________________
૨૪૨
શ્રીવિજયપથ્રસૂરીશ્વરકૃત ૧૯. પુંડરીક અધ્યયન—લાંબો ટાઇમ ચારિત્રને પાળીને અંતે મહાદિના પાપે સંયમને તજનારા જીવો કંડરીકની જેમ વિડંબના પામે છે. અને શુભ ભાવથી થોડો ટાઈમ પણ કરેલી ચારિત્રની આરાધના પુંડરીક રાજાની જેમ પરમ સુખને આપે છે. આ હકીકત અહીં પુંડરીકનું દૃષ્ટાંત દઈને સમજાવી છે. તેથી તેના નામથી અધ્યયનની પ્રસિદ્ધિ છે, સંયમને વિરાધવાથી જેમ કંડરીક સાતમી નરકે ગયે, તેમ તેવા વિરાધક છે દુર્ગતિને પામે છે; એમ સમજીને ભવ્ય જીવોએ નિર્મલ ભાવથી સંયમની આરાધના પુંડરીકની જેમ કરવી જોઈએ, જેમ પુંડરીકમુનિ સર્વાર્થસિદ્ધ વિમાને મહદ્ધિક દેવ થયા તેમ સંયમના આરોધક જીવો મોક્ષે કે સ્વર્ગે જરૂર જાય.
આ રીતે પહેલા મૃતકંધને સાર પૂરો થયો.
બીજા શ્રતરકંધને સારા આના ૧૦ વર્ગોનાં ર૦૬ અધ્યયને જણાવ્યાં છે. તેમાં પહેલા વર્ગનાં પાંચ અધ્યયનોમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વૃત્તાંત કહ્યું છે. બીજા વર્ગનાં પાંચ અધ્યયોમાં બલીદ્રની અને ત્રીજા વર્ગનાં પ૪ અધ્યયનમાં અસુરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણના નવ ઇદ્રોની ૫૪ અગ્રમહિષીઓનું વર્ણન કર્યું છે. ચોથા વર્ગનાં પ૪ અધ્યયનોમાં પણ એ જ પ્રમાણે ઉત્તર દિશાના ૯ ઈકોની પ૪ અગ્રમહિષીઓનાં જીવન જણાવ્યાં છે. પાંચમા વર્ગમાં દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની ૩ર અગ્રમહિષીઓની અને છઠ્ઠા વર્ગ માં ઉત્તર દિશાના વ્યંતરેન્દ્રોની ૩ર અમહિષીઓની બીના કહી છે. સાતમા વર્ગમાં ચંદ્રની અમહિષીઓનું અને આઠમા વર્ગમાં સૂર્યની અઝમહિપીઓનું વર્ણન કર્યું છે. નવમા વર્ગમાં શક્રેન્દ્રની અગ્નમહિષીઓની ને ૧૦ મા વર્ગમાં ઈશાનેન્દ્રની અમહિષીઓની હકીકત જણાવી છે.
શ્રી જ્ઞાતા સૂત્રને સાર પૂરો થયો.
શ્રી જ્ઞાતાસૂત્રના પહેલા ઉક્ષિપ્ત અધ્યયનને ટૂંક પરિચય
અહીં શરૂઆતમાં ચંપાનગરીનું વર્ણન કરી જણાવ્યું કે અહીં કેણિક રાજા - રાજ્ય કરતા હતા. આ નગરીના બહારના ભાગમાં પૂર્ણભદ્ર ચૈત્યવાળા પ્રદેશમાં એક વખત સુધર્માસ્વામી ગણધર પધાર્યા. (અહીં રાજાનું ને ગણધરનું વૃત્તાંત જણાવ્યું છે.) નગરીના લોકો આ બીના જાણું વાંદવા ને દેશના સાંભળવા પિતપોતાના ઘેરથી નીકળી અહીં આવ્યા. દેશના સાંભળી સ્વસ્થાને ગયા. અવસરે શ્રીજબૂસ્વામીજીએ શ્રીસુધર્માસ્વામીને છઠ્ઠા અંગને. મેં પૂછે, તેના જવાબમાં આના બે શ્રતસ્કંધ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org