________________
૨૬o
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત પાછળ દોડયો. સિપાઈઓ ધન લઈને પાછા ફર્યા. ચિલાત ચાર દોડતાં દોડતાં સુસુમાને ઉપાડીને ચાલી શકો નહિ, તેથી તરવારથી તેનું મસ્તક કાપી લઈ આગળ ચાલતાં ભૂખ્યો તરસ્યો બૂરી હાલતે મર્યો. પાછળ આવતા ધન્ય સાર્થવાહ વગેરે સુંસુમાનું ધડ જોઈ મરેલી જાણી ત્યાં શેકાતુર થઈને બેઠા. પછી ધન્ય સાર્થવાહે અનુક્રમે બધા પુત્રોને કહ્યું કે “આવી ભૂખ તરસથી પીડાતા આપણે રાજગૃહ નગરમાં પહોંચી શકીશું નહીં. તેથી તમે મને મારીને માંસ અને લેહીથી ભૂખ તરસની પીડા દૂર કરી સુખેથી ઘેર પહોંચી જાઓ ? પણ તેમણે તેમ કરવાનું સ્વીકાર્યું નહીં. અંતે સુંસુમાના માંસરૂધિરને આહાર કરી તેઓ અવસ્થાને પહોંચ્યા. અનુક્રમે સુખ ભેગવી ધન્ય સાર્થવાહ દીક્ષાને પાળી સદગતિના સુખ પામ્યા. આમાંથી સાર લેવાને એ કે જેમ ધન્ય સાથેવાહાદિકે રાજગૃહ નગરમાં પહોંચવા માટે આહાર કર્યો હતો, તેમ સાધુ સાધ્વીઆએ મોક્ષરૂપ નગરમાં પહોંચવાના ઇરાદાથી આહારાદિ વાપરવા જોઈએ. જેમ તે ચિલાતિપુત્ર સુંસુમાને વિષે આસક્ત થઈ અકાર્યો કરવા લાગ્યો, તેથી સાર્થવાહે તેને કાઢી મૂકો, તેથી તે અટવીનાં દુ:ખ પામ્યો, તેમ વિષયસુખમાં લુબ્ધ થયેલા જીવો કરેલા પાપ કર્મોદયે સંસારરૂપી અટવીમાં આકરાં દુઃખો ભેગવે છે. અહીં ધન્ય સાર્થવાહના જેવા ગુરુ, અને પુત્રોની જેવા સાધુઓ જાણવા, ૧, તથા અટવીના સ્થાને સંસાર અને પુત્રીના માંસના સ્થાને આહાર સમજે. ૨. તેમજ રાજગૃહ નગરને સ્થાને મોક્ષ રૂપ નગર સમજવું. ૩. જેમ અટવીને ઓળંગી પિતાના નગરમાં પહોંચવા માટે તેમણે સુસુમાનું માંસ ખાધું, તેમ અહીં સાધુઓએ ગુરુની આજ્ઞાથી મોક્ષનગરમાં પહોંચવાના મુદ્દાથી આહારાદિનો ઉપયોગ કરે જોઈએ. ૪. શુભ ભાવનાથી આભાને વાસિત કરનારા મહારાવ મુનિવરે સંસારનું ઉલ્લંઘન કરવા અને મોક્ષનાં સુખ પામવા માટે જ આહારાદિક કરે છે. પરંતુ શરીર પરના મોહથી કે સુંદર દેખાવ કરવાના કે બળ વધારવાના ઇરાદાથી આહાર કરતા નથી.
ઓગણીસમા પુંડરીક અધ્યયનને ટૂંક પરિચય લાંબા કાળ સુધી ચારિત્ર પાઠવીને જે તે મૂકી દે, તો દુર્ગતિનાં દુ:ખ ભોગવવા પડે છે, અને પરમ ઉ૯લાસથી થોડો ટાઈમ પણ આરાધેલું ચારિત્ર સદ્ગતિના ઉત્તમ સુખ આપે છે. આ હકીકતને યથાર્થ સમજાવવા માટે આ દૃષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકમાં આ પ્રમાણે જાણવી-પુંડરીકિશું નગરીના મહાપદ્મ રાજાને પુંડરીકકુમાર અને કંડરીકકુમાર નામના બે પુત્રો હતા. રાજાએ મોટા કુંવરને રાજ્ય સોંપીને અને નાના કુંવરને યુવરાજ બનાવી દક્ષા લઈ આરાધીને સિદ્ધિપદ મેળવ્યું. એક વખત અહીં પધારેલા
સ્થવિર મુનિની દેશના સાંભળી પુંડરીક રાજા શ્રાવક થયા. અને કંડરીકે મોટા ભાઈએ નિષેધ કર્યા છતાં દીક્ષા ગ્રહણ કરીને અગીઆર અંગોનો અભ્યાસ કર્યો. એક વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org