________________
શ્રી જૈન પ્રવચન કિરણાલી (૧૨. શ્રી દષ્ટિવાદ સૂત્રને પરિચય)
૩૦૭ નંદ્યાવર્તસૂત્ર, ૧૩. બહુલસૂત્ર, ૧૪, પુષ્ટપુષ્ટ (પૃષ્ટપૃષ્ટ )સૂત્ર, ૧૫. વ્યાવસૂત્ર, ૧૬. એવંભૂત સૂત્ર, ૧૭. બ્રિકાવર્તસૂત્ર, ૧૮. વર્તમાનપદસૂત્ર, ૧૯. સમભિરૂઢસૂત્ર, ૨૦. સર્વતોભદ્રસૂત્ર, ર૧. પ્રણામસૂત્ર, રર. દ્વિપ્રતિગ્રહસૂત્ર. આ ૨૨ સૂત્ર છિન્ન છેદ નયના વિચારને અનુસરનારાં જાણવાં. આ જ પ્રમાણે અછિત્રછેદ નયનાં રર સૂત્રો, ત્રિકનયનાં રર સૂત્રો અને ચતુર્નયનાં રર સૂત્રો ગણતાં કુલ ૮૮ સૂત્રો જાણવાં, છિન્ન છેદ નયાદિ ૪ નોનું સ્વરૂપ સ્પાર્થમાં કહીશ. વિશેષ બીના શ્રીનંદીસૂત્રમાં ને સમવાયાંગ સૂત્રમાં જણાવી છે. આ રીતે સ્ત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કહ્યું છે. ૧૦૭. ત્રીજા પૂર્વગત નામના ભેદમાં ૧૪ પૂના વિચારે જણાવ્યા છે. તેમાં દરેક પૂર્વમાં વસ્તુ, પ્રાકૃત વગેરે વિભાગો પાડેલા છે. ચેથા અનુયોગના બે ભેદ છે, તેમાં શ્રી તીર્થકરાદિનાં જીવનચરિત્રો વર્ણવ્યાં છે. ૧૮. પહેલા ચાર પૂર્વોની કુલ ૩૪ ચૂલિકા છે, બાકીના ૧૦ પૂર્વોમાં ચૂલિકા નથી. ચૌદ પૂર્વેમાં વસ્તુની કુલ સંખ્યા રરપ છે. પૂર્વમાં જે મેટા વિભાગ તે વસ્તુ કહેવાય. આવી વસ્તુઓ રરપ છે. ૧૦. આ પરિક વગેરેના જુદા જુદા વિષય જણાવ્યા છે. તથા પૂર્વધર મહાપુરુષોએ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથને પૂર્વોમાંથી ઉદ્ધાર કર્યો છે. આને વિસ્તાર સ્પષ્ટાર્થમાં જણાવીશ. આ દૃષ્ટિવાદમાં સંસ્કૃત ભાષા વધારે પ્રમાણમાં હતી.
આ દૃષ્ટિવાદ ભણવાનો અધિકાર સ્ત્રીઓને નથી. તથા અહીં ગમિકસૂત્રો વર્ણવ્યા છે, તેમજ અહીં ભાંગાના વિચાર પણ જણાવ્યા છે. ૧૧૦.
સ્પષ્યાર્થ–બારમા દષ્ટિવાદ નામના અંગને શબ્દાર્થ આ પ્રમાણે જાણવોસવ નયની દષ્ટિ (વિચાર)ને કહેનારું જે અંગ તે દૃષ્ટિવાદ કહેવાય. અહીં દષ્ટિ એટલે નાના વિચારો અને વાદ એટલે પ્રરૂપણા. આ રીતે જુદા જુદા શબ્દાર્થ સમજીને અન્ય પદાર્થ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરવો. એટલે તમામ નાના વિચારોની પ્રાપણા કરી છે જેમાં તે દષ્ટિવાદ કહેવાય. આનું બીજું નામ દષ્ટિપાત જણાવ્યું છે, ત્યાં પાત શબ્દનો અર્થ સમાવેશ કરે, એટલે તમામ નોના અભિપ્રાયે જેમાં વર્ણવ્યા છે તે દષ્ટિપાત કહેવાય. આનું ત્રીજું નામ “ભૂતવાદ છે. એમ વિશેષાવશ્યકની પપ૧મી ગાથામાં કહ્યું છે. આ દૃષ્ટિવાદમાં તમામ પદાર્થોની બીના જણાવી છે. તેના પરિકર્મ વગેરે પાંચ ભેદો શબ્દાર્થમાં કહ્યા છે. આ અંગે વિચછેદ પામ્યું છે. તેથી બીજા ગ્રંથોમાં આની છુટીછવાઈ જે જે હકીકત મળે છે તે અહીં જણાવું છું.
, પરિક_ચાર અનુયોગોમાં ગણિતાનુયોગ પણ ગણાવ્યો છે. તે અનુયોગ સમજવામાં બહુ જ કઠિન કહ્યો છે, કારણ કે સૂક્ષ્મ બુદ્ધિવાળા જ ગણિતની પ્રક્રિયા સમજી શકે છે, જેમ ગણિતના દાખલા સમજવામાં ને કરવામાં પહેલા સરવાળા. બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જરૂર જાણવા જ જોઈએ, તે ચારે વાનાં શીખ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org