SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] સ્વાધ્યાય-વાંચનની લગની તે આવી ખરી, પણ એમાં કઈક નવી વાત કે વિષય આવે અને સામે કે પાસે કઈ જિજ્ઞાસુ કે ભણનાર કે જાણકાર સાધુ હોય, તે તે જાય તેમની પાસે ત્યારે અગર તે તેને બોલાવીને પણ, તે પદાર્થ તેને દેખાડે, તેને સમજાવે અને તેની સાથે વિમર્શ પણ કરે. તેમની પાસે જઈએ એટલે કાંઈને કાંઈ ન પદાર્થ કહેવાના જ. તેમની વાતમાં જ્ઞાન સાથે ગમ્મત ભરપૂર રહેતી. નાના સાધુ જાય વંદન માટે એટલે ભણવા અંગે વિગતે પૃચ્છા કરે, પછી ખૂબ ગમ્મત કરાવતાં કહે, “વાતે કરે વાયડા, ભજન કરે, ભક્તિ કરે અને ભણે એ ભાયડા” માટે ભાઈ, બરાબર ભણજો. વાતેમાં સમય ન વેડફશે. અને હરેક વખતે નવી નવી ઉક્તિએ, દુહા, કાવ્ય પ્રેરક સ્વરૂપે તેમની પાસે આપણને મળે જ. “શીલાદિસપ્તક એ તેમની પરમ પ્રિય બાબત હતી. તેઓ હમેશાં કહેતાઃ “શીલ, સમતા, સરળતા, સેવા, સાદાઈ, સંતોષ, સ્વાધ્યાય આ શીલાદિસપ્તકને જીવનમાં કેળવવા જોઈએ.” બધી વાતને સાર એ કે બાહાતપની પિતાની ઊણપનું વળતર તેઓ અવિરત સ્વાધ્યાય, વાંચન અને સર્જન દ્વારા વાળી આપતા. એમની આ પરિણતિના અને પ્રવૃત્તિના પરિપાક રૂપે જ, એમની પાસેથી શ્રીસંઘને, જૈન પ્રવચન કિરણવલી, દેશના ચિંતામણિ– ભાગ ૧ થી ૬, શ્રાવકધર્મજાગરિકા, શ્રમણધર્મજાગરિકા, સંવેગમાળા, કપૂરકરાદિ, પ્રાકૃત સ્તંત્રપ્રકાશ ઇત્યાદિ અનેક, આશરે દોઢસો જેટલી નવીન કે અનુવાદાત્મક રચનાઓ મળી શકી છે. એમની ગુરુભક્તિ અને ગુરુમહારાજ તરફની પ્રીતિ અનન્ય હતી. સંયમ અને સરચારિત્રપાલન માટેની અભિરુચિ પણ અતિ તીવ્ર હતી. જ્ઞાનની પિપાસા તે અનન્યપ્રાય હતી. પૂ. પદ્યસૂરિ મહારાજ અને પૂ કસ્તૂરસૂરિમહારાજ મળે, ત્યારે પરસ્પર પ્રાકૃત ભાષા અગે, વ્યાકરણના પ્રાગે અગે, પ્રાકૃત ગ્રંથમાં આવતા કોઈ વિશિષ્ટ પ્રયોગાદિ અંગે જે વિચારવિનિમય અને આદાનપ્રદાન થતું તે તે એક સ્વર્ગીય દશ્ય સમાન ઘટનારૂપ બની રહેતું. પૂ. પદ્યસૂરિમહારાજ કહેતા કે “જ્ઞાનાનામો નાસ્તિ, કળાનો મહત”, અને આ ઉક્તિ, આવાં દશ્ય જોતાં ચરિતાર્થ અનુભવાતી. આવા પૂજ્ય પુરુષ-જ્ઞાની પુરુષે લેકે પકારને ખાતર જ આ ગ્રંથની રચના કરી છે, તે પણ સંઘનું મોટું સૌભાગ્ય છે. ૪૫ આગમાં કેવા કેવા વિષયો આવે છે તેનું વિશદ-વિસ્તૃત વર્ણન જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષી શકશે, તે અજ્ઞાનીઓના આ વિષયના અજ્ઞાનને પણ દૂર કરશે. આ ગ્રંથ તે વસ્તુતઃ માત્ર આગમગત વિષયનો આ છ પરિચય જ કરાવનારે ગણાય. આમ છતાં, આ ગ્રંથ વાંચતાં કે વાંચ્યા બાદ, કેઈક જિજ્ઞાસુ ગુણિજનને શ્રીજિનામનું વાંચન-શ્રવણ-પરિશીલન કરવાને મરથ થશે, પ્રેરણા મળશે, અને “આગમ વિના ઉદ્ધાર નથી” એટલું સમજાશે, તે આ ગ્રંથની રચના થઈ તે સાર્થક બની જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy