________________
[૨૩] ૭. હું શ્રી સાધુ મહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુ મહારાજ મોક્ષ માર્ગની સાધના કરે છે અને સ્વપર તારક છે, વળી જગતના જીવોના બંધુ જેવા છે.
૮. હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તમય ધર્મનું શરણ અંગીકાર કરું છું. તે ધમ ઇંદ્રાદિથી પૂજાએલ છે. મોહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવું છે, તથા કમરૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પર ભવમાં કલ્યાણ કરનાર પણ તેજ છે.
૯. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી, તેઓને છેવટે આ પ્રમાણે પસ્તાવો કરવો પડે છે. અરેરે ! અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ. આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મસાધના કરીને પર ભવને સુધારજે.
૧૦. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હેય કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હુ તે પાપની નિંદા-ગહ કરું છું.
૧૧. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતાં અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના વિવિધ ત્રિવિધ કરું છું.
૧ર. મેં કઈને અપરાધ કર્યો હોય, કે બીજાએ મારો ગુનો કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગુ છું, એમ બીજા છે પણ તે પ્રમાણે કરે. હું સર્વ જીવોની ઉપર મૈત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈની સાથે વેરભાવ નથી,
૧૩, હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપસ્થાનોને વોસિરાવું છું. (તેને ત્યાગ કરું છું.)
૧૪જો આ વાતમાં કદાચ મારું અચાનક મરણ થાય, તો હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું.
૧૫. હું એકલો જ છું, સંસારમાં મારું કઈ નથી, તેમ હું પણ કેઈને નથી. હે જીવ! આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ,
૧. મારો આત્મા જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર છે. બાકીના ધન વગેરે પદાર્થો માત્ર સંગ રૂપજ છે. આવા સંયોગથી જ પહેલાં મેં બહુ વાર દુ:ખે ભેગવ્યા છે માટે તેને 'વોસિરાવું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org