________________
૨૫૦
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત અંતે ચારૂ પર્વત ઉપર અનશનમાં સમાધિથી કાલધર્મ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. અચલમુનિ વગેરે ૬ મિત્રો પણ સંયમને આરાધી વિજય વિમાનમાં દેવપણું પામ્યા. મહાબલનો જીવ ત્યાંથી ચ્યવીને મિથિલા નગરીના કુંભ રાજાની પ્રભાવતી રાણીની પુત્રી પણે જન્મ પામ્યો, ને તે છએ મિત્ર મુનિવરો દેવેલેકમાંથી અવીને છેલા ભવમાં અનુક્રમે ૧. પ્રતિબુદ્ધિ, ર, ચંદ્રછાય, ૩. શંખ, ૪. રૂકિમ, ૫. અદીનશત્રુ અને ૬. જિતશત્રુ નામે જુદા જુદા દેશના રાજા થયા, પ્રભાવતી રાણીને થયેલો દેહલો રાજાએ પૂર્યો. અવસરે જન્મ થતાં જન્મવાદિ કરવાપૂર્વક મલી નામ પાડયું. અહીં મલ્લિકુંવરીના શરીરનું વર્ણન કરી જણાવ્યું કે તે ૬ રાજાઓએ પોતપિતાની સભામાં અમુક અમુક વખતે મહિલકુમારીના રૂપ વગેરેનું વૃત્તાંત સાંભળી પિતાને વરવા માટે પોતપોતાના દૂતો મોકલી મહિલના પિતા કુંભ રાજા પાસે માગણી કરી. તે બધાંને કુંભ રાજાએ કન્યા આપવાની ના પાડી. તેથી તે ૬ એ રાજાઓ લશ્કર લઈને કુંભ રાજા પર ચઢી આવ્યા, તે જોઈ કુંભરાજા ગભરાયા, તેથી મહિલકુમારીએ પિતાના મનને શાંત કરી કુમારી આપવાની આશા અપાવી એકાંતમાં એકલા ૬ જાઓને બોલાવ્યા. અને તેમને એક મકાનમાં જુદી જુદી દિશાઓના દ્વારથી ગુપ્ત રીતે દાખલ કર્યા. તે હકીક્ત ટૂંકામાં આ પ્રમાણે જાણવી.
પહેલા પ્રતિબુદ્ધિ રાજા શ્રીદામાં નામના નોકરની પાસેથી મહિલકુંવરીની હકીકત જાણી અહીં આવ્યા. પછી ચંદ્રછાય રાજા મિથિલામાં આવ્યા. તેમાં હકીકત એ બને છે કે અહંનક શેઠ લવણસમુદ્રમાં મુસાફરી કરતાં સો યોજન ગયો, તે વખતે એક પિશાચ આવ્યો, તેને જોઈને ઉપસર્ગ થવાનું જાણી તે શેઠે સાકાર પ્રત્યાખ્યાન કર્યું. પિશાચે ઘણા ઉપસર્ગો કર્યા, પણ શેઠ ચલાયમાન થયા નહિ. તેથી શક્રેન્ડે કહેલાં પ્રશંસાના વચને સંભળાવી, ખમાવીને રાજી થયેલા તે પિશાચે શેઠને બે કુંડલોની જોડી ભેટ આપી, અનુક્રમે તે શેઠ મિથિલાનગરીમાં આવ્યા, રાજાને અને મહિલવરીને તે કંડલા બતાવ્યા. કુંવરીએ તે પહેર્યા. રાજાએ શેઠને માલનું દાણ લીધું નહિ. અનુક્રમે શેઠે ગંભીર પત્તનમાં જઈ ચંપા નગરીના ચંદ્રછાય રાજાને તે બાકી રહેલી એક કંડલની જોડી (બે કુંડલ) આપી. તેનું રૂપ જોઈ આશ્ચર્ય પામીને અને મહિલકુંવરીની વાત સાંભળીને તે રાજા મિથિલામાં આવ્યું. આ જ ક્રમે કુણાલ દેશની શ્રાવસ્તિનગરીને રૂકિંમરાજા આવ્યો. તથા તૂટેલાં કુંડલોને ઘણા કુશલ સોનીઓ પણ સાંધી શક્યા નહિ. તે વખતે કોઈએ શંખરાજાની આગળ દિવ્ય બે કુંડલોથી શોભતી મલ્લિકુંવરીની વાત કરી, તે સાંભળી તે પણ અહીં આવ્યો. હસ્તિનાપુરનો અદીનશત્ર રાજા મહિલવરીનું ચિત્ર જોતાં રાગી થઈ અહીં આવ્ય, અંતે કાંપત્ય નગરનો જિતશત્રુ રાજા ચેક્ષા પરિવ્રાજિકાની પાસે મલીકુંવરીની વાત સાંભળીને પોતાના અંત:પુરને ગર્વ દૂર કરી અહીં આવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org