________________
૩૭૬
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ચક્રવત્તિનું ચરિત્ર જણાવ્યું છે. ૧૪૮. ચેથા વક્ષસ્કારમાં વર્ષધર પર્વતની અને રમ્યક ક્ષેત્રથી લઈને ઐરવત ક્ષેત્ર સુધીના પદાર્થોનું વર્ણન કર્યું છે. પાંચમા વક્ષસ્કારમાં શ્રીતીર્થકર દેવન (ઇંદ્રોએ મેરુ ઉપર કરેલા) જન્માભિષેકનું વર્ણન કર્યું છે. આ સૂત્ર વગેરેના આધારે જ પ્રાકૃત સંસ્કૃત હિંદી અને ગુજરાતી (સ્નાત્રના પ્રસંગને સૂચવનાર) કાવ્ય રચાયાં છે. તથા છઠ્ઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપના ૧. ખાંડવા, ૨. યોજન, ૩. ક્ષેત્રો, ૪, પર્વત, ૫. શિખરે, ૬. તીર્થો, ૭. શ્રેણીઓ, ૮. વિજો, ૯. કહો ૧૦. નદીઓ વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ સૂત્ર વગેરે શાસ્ત્રોનો સાર લઈને શ્રીજબૂદ્વીપ સંગ્રહણીની રચના થઈ છે. તેના કર્તા શ્રીહરિભદ્રસૂરિ મહારાજ છે. સાતમા વક્ષસ્કારમાં જ્યોતિશ્ચક્રનું વૃત્તાંત જણાવ્યું છે. આ રીતે જૈન દષ્ટિએ આ સૂત્રમાં ભૂગોળનું અને ખગેબનું વર્ણન સરલ પદ્ધતિએ કર્યું છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં જણાય છે કે અહીં ચારે અનુયોગોનું પણ વર્ણન ટૂંકામાં કર્યું છે. ૧૪૯–૧૫૦. ૨૦ મા સૂત્રમાં બત્રીસ લક્ષણો, અને ૨૮ સૂત્રમાં ૧૫ કુલકરોનાં નામ જણાવ્યાં છે. તથા ૬૬ મા સૂત્રમાં ચક્રવત્તી નાં દ નિધાનોનું સ્વરૂપ ૧૫ શ્લોકોમાં જણાવ્યું છે. તેમજ ૧૪ રત્નો વગેરે પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ શ્રમજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના રચનાર કોઈ પૂર્વધર સ્થવિર હોય, એમ સૂત્રની ભાષાદિ જોતાં જણાય છે. આ સૂત્રની ઉપર ૬ ટકાઓ રચાઈ હતી. તેમાં (૧) શ્રીમલયગિરિ. કત ટીકા વિદ પામી. (૨) શ્રીહીરવિજ્યસૂરિસ્કૃત ટીકા, (૩) શ્રીધર્મસાગરકૃત ટીકા, (૪) પુણ્યસાગરકૃત ટીકા (૫) બ્રહમર્ષિકૃત વૃત્તિ. આ બધી ટીકાઓ હાલ અલભ્ય છે. (૬શ્રી શાંતિચંદ્રગણિકૃત ટીકા મોટી છે, અને તે છપાઈ છે, અને તે મળી શકે છે. તેના આધારે જ અહીં સંક્ષિપ્ત પરિચય જણાવ્યો છે. ૧૫૧
અષ્ટાર્થ:–આ શ્રીજંબદ્વીપ પ્રજ્ઞતિસૂત્રના પહેલા વક્ષસ્કારમાં ટીકાકાર શ્રી શાંતિચંદ્રમણિએ શરૂઆતમાં પ્રભુશ્રી મહાવીરદેવને અને ગંધહસ્તિ મહારાજને, તથા શ્રીમલયગિરિજીને, તેમજ દાદાગુરૂ શ્રીવિજયહીરસૂરિ અને ગુરૂશ્રી ઉપાધ્યાય સકલચંદ્ર ગણિને સ્તુતિ સહિત નમસ્કાશદ કરીને જણાવ્યું કે શ્રીમાલયગિરિ મહારાજે આ છઠા ઉપાંગની ટીકા રચી હતી, તે કાલદષથી વિદ પામી, તેથી હું આ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની “પ્રમેયરત્ન મંજૂષા” નામે ટીકા રચું છું. અહીં ગણિતની બીના વધારે જણાવી છે, ને બાકીના ત્રણ અનુગાનું પણ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. પછી કુલ
૧ શ્રીસ્થાનાંગ સત્રના ૭મા અધ્યયનમાં (૫૫૬ મા સૂત્રમાં) સાત કુલકરે કહ્યા છે અને દશમા અધ્યયનમાં દશ કુલકરો કહ્યા છે તથા પઉમચરિય (પદ્મચરિત્ર=પ્રાકૃત જૈન રામાયણ)ના ત્રીજા ઉદેશાની ગાથા ૫૦-૫૫માં ચોદ કુલકરે જણાવ્યા છે. આ ત્રણે વચન આપેક્ષિક છે. અને માનવા લાયક છે જેમ શ્રી પાર્શ્વનાથના ગણધરાદિની બાબતમાં જે કારણો જણાવ્યાં, તેવાં પણ કારણો અહીં કદાચ હોય એમ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org