________________
४२२
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
પર્યાયને અનુસરે છે. તેથી તે પ્રકીર્ણક કહેવાય. આ રીતે શ્રીઋષભદેવ પ્રભુના સમયે ૮૪ હુજાર પર્યન્ના જણાવ્યા તે ઘટે છે. અથવા “ જે તીર્થંકર પ્રભુને ચાર પ્રકારની બુદ્ધિવાળા જેટલા શિષ્યા હાય, તે તીથ કર દેવના તેટલા હુજાર પર્યન્ના જાણવા પ્રત્યેકબુદ્ધો પણ તેટલા જ જાણવા. 13 નસ ગત્તિયા સીમા ફર્યા? સૂત્રમાં કહ્યું કે ‘અવરમાળા પછળ.' પ્રકીર્ણ કા અરમાણ (પ્રમાણ રહિત ) છે. કારણ કે તે પ્રકીર્ણ કાના રચનારા અરિમાણ છે. વળી આ સૂત્રમાં કહ્યું કે, જે પ્રત્યેકબુધ્ધે રચ્યું હોય, તે પ્રકીર્ણક કહેવાય. કારણ કે પ્રકીર્ણ કાની સંખ્યાને આધારે પ્રત્યેક યુદ્ધોની સંખ્યા જણાવી છે.
પ્રશ્ન-પ્રત્યેકબુદ્રો શ્રીતી કરના શિષ્યા કઇ રીતે કહી શકાય? જો શિષ્ય કહેા તા પ્રત્યેકબુધ્ધ ન કહેવાય, ને પ્રત્યેકબુધ્ધ કહેા તા તે કોઈના પણ શિષ્ય છે. એમ ન જ કહેવાય.
ઉત્તર—બીજા જીવે. જેમ શ્રીતીથ કર દેવના હાથે દીક્ષા લઈ શિષ્યા થાય છે, તેવા શિષ્યા પ્રત્યેકબુદ્ધો છે એમ ન જ કહેવાય. પણ જે તીર્થંકરનું શાસન જેણે સ્વીકાર્યું, તે તેના શિષ્ય કહેવાય, આ રીતે જ પ્રત્યેકબુધ્ધાનું શિષ્યપણું કહી શકાય, એમ શ્રીનંદીસૂત્ર શ્રેણી' વગેરે શાસ્ત્રોમાં કહ્યુ છે. આ પ્રકીર્ણાંકોની ગણના અંગમાહ્ય શ્રુતમાં કરી છે. શ્રીઋષભદેવના તીમાં ૮૪૦૦૦ પયન્ના, ને શ્રીમહાવીર દેવના તી માં ૧૪૦૦૦ યન્ના તથા વચલા આવીશ તીર્થંકરોમાં સંખ્યાતા પ્રકીર્ણકા હતા. એમ શ્રીનદી સૂત્રની ટીકાદિના આધારે પણ કહી શકાય. કાલાદિ દાખથી તે બધા પ્રયન્ના વિચ્છેદ્ધ પામ્યા. તેથી હાલ જો કે પ્રાયે આવીશ પયન્ના મળી શકે છે. તા પણ ૪૫ આગમામાં જે દશ યન્નાએ ગણ્યા છે, તેઓને ક્રમસર સંક્ષિપ્ત પરિચય જણાવતાં પહેલાં મૂલ સૂત્ર અને ટીકા વગેરેની જરૂરી બીના જણાવું છું. તે આ પ્રમાણે—૧. ચતુ:શરણપ્રકીર્ણ ક ( ચઉશરણપયન્તા ), આ પ્રકીર્ણાંકની તથા ભક્તપરિજ્ઞા અને આતુર પ્રત્યાખ્યાનની રચના કરનાર શ્રીવીરભદ્રણ ( શ્રીવીરભદ્રાચાય ) કહ્યા છે. તે શ્રીધર્માંદાસણ ( ઉપદેશમાલાની ૫૪૦ ગાથાના રચનાર) ની જેમ પ્રભુશ્રીમહાવીરના હાથે દીક્ષા પામ્યા હતા. પ્રાર્ચે વિક્રમ સંવતની પહેલા ૪૭૦ લગભગ આ ત્રણ યજ્ઞા રચાયા એમ “ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” વગેરે ગ્રંથાના આધારે જણાય છે.
66
૧. આ શિષ્યામાંના કેટલાએક શિષ્યા તે તી' કરના સમકાલીન અથવા પછીના કાલે પશુ થયેલા હેય. તથા શ્રીઋષભદેવાદિના ૮૪૦૦૦ વગેરે સાધુએ જણાવ્યા, તેમાં કેટલાએકનુ માનવું એ છે કે, શ્રેષ્ઠ સૂત્રની રચના કરવામાં સમય ૮૪૦૦૦ હજાર વગેરે સંખ્યા પ્રમાણુ સાધુએ કહ્યા છે. આથી જણાય છે કે કહેલી સંખ્યામાં સામાન્ય સાધુઓ ઉમેરતાં વધારે સાધુએ પશુ હતા. વળી કેટલાકનુ' એ પણ માનવું છે કે શ્રીઋષભદેવાદિના જીવન કાલના શ્રમણાની આ સંખ્યા ન સમજવી પણ એમના સંપૂર્ણ તીર્થંકાલમાં વિશિષ્ટ શક્તિધારક મુનવરાની ૮૪૦૦૦ વગેરે સખ્યા જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org