________________
૨૬૨
શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત માફક પ્રભુ પાસે નાટ્યવિધિ કરીને તે સ્વસ્થાને ગઈ. આની દેવરદ્ધિની બાબતમાં શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નને જવાબ દેતાં પ્રભુએ કહ્યું કે આ દેવી પાછલા ભવે કાળ નામના ગાથાપતિની કાળશ્રી નામની સ્ત્રીની કાળી નામની પુત્રી હતી. તે મોટી ઉમ્મરની થઈ ત્યાં સુધી કુમારી જ હતી. તેથી તે વૃદ્ધકુમારી કહેવાતી હતી. એક વખત તેણે પ્રભુ પાર્શ્વનાથનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી ને ૧૧ અંગે ભણી કેટલેક કાળે તે શબળ (મલિન) ચારિત્રવાળી થઈ. તેથી તે શરીરના અવયવોને વારંવાર ઘોવું, પાણી છાંટીને સૂવું, બેસવું, વગેરે અનુચિત પ્રવૃત્તિ કરવા લાગી. ગુરુણીએ તેને ભૂલ સુધારવા ઘણું કહ્યું, પણ તે સમજી નહી. અંતે બધી સાધ્વીઓથી તજાએલી તે જુદા ઉપાશ્રયમાં રહી શચ કરવા લાગી. આ સ્થિતિમાં ઘણાં વર્ષો વીતાવીને આલોચનાદિ કર્યા વગર કાળધર્મ પામી કાલી દેવીપણે ઉત્પન્ન થઈ છે. તેનું આયુષ્ય અઢી (રા) પાપમનું છે. અહીંથી આવી મહાવિદેહે સિદ્ધ થશે. આ જ પ્રમાણે બીજાં ચાર અધ્યયનોમાં ક્રમસર રાજી વગેરે અગ્રમહિષીઓની બીના કહી છે. ફકત પાછલા ભવમાં નગરી, માતાપિતા વગેરેનાં નામ જુદાં જુદાં જાણવા. શેષ બીના કાલીદેવીની જેમ જાણવી.
વગ બીજે–ભા. ૧, નિશુંભા ૨, રંભા ૩, નિરંભા ૪, અને મદના પ, એ પાંચ બલીન્દ્રની અગ્રમહિણીઓ છે. તે દરેકની બીનાવાળું એકેક અધ્યયન કાલીદેવીના જેવું જાણવું, ફક્ત પૂર્વભવના નગરાદિક જુદા જુદા છે.
વર્ગ ત્રીજે–આ વર્ગમાં દક્ષિણ દિશાના ભવનપતિના નવ ઇદ્રોની ૫૪ અગ્રમહિષીઓનાં ચેપન અધ્યયને કહ્યા છે. તેમાં ધરણેન્દ્રની ૧. ઇલા, ૨. સતેરા, ૩. સૌદામિની, ૪. ઇંદ્રા, ૫. ધના, ૬ વિદ્યુતા આ છ અગ્રમહિષીઓનાં ૬ અધ્યયનો છે. એમ વિરુદેવ વગેરે ૮ ઇંદ્રોમાં દરેકની ૬-૬ અમહિષીઓનાં ૬-૬ અધ્યયન હોવાથી કુલ ચોપન અધ્યયનો જાણવાં.
વર્ગ ચેથો–આ વર્ગમાં પણ ઉત્તર દિશાના નવ ઈદ્રોની ૫૪ અમહિષીએનાં જેમ ત્રીજા વર્ગમાં કહ્યું તેમ પ૪ અધ્યયનો છે. તેમાં ભૂતાનંદ ઇદ્રની ૧. રૂચા, ૨ સુરૂચા, ૩, રૂચાંશા, ૪. રૂચકાવતી, ૫, રૂચકાંતા, ૬. રૂચપ્રભા આ છ અગ્રમહિષીઓનાં પહેલાં ૬ અધ્યયન કહી પછી બાકીનાં ૪૮ અધ્યયનો પણ ક્રમસર કહ્યાં છે.
વર્ગ પાંચમ-દક્ષિણ દિશાના વાનમંતરના ૮ ઇદ્રો છે. દરેકની ચાર ચાર ઈંદ્રાણુ ગણતાં ૩ર ઇંદ્રાણીની બીના અનુક્રમે બત્રીશ અધ્યયનોમાં કહી છે.
વર્ગ છો–એ જ પ્રમાણે ઉત્તર દિશાના વાનમંતર દેવોના ૮ ઇંદ્રોની ૩ર ઇંદ્રાણીનાં ૩ર અધ્યયનો કહ્યાં છે.
વગ સાતમો–અહીં સૂર્યની ૧. સૂરપ્રભા, ૨. આતપા, ૩. અર્ચિર્માલી, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org