________________
શ્રી જેને પ્રવચન કિરણાલી (શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) પ૧ વીર” “મહાવીર' શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. વીર વીર ? એમ બોલતાં બેલતાં કંઠ અને તાળું સુકાવા લાગ્યાં એટલે છેવટે એક “વી” શબ્દ જ બોલવા લાગ્યા. પોતે દ્વાદશાંગીના જાણકાર હોવાથી “વી” શબ્દથી શરૂ થતા અનેક સ્તુતિસૂચક શબ્દો તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણું કરતાં તેમણે જાણ્યું કે પ્રશસ્ત
સ્નેહ પણ મોક્ષ પામવામાં વિઘકર્તા છે. એમ જાણી શ્રી ગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે ખરેખર હું ભૂલ કરું છું, પ્રભુ તો વીતરાગ છે. એમને મારી ઉપર રાગ હોય જ શાનો? ખરેખર હું જ મેહમાં પડયો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલો છું. મારું કઈ નથી, તેમ હું કેઈને નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવા પૂર્વક ક્ષાયિક સમ્યગ્દષ્ટિવાળા શ્રીગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે ધ્યાનાક્તરીય સમયે લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે મોક્ષમાર્ગમાં પ્રવતેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કઈ પણ હોય તો તે એક સ્નેહ જ છે. સવારે ઇંદ્રાદિક દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો,
અનશન અને નિર્વાણની પ્રાપ્તિ પછી બાર વર્ષો સુધી જગતીતલની ઉપર વિચરી, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધીને ગૌતમદેવ અંતિમ સમયે શ્રીરાજગૃહી નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપોપમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્માસ્વામીને ગણ મેંપીને, ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું થતાં બાકીનાં ચારે અઘાતી કર્મોને ક્ષય કરી, અક્ષય અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા.
વર્તમાન ચોવીશીના ચેપીશ તીર્થકરના બધા ગણધરમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાળી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લબ્ધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રીસંઘ દિવાળીના દિવસે, ચેપડામાં શારદાપૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તોત્ર-રાસ વગેરે સાંભળે છે. એવા ગુરુ ગૌતમ શ્રીસંઘનું કલ્યાણ કરે,
૨. અગ્નિભૂતિ ગણધર. મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયો હતો. તે મહાબુદ્ધિશાલી હોવાથી મોટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી બન્યા. “કર્મ છે કે નહિ, આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭ મા વર્ષની શરૂઆતમાં વૈશાખ સુદી અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org