________________
શ્રી જન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૬૭ જાય, ત્યારે આત્મસ્વરૂપની ચિંતવના કરજે. તેમજ શ્રમણધર્મના ક્રિયાનુષ્ઠાનની સાધના પરમ ઉલ્લાસથી એકાગ્ર ચિત્ત કરજે, વળી બહુશ્રત શ્રી આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષની ભક્તિ જરૂર કરજે, અષ્ટ પ્રવચનમાતાની આરાધના કરજો. તથા કેઈની પણ પીઠ પાછળ નિંદા કરશે નહિ. તેમજ કેઈને અપ્રીતિ થાય, તેવાં વચનો પણ બેલશે નહીં. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે હે મુનિઓ! તમે દષ્ટાતિવાદી થજો. એટલે જે તમે બરાબર જોયું હોય કે સાંભળ્યું હોય, કે અનુભવ્યું હોય, તે જ ચોગ્ય અવસરે દ્વવ્યાદિની પરીક્ષા કરીને બોલજે. કેઈની પણ ઠ્ઠા મશ્કરી કરશે નહીં, તથા નક્ષત્રાદિની બીના ગૃહસ્થાદિની આગળ કહેશે નહીં. તેમજ વિકથાનો ત્યાગ કરજે. આ તમામ હકીકતો સ્પષ્ટ સમજાવીને આ રીતે હિતશિક્ષાઓ ફરમાવી છે કે હે સાધુઓ! જ્યાં સ્ત્રીનું ચિત્ર કે છબો હોય, ત્યાં તમારે રહેવું નહીં, ને જેણીના કાનનાક કપાયેલા છે અથવા નથી, તેવી સ્ત્રીને પણ લગાર પરિચય કરશે નહીં. શરીરને
ભાવવું વગેરે ક્રિયાને તમે ઝેર જેવી ગણો, તેમજ સ્ત્રીના અંગ વગેરેને રાગદષ્ટિએ જેશે નહીં, વળી વિષયો પ્રત્યે તિરસ્કારની ભાવના ભાવજો એટલે વિષયરાગી થશે નહી, ને નિસ્પૃહી બનીને લીધેલી દીક્ષા સફલ કરજે, તથા તપ અને સ્વાધ્યાયાદિની ઉમંગથી સાધના કરજે. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને છેવટે સ્વાધ્યાયનું ને ધ્યાનાદિનું ફલ જણાવીને કહ્યું છે કે પરિષહાદિને સહન કરનારા ને શીલાદિ ગુણેના ધારક મુનિવરો આ અધ્યયનમાં કહ્યા પ્રમાણે વર્તવાથી જરૂર પક્ષના અવ્યાબાધ સુખે પામે છે.
૯ નવમા વિનય–સમાધિ નામના અધ્યયનના પહેલા ઉદેશાનો ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં વિનય પદના ને સમાધિપદના નિક્ષેપો જણાવતાં કહ્યું છે કે નેતરની સેટી, સેનું વગેરેનું જે નમાવવું (વાળવું) તે દ્રવ્યવિનય કહેવાય. લોકપચાર-વિનય તથા જ્ઞાનાદિને જે વિનય, તે ભાવવિનય કહેવાય. તેમાં વડીલ ગુરુ વગેરે આવે, ત્યારે તેમનો વિનય સાચવવાના ઈરાદાથી શિષ્ય ઊભા થાય, હાથ જડે, ગુરુને બેસવા આસન આપે, વગેરે લેકોપચાર-વિનય કહેવાય. પ્રભુશ્રી તીર્થકર દેવે કહેલા ભાવની જે શ્રદ્ધા કરવી તે દર્શનવિનય કહેવાય, તથા ગુરુનો વિનય સાચવીને વિધિપૂર્વક પાંચ પ્રકારે સ્વાધ્યાય કરે તે જ્ઞાનવિનય કહેવાય. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને પ્રતિરૂપ વિનયના વર્ણનમાં તેના પર (બાવન) ભેદ કહ્યા છે. પછી ક્રમસર દ્રવ્યસમાધિનું તથા ભાવસમાધિનું સ્વરૂપ, અને વિનયધર્મથી ભ્રષ્ટ કરનારા ક્રોધાદિની બીના તથા ગુરુની નિદા કરવાથી મિથ્યાત્વના બંધાદિ, તેમજ ગુરુની આશાતના કરવાના ફલ તરીકે કહેલ અનર્થ અને અબાધિ (ભવાંતરમાં દુલભ બેધિપણા)નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org