________________
૨૮૬
શ્રી વિજયપદ્મસૂરીશ્વરકૃત दिक्खुस्सयो छमासा, नत्र बहुवरिसा तहेव अहं || अंते વિરહેડનસળ, सट्ट વિયેત્તિજ્વાળ ।। ૮૭ ।।
શબ્દા તથા સ્પષ્ટા હવે શ્રીજૈન પ્રવચન કિરણાવલીના દશમા પ્રકાશમાં નવમા શ્રી અનુત્તરાપપાતિક દૃશાંગસૂત્રના પરિચય ટૂંકામાં કહીશ. તે પરિચય મનન કરનારા ભવ્ય વાને નિજગુણરમણતાના અપૂર્વ આનંદથી થતા સુખને આપનાર છે. ૭૬, જે અંગના દશ વગેરે અધ્યયનામાં ચારિત્રને આરાધી અનુત્તર વિમાનવાસી દેવ રૂપે થનારા મુનિવરોનુ વર્ણન કર્યું છે, તે અનુત્તરરૂપપાતિક દશાંગ કહેવાય. આ નવમા અંગમાં ત્રણ વર્ગો છે. તેમાં પહેલા વર્ગોના દશ અધ્યયનામાં ૧. જાલિકુમાર, ર મયાલિ, ૩. ઉપજાલિ, ૪. પુરુષસેન, પ. વારિસેન, ૬. દીર્ઘત, ૭. લજ્જત, ૮. વેહલ, ૯. વેહાસ, ૧૦, અભયકુમાર, શ્ર ણક રાજાના આ દૃશ કુમારોનુ અનુક્રમે એકેક અધ્યયનમાં વર્ણન કર્યુ છે, તેથી તેના નામથી અધ્યયન ઓળખાય છે. અહી શરૂઆતમાં કહેલા સાત કુમારોની માતા ધારિણી, તે પછીના આઠમા નવમા કુમારોની માતા ચેન્નુણા અને અભયકુમારની માતા નદા હતી, તે દશે કુમારેએ પ્રભુ શ્રી મહાવીરની પાસે દીક્ષા લીધી. ચારિત્ર પાળીને પહેલા જાલિમુનિથી વારિસેનમુનિ સુધીના પાંચ મુનિએ અનુકમે વિજય-વૈજયંત-જયંત-અપરાજિત અને સર્વા સિદ્ધ વિમાને એકાવતારી દેવ થયા. છેલ્લા પાંચે મુનિ ઉત્ક્રમે પાંચમા, ચાથા, ત્રીજા બીજા ને પહેલા અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી થવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર આરાધી માક્ષે જશે. અહીં પહેલા વ ના ટૂંક પરિચય પૂરા થયા. બીજા વનાં ૧૩, અને ત્રીજા વર્ગનાં ૧૦ અધ્યયના મળીને ( ૧૦-૧૩ ૧૦) કુલ ૩૩ અધ્યયના ત્રણે વર્ગનાં જાણવાં, તથા જાલિ વગેરે દશે કુમારેના પિતા શ્રેણિક રાજા હતા. આ પહેલા વઈનું રહસ્ય જાણવું. ૭૭-૭૮-૭૯ બીજા વર્ગમાં ૧. દીસેન, ર, મહાસેન, ૩. લગ્દત, ૪. ગૃહૃદંત, ૫. શુદત, ૬. હુલ, ૭. દ્રુમ, ૮. કુમસેન, ૯. મહાકુમસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહુસેન, ૧૨, મહાહુિસેન, ૧૩. પુષ્પસેન નામના શ્રેણિક રાજાની ધારિણી રાણીના ૧૩ પુત્રાના વર્ણનને જણાવનારાં ૧૩ અધ્યયના છે, તે બધા મહાવીરસ્વામી પાસે ચારિત્ર લઈને સાળ સેાળ વર્ષ સુધી તેનું આરાધન કરીને પહેલા એ મુનિએ વિજય વિમાને, પછીના એ મુનિએ વૈજયંત વિમાને, પછીના એ મુનિઓ જયંત વિમાને, પછીના એ મુનિએ અપરાજિત વિમાને દેવ થયા. છેલ્લા પાંચ મુનિએ સર્વાં સિદ્ધ વિમાને દેવ થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સાધુ થઇ માસે જશે. ૮૦-૮૧. ત્રીજા વર્ગીમાં ૧૦ અધ્યયના છે, તેમાં અનુક્રમે ૧. ધન્ય, ૨. સુનક્ષત્ર, ૩. ઋષિદાસ, ૪. પેલ્લક, પ. રામપુત્ર, ૬, ચંદ્ર, ૭, પૃષ્ઠ, ૮. પેઢાલપુત્ર ૯. પાટ્ટિલ, ૧૦, વેહલ્લ. આ દર્શની બીના ક્રમસર એકેક અધ્યયનમાં કહેલી હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org