________________
શ્રી જેને પ્રવચન કિરણાવલી (શ્રી દશ પન્નાનો સંક્ષિપ્ત પરિચય)
૪૭૫ જ આરાધક કેટીના જાણવા; અને જેઓ ન ખમાવે, તે જીવ વિરાધક જાણવા, પાપ કરવું એ દુકર નથી, પણ નિર્મલભાવથી પ્રાયશ્ચિત્ત કરી ખમાવી આત્મશુદ્ધિ કરવી એ જ બહુ દુષ્કર છે.
રર. ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના સર્વ તીર્થંકરાદિને, બધાં જૈન તીર્થોને, અને ત્યાં રહેલી તમામ જિનપ્રતિમાઓને હું ભાવથી વાંદું છું.
ર૩. આ રાત્રિમાં કદાચ મારું મરણ થાય તો મારે સ્વાધીન લક્ષ્મી વગેરે તમામ પદાર્થોને વોસિરાવું છું.
ર૪. મેં પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનમાંથી કઈ પણ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવનારની અનુમોદના કરી હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડું
૨૫. ચોરાશી લાખ જીવનિમાંના કેઈ પણ જીવને હણ્યો હોય, હણા હેય, હણનારને સારે માન્ય હોય, તે સંબંધી મિથ્યાદુકૃત દઉં છું,
૨૬. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, જિન ધર્મ મહામંગલિક છે, લોકમાં ઉત્તમ છે, હું તે ચારેના શરણને અંગીકાર કરું છું,
૨૭. તમામ વિચારો દૂર કરી શ્રી સિદ્ધચક ભગવંતના સ્વરૂપને વિચારતાં વિચારતાં અલ્પ નિદ્રા લેવી. વચમાં નિદ્રા ઊડી જાય તો નિર્મોહ દશાની ચિંતવના કરવી. શ્રી મલિનાથ, નેમિનાથ, જંબૂસ્વામી, સ્થૂલિભદ્રાદિની જીવનઘટના વિચારવી. એ પ્રમાણે શ્રી પંચસૂત્રાદિ અનેક ગ્રંથોના આધારે બહુ જ ટૂંકામાં આરાધક ભાવના અહીં જણાવી છે. ભવ્ય છે તેને વારંવાર વિચારી, મનન કરી, મન, વચન, કાયાની એકતા સાધી સમતામય મોક્ષમાર્ગની સાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના.
| શ્રી દશ પયન્નાને ક્રમસર સંક્ષિપ્ત પરિચય પૂરો થયો છે
છે જેને પ્રવચન કિરણાલીને એકવીસમો પ્રકાશ પૂર્ણ થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org