________________
૩૪૬
શ્રીવિજયપધસૂરીશ્વસ્કૃત ડીવાર મને ઘેર જવા દો. તે તમે તેનું વચન માનશે? પ્રદેશી રાજાએ આ બાબતને ખુલાસે કરતાં જણાવ્યું કે હે આચાર્ય ! તેવા ગુનેગારનું વચન કેમ મનાય? ગુરુ બાયા : ત્યારે નરકમાં રહેલા પરમાધામીએ તને મળવા માટે તારા પિતાને શી રીતે છોડ? આ રીતે ગુરુએ સમજાવવાથી રાજાએ કબૂલ કર્યું કે હું પરલોક, પુષ્ય, અને પાપ માનું છું. ૧,
૨. પ્રશ્ન–પરદેશી રાજાએ કેશી ગણધરને પૂછયું કે મારી માતા ઘણાં દયાળુ હતાં. તમારા જેન સિદ્ધાંત પ્રમાણે તે સ્વર્ગ ગયા હાવાં જોઈએ. તેમને હું ઘણે વહાલે હતો. તે તે અહીં આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતાં નથી? ને હે પુત્ર! તારે પુણ્ય કરવું, એવી ભલામણ પણ કેમ કરતા નથી? આથી મને ખાતરી થઈ કે પરલોક નથી, ને પુણ્ય પણ નથી.
ઉત્તર–આ પ્રશ્નને ઉત્તર પહેલા પ્રશ્નના ઉત્તરમાં જ વિસ્તારથી આપી દીધો છે. છતાં વધુ જાણવા જેવી બીન એ છે કે સંસ્કારના સિદ્ધાંત પણ પરલોકને સાબિત કરે છે. જેવા સંસ્કારો આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કારની જાગૃતિ (ઉદય) પરભવમાં જરૂર થાય છે. એ પ્રમાણે ચાલુ ભવના સંસ્કારમાં પણ પૂર્વ ભવના જ સંસ્કાર કારણ છે. પૂર્વ ભવના સારા સંસ્કાર હોય; તો આ ભવમાં ઉંમરની અપેક્ષા રાખ્યા વગર આત્મિક ઉન્નતિનાં સાધનની પ્રાપ્તિ, પાપને ભય, સરલ સ્વભાવ, ક્ષમા, સમતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા વગેરે સદ્દગુણેથી વાસિત થયેલું ઉત્તમ જીવન ગુજારી શકાય છે. બાળકો ઉંમરમાં નાના છે, છતાં કેટલાંક બાળકે પ્રભુનું બિંબ, મુનિવેશ વગેરે જોઈને રાજી થાય છે, ને કેટલાંએક બાળકે રેવા માંડે છે. આનું કારણ તપાસતા જણાય છે કે જેણે પૂર્વભવમાં દેવ ગુરુની આરાધના કરવાનો દઢ સંસ્કારે જમાવ્યા છે, તે બાળક જિનબિંબાદિને જોઇને રાજી થાય, ને જેણે પૂર્વ ભવમાં દેવ ગુરૂની વિરાધના કરી હેપના સંસ્કાર દઢ જમાવ્યો હોય, તે બાળક જિનબિંબાદિને જોઈને અરુચિ જાગવાથી રુદન કરે છે. પૂર્વભવના મુનિભક્તિ આદિના શુભ સંસ્કારને લઈને જ શ્રીવજસ્વામી હરણ જોઈ હર્ષઘેલા થયા, તેવો હર્ષ માતાએ આપવા માંડેલા રમકડા જોઈને ન થયો. તેમજ ગોશાલો મુનિની ઉપર દ્વેષના સંસ્કારવાળે હતો; તેથી
જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં તે મુનિને ઉપસર્ગ કરે છે. રાજપુત્રના ભવમાં તેણે સુમંગલ મુનિની ઉપર રથ ચલાવતાં તે મુનિએ મૂકેલી તેજલેશ્યાથી મરીને તે દુર્ગતિમાં ગયે. એ જ પ્રમાણે સમરાદિત્ય ચરિત્રમાં જણાવ્યા પ્રમાણે માતાએ પુત્રને ઝેર આપ્યું. પુત્ર તે જાણવા છતાં સમતાથી મુનપણાની આરાધના કરી મહદ્ધિક દેવ થયો. આથી સાબિત થાય છે કે પરલોક છે જ અને પુણ્ય પણ છે જ. આ બાબતમાં શાલિભદ્ર ધન્યકુમારાદિનાં દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. હે રાજન ! હવે હું સ્વગમાં ગયેલા છે અહીં નથી આવતા તે વાત દૃષ્ટાંત આપીને સમજાવું છું. તું એમ સમજ કે હું એક સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org