________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) ૫૬૧ અને 8 નિક્ષેપ વગેરે બીના સ્પષ્ટ જણાવવાના યોગ્ય પ્રસંગે હરણ-હાથી વગેરેનાં દષ્ટાંત પણ કહ્યાં છે. ૧૬ ઉદ્ગમ દોષોને જાણીને તે સર્વ દોષોથી રહિત આહારાદિથી સંયમજીવનને દીપાવનારા મુનિવરે જરૂર નિર્મલ ચારિત્રની સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામે છે, “જે આહાર (ખાવું તે), તેવો ઓડકાર (આ), 2 અને “જેવું અન્ન ખાય તેવી મતિ થાય, અને જેવી મતિ થાય તેવી ગતિ મળે. આ કહેવત પ્રમાણે નિર્દોષ આહાર કરતાં ભાવના પણ નિર્મલ જ થાય છે, ને તેને અનુસાર નિર્મલ આરાધના કરતાં જરૂર મુક્તિના અવ્યાબાધ સુખ મળે છે. ટૂંકમાં એ હિતશિક્ષા યાદ રાખવી કે ઉગમશુદ્ધિને આધીન ચારિત્રશુદ્ધિ છે ને ચારિત્રશુદ્ધિને આધીન જ સિદ્ધિપદની પ્રાપ્તિ છે. આ જ મુદ્દાથી શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે અહીં મુનિને વહોરાવનાર ગૃહસ્થાદિના નિમિત્તે થતા આધાકર્મ વગેરે ૧૬ દોષોનું વર્ણન બહુ જ વિસ્તારથી કરતાં આધાકર્મ શબ્દના નામ વગેરે ૮ દ્વારેનું સ્વરૂપ જણાવીને આધાકમ દોષની હકીકત સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે આધાર્મિક શબ્દના પર્યાયવાચક શબ્દો જણાવતાં યોગ્ય પ્રસંગે સંયમશ્રેણિનું સ્વરૂપ અને ધાર્મિક આહાર લેવાનું અનિષ્ટ ફલ (દુગતિ), તથા હિંસાથી થતી ચારિત્રની હાની તેમજ આત્માને થતા ગેરલાભ વગેરે હકીકતો પણ સ્પષ્ટ જણાવી છે. પછી ક્રમસર ચેર વગેરેનાં દૃષ્ટાંતોથી પ્રતિસેવનાનું સ્વરૂપ અને સાધર્મિક-સ્વરૂપને જણાવનારા નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્રકલ-પ્રવચન-લિંગ-દર્શન (૩) જ્ઞાન-(૫) ચારિત્ર-(પ-૩) અભિગ્રહ-૪) અને ભાવના (૧ર) રૂ૫ બાર દ્વારેનું વર્ણન, તથા સ્વપક્ષ પક્ષનું સ્વરૂપ, તેમજ નૂ પુર પંહિતાનું દૃષ્ટાંત જણાવવાપૂર્વક અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું સ્વરૂપ વગેરે પદાર્થોની બીના વિસ્તારથી સમજાવી છે. પછી મનની અશુભ પરિણતિને અનુસાર બંધ. ને શુભ-પરિણતિને અનુસારે નિર્જરા અને મોક્ષ થાય છે. આ હકીકત પ્રિયંકરાદિનાં દૃષ્ટાંત આપીને સચેટ સમજાવી છે. પછી ઔદેશિક દોષના ભેદો, તેનું સ્વરૂપ તથા તેમાં કય-અકય-વિધિ વગેરે બીના કહીને દ્રવ્યપૂતિ દોષનું સ્વરૂપ છગણધામિકનું દૃષ્ટાંત આપીને જણાવ્યું છે, પછી અનુક્રમે ભાવપૂતિ, બાદરપૂતિ ને ભક્તપૂતિનું સ્વરૂપ. અને સ્થાપના દોષનું વર્ણન કરતાં વિકારી-અવિકારી દ્રવ્યાદિની બીના, તથા બાદર. પ્રાતિકા ને સૂક્ષ્મપ્રાભૂતિકાનું સ્વરૂપ વગેરે બીના, તેમજ ફ્રીતષ, પ્રામિત્યદોષ, પરિવતિષ, અભ્યાહૂતદોષ, ઉદુભિન્નદોષ, આછિન્નદોષ, અથવપૂરકદોષ, આ તમામ દાના ભેદ–સ્વરૂપ-ક-અક-વિચાર વગેરે હકીકતો બહુ જ સ્પષ્ટ સમજાવી છે. અહીં યોગ્ય પ્રસંગે જરૂરી દષ્ટાંતો પણ કહ્યા છે. પછી વિશેષિકેટિન ને અવિધિ કેટીનું સ્વરૂપ વગેરે હકીકત જણાવવાપૂર્વક ૧૬ ઉદ્દગમ દોષનું સ્પષ્ટ વર્ણન
૩–સોલ (૧૬) ઉત્પાદના દોષોની ઉત્પત્તિમાં ગ્રાહક સાધુ-સાધ્વીઓ નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org