________________
૫૩૮
શ્રી વિજયપધસૂરીશ્વરકૃત (૨) પિંડદ્વાર, (૩) ઉપધિદ્વાર, (૪) અનાયતન વજન દ્વાર, (૫) પ્રતિસેવા દ્વાર, (૬) આલોચના દ્વાર, (૭) વિશુદ્ધિ દ્વાર. આ ૭ બાબતો અહીં વિસ્તારથી કહેવાની છે. આ ઘનિર્યુક્તિના અર્થના વિવરણરૂપ સાધનો બે છે. (૧) ભાષ્ય, (૨) ચૂર્ણિ. તેમાં આનું ભાષ્ય સપૂર્ણ મળી શકતું નથી. તેની કેટલીક ગાથાઓ અણસમજુ લેખકાદિએ નિર્યુક્તિમાં ભેળવી દીધી છે. ચૂર્ણિ છે ખરી, પણ તે છપાઈ નથી. ૧૭૫. આ શ્રી ઘનિયુક્તિમાં ચારિત્રની બીના અને ચારિત્રને ટકાવનારાં તથા વધારનારાં, તેમ જ નિર્મલ બનાવનારાં સાધનોની બીના વધારે વિસ્તાથી કહી છે, તેથી તે (ઘ નિયંતિ) ચરણ કરણાનુયોગને વર્ણવનારી છે, એમ ખુશીથી કહી શકાય. યાદ રાખવું જોઈએ કે ધર્મકથાનુયોગ, ગણિતાનુગ, અને દ્રવ્યાનુયોગ ચરણકરણનાગને જ પિષનારા છે. માટે ચારે અનુયોગોમાં પહેલા ચરણકરણાનુગ કહ્યો છે. કારણ કે મોક્ષમાર્ગની આરાધનામાં ચારિત્રની જ મુખ્યતા છે, તેથી ચરણકરણાનુયોગની કહેલી મહત્તા (મેટાઈ) વાજબી જ છે. ટૂંકામાં એમ જરૂર કહી શકાય કે સાધુ સાધ્વીઓને બહુ જ ઉપકાર કરનારી આ શ્રી ઘનિર્યુક્તિ છે. શ્રી ગુરુ મહારાજ વગેરે ગીતાર્થ મહાપુરુષોએ નવા સાધુઓને આ શ્રી ઘનિર્યુક્તિ જરૂર ભણાવવી જોઈએ. આ ઘ. નિર્યુક્તિના અભ્યાસ કરનારા મુનિઓ વગેરે મોક્ષમાર્ગની આરાધના જરૂર કરી શકે છે, અને શ્રીઆવશ્યકનિયુક્તિનો યથાર્થ અર્થ પણ જરૂર સમજી શકે છે. ૧૭૬.
સ્પષ્ટાથે–આ શ્રી જૈન પ્રવચન કિરણીવલીના ત્રેવીસમા પ્રકાશમાં શ્રી આઘ નિર્યુક્તિને પરિચય ટૂંકામાં જણાવું છું. જેમ આવશ્યકસૂત્રમાં સામાચારીનું વર્ણન કર્યું છે, તેમ અહીં પણ સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન વિસ્તારથી કર્યું છે, તેથી આવશ્યકસૂત્રની નિયુક્તિની સાથે ઘનિર્યુક્તિનો વધારે સંબંધ છે. માટે જ અહીં આવશ્યકસૂત્રનો પરિચય ટૂંકામાં જણાવીને આઘનિર્યુક્તિનો પરિચય ટૂંકામાં જણાવવો ઉચિત ગણાય છે. સંયમરૂપ ઝાડનાં મૂળિયાં જેવી ઘનિયુક્તિ છે. માટે એ સૂત્ર રૂપ નહિ છતાં પણ મૂલ સૂત્ર તરીકે પરમ ગીતાર્થ મહાપુરુષોના વચનથી ગણાય એ વાજબી જ છે. અહીં શરૂઆતમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રીઅરિ. હંત ભગવંત વગેરેને નમસ્કાર કરીને અ૫ અક્ષર (થડ અક્ષરે) વગેરે ગુણવાળી આઘનિક્તિને કહું છું, એમ જણાવીને ક્રમસર ઓઘ શબ્દના પર્યાયવાચક ૪ શબ્દોની બીના અને નિયુક્તિનો શબ્દાર્થ (અન્યર્થ) કહ્યો છે. પછી આના ભાષ્યની બીજી ગાથામાં ચરણસપ્તતિના ૭૦ ભેદો આ પ્રમાણે કહ્યા છે–(૧થી ૫) પાંચ મહાવ્રતો, (૬થી ૧૫) સાધુધર્મના ક્ષમા, માર્દવ વગેરે ૧૦ ભેદો, (૧૬થી ૩૨) સંયમના ૧૭ પ્રકારે, (૩૩થી ૪ર) વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) ના ૧૦ ભેદો, (૪૩થી ૫૧) બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ, (પર થી પ૪) જ્ઞાનાદિ ત્રણ ભેદ, (પપ થી ૬૬) બાહ્ય અત્યંતર તપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org