________________
૨૧૪
શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત (પાણી)ની બીના, દશમા અગિયારમા ઉદ્દેશામાં વાયુની બીના, બારમા ઉદેશામાં એકેન્દ્રિય જીવોની બીના, તેરમાથી સત્તરમા સુધીના પાંચ ઉદ્દેશાઓમાં કમસર નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકમાર ને અગ્નિકુમાર દેવોની જરૂરી બીના કહી છે.
હવે તે સર્વને અનુક્રમે ટૂંક પરિચય જણાવું છું. ૧. પહેલા ઉદેશામાં કણિક રાજાના ઉદાયિ હાથીની ને ભૂતાનંદ હાથીની પાછલા ભવની ને ભવિષ્યના ભાવની બીના કહી છે. પછી કાયિકી વગેરે ક્રિયાઓનું સ્વરૂપ અને ઝાડના મૂળિયાને હલા (ચેલા)વનાર પુરુષને લાગતી ક્યિા અને ઝાડના મૂળને લાગતી ક્રિયાનું વર્ણન, આજ પદ્ધતિએ ઝાડના કંદને ચલાવનારને તેમજ કંદને લાગતી ક્રિયાનું વર્ણન કરી શરીરે, ઇંદ્રિય, અને યોગની હકીકત કહીને દારિક વગેરે શરીરને બાંધતા જીવને લાગતી ક્રિયાઓનું, અને છે જે ક્યા કરે છે તેઓનું તથા ઔદયિકાદિ ભાવોનું વર્ણન કર્યું છે.
૨. બીજા ઉદ્દેશામાં સંવત વગેરે છાના ધર્મ, અધર્મ અને ધર્માધર્મ-સ્થિતપણાનો નિર્ણય અને તે ત્રણેનું સ્વરૂપ, તથા ધર્માદિમાં બેસવાનો નિર્ણય જણાવીને તે વિચાર નારકાદિ દંડકમાં સમજાવ્યા છે. પછી બાલપંડિતાદિની બાબતમાં અન્યતીથિકોની મિથ્થા (બેટી) માન્યતા કહીને પંડિતાદિ ત્રણેનું સત્ય સ્વરૂપ જણાવ્યું છે. આ બીના એવી દંડકોમાં પણ વિચારી છે. અને જણાવ્યું છે કે એક જીવના વધની અવિરતિ છતાં પણ તે એકાંત બાલાજીવ કહેવાય નહિ. તથા અન્ય તીથિંક (બીજા ધર્મવાળા) જીવને અને જીવાત્માને અલગ માને છે, તેમાં સત્ય હકીકત જણાવતાં જીવનું ને આમાનું અપેક્ષાએ એકપણું, પ્રાણાતિપાત વગેરેમાં, ને ઉથાનાદિમાં કહીને ફરમાવ્યું કે જ્યાં સુધી છવ સંસારી હોય, ત્યાં સુધી તે રૂપી જ કહેવાય. દેહધારી દેવ અરૂપી રૂપ (પદાર્થ) વિકવી શકે નહિ, તે બંનેનું સ્પષ્ટ કારણ સમજાવ્યું છે,
૩. ત્રીજા ઉદ્દેશામાં શૈલેશી ભાવને પામેલા અનગાર પિતાની મેળે જનાદિ ક્રિયા (યોગ ક્રિયા) કરતા નથી, એમ જણાવતાં એજના ( હલનચલન હાલવું ચાલવું વગેરે)ના ભેદ, તથા દ્રવ્ય એજનાનું ને ક્ષેત્ર એજનાનું સ્વરૂપ કહ્યું છે. તે ભેદોની નારકાદિ દંડકમાં હેતુ જણાવવા પૂર્વક વિચારણા કરી ચલનાના ભેદે, શરીરચલના, ઈદ્રિયલના ને યોગચલનાના ભેદ કહીને ઔદારિક વૈકિય શરીરચલન, શ્રોન્ડિયાદિ ચલના, મનોયોગ ચલનાને આ સર્વ ચલના કહેવાનાં કારણે સમજાવતાં છેવટે સંવેગાદિનું ફલ પ્રશસ્તપણું વગેરે હકીકત જણાવી છે.
૪. ચોથા ઉદ્દેશામાં પ્રાણાતિપાત મૃષાવાદ વગેરેથી થતી ક્રિયા, સ્પષ્ટ કે અસ્કૃષ્ટ કર્મ કરાય કે નહિ? તેનો ખુલાસે, ક્ષેત્રને આશ્રયી કર્મ અને પ્રદેશને આશ્રયી કર્મનું સ્વરૂપ કહીને દુ:ખ અને વેદના એ બે આત્મકૃત છે કે પરકૃત છે કે ઉભયકૃત છે ? આના સ્પષ્ટ ઉત્તરે જણાવ્યા છે. અંતે વેદનાને ભેગવવાને અંગે પૂછેલા પ્રશ્નોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org