________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાના સક્ષિપ્ત પરિચય )
૪૫૩
યન્નાના નામ કહ્યા છે. તે આ પ્રમાણે જાણવા (૧) અંગચૂલિકા, (૨) અંગવિદ્યા, (૩) અજીવકલ્પ, (૪) આતુરપ્રત્યાખ્યાન, (૫) આરાધનાપતાકા, (૬) ૠષિભાષિત, (૭) કવચઢ્ઢાર. (૮) ચતુ:શરણ, (૯) ચંદ્રાવેધ્યક, (૧૦) જ ધ્રૂસ્વામિઅધ્યયન, (૧૧) જીવવિભકિત, (૧૨)યાતિકર્ડક, (૧૩) યાનિપ્રાભૂત, (૧૪) તીર્થંગાલિ(૨)ક, (૧૫) તિથિપ્રકીર્ણાંક, (૧૬) દ્વીપ સાગરપ્રજ્ઞપ્તિ (૧૭) પય તારાધના, (૧૮) પિંડવિશેાધિ, (૧૯) વગ ચૂલિકા, (૨૦) વંકચૂલિકાસૂત્ર, (ર૧) વ્યાખ્યાન્ચૂલિકા, (૨૬) વીસ્તવ, (૨૩) સ`સક્તનિયુક્તિ, (ર૪) સારાવલીપ્રકીર્ણાંક, (૨૫) સિદ્ધપ્રાભૂત (સિદ્ધપાહુડ)
શ્રીઅંગચૂલિકા વગેરેના પરિચય ટૂંકામાં આ પ્રમાણે જાણુવે!:
"
૧. અંગચૂલિકા-અંગાની જે ચૂલિકા, તે અંગચૂલિકા કહેવાય. એટલે શ્રીઆચારાંગ વગેરે અગામાં કહેલી સંક્ષિપ્ત ભીના અહી વિસ્તારથી સમજાવી છે, હાલના ગ્રંથામાં જેમ પરિશિષ્ટ વગેરે નામવાળા એક જાતના (ગ્રંથના ) છેલ્લા વિભાગમાં તે તે ગ્રંથમાં કહેલી ટૂક ભીના અને નહિ કહેલી બીના વિસ્તારથી સમજાવાય છે, તેમ જે શાસ્ત્રની જે ચૂલિકા હાય, તેમાં કહેલી અને નહિ કહેલી બીના તે ચૂલિકામાં વિસ્તારથી જણાવાય છે. માટે કહ્યું છે કે “ વિસામોસાનુક્ત થવાાિ વૃજિન્ના” એમ શ્રી અભયદેવસૂરિ મહારાજે પણ શ્રીસ્થાનાંગસૂત્રની ટીકા ( અધ્ય૦ ૧૦ સુ, સુ૦ ૭૫૫, પાનુ` ૫૧૩) માં— ‘શ્રીવ્યવહારસૂત્ર ( છંદસૂત્ર (વશેષ )' ના ૧૦ મા ઉદ્દેશાના ભાષ્યની ૧૦૭મી ગાથાના આધારે આની વ્યાખ્યા જણાવતાં કહ્યું છે. પણ શ્રીમલયગિરિજી મહારાજ તે વ્યવહાર ભાષ્યની ૧૦૭મી ગાથાની ટીકામાં જણાવે છે કે શ્રીઉપાસક દશાંગ સૂત્ર વગેરે પાંચ અંગાની જે ચૂલિકા તે અંગ ચૂલિકા કહેવાય, શ્રીસ્થાનાંગ અને નંદીસૂત્રાદિમાં જણાવેલી આ અગચૂલિકાની શરૂઆતમાં ‘મ્યૂઝિયા ’ શબ્દની વ્યાખ્યા કહી છે, પછી મુનિવરોના વિનયાદિ ધનું પ્રાકૃત ગદ્યમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શ્રીનંદીસૂત્રના અને શ્રીઅનુયાગદ્વાર સૂત્રનાં નામ કહ્યાં છે. તેના આધારે જણાય છે કે આ એ સૂત્રેાની (શ્રીઅનુયાગદ્વાર સૂત્રની અને શ્રીનદીસૂત્રની) રચના થયા પછી જ આ અંગચૂલિકાની રચના થઈ હોય. વ્યાજબી જ છે કે જે સૂત્રેાનો રચના જેની પહેલાં થઇ હેાય, તેમાં તે સૂત્રેાનાં નામ આવી શકે, સંભવ છે કે, ઇસ્વી સન પાંચમા સૈકા લગભગ આની રચના થઈ હોય, એમ ઐતિહાસિક પ્રથામાં કહ્યું છે. આ સૂત્રની અંતે સૂચના કરી છે કે, અહીં જે બીના કહી નથી, તે બધી ભીના વ’ચૂલિકા સૂત્રમાંથી જાણી લેવી. હાલ આની એક હાથપાથી ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશાધન મદિરમાં હયાત છે. કોઈ મુનિવરે કરેલેા આ સૂત્રના સ્તખકા (ગુજરાતી ઢોા) પણ છે, પણ તે છપાયા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org