથી તેના નામે આ અધ્યયન ઓળખાય છે. તેના પિતા પાલિત ચંપાનગરીમાં રહેતા હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા લીધી. સમુદ્રપાલે એક ચોરની દુર્દશા જોઈને વૈરાગ્ય થતાં દીક્ષા લઈને બહુજ તપ આદિ કરવા પૂર્વક પરમ ઉલ્લાસથી ચારિત્રની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ તમામ બીનાનો જે વિસ્તાર, તે જ આનો સાર સમજવો. ૧. (રર) આવીશમાં રથનેમાય નામના અધ્યયનમાં રથનેમિની બીના કહી છે. તેથી તેના તા. આ અધ્યયન ઓળખાય છે. દશ દશાહ રાજાઓમાં સૌથી મોટા સમદ્રવિજય અને સૌથી નાના વસુદેવ જણાવ્યા છે. તેમાં સમુદ્રવિજયના પુત્ર પ્રભુ શ્રી નેમિનાથ, અને વસવના પુત્ર કણ વાસુદેવ થયા, ઉંમરમાં નામનાથથી કૃષ્ણ વાસુદેવ મોટા હતા. પ્રભ શ્રી નેમિનાથના સગા ભાઈઓની નામાવલિમાં રથનેમિનું નામ આવે છે. તે પ્રભુથી નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org