SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત છે. પછી ચંપાનગરી અને પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન તથા સિંધુસૌવીર દેશના વીતમય પત્તનના રાજા ઉદાયનનું વર્ણન કરતાં કહ્યું કે તેને પ્રભાવતી રાણું ને અભીચિ કુમાર હતો. પ્રભુશ્રી મહાવીરદેવ કેવલ જ્ઞાનથી ઉદાયન રાજાનો દીક્ષા લેવાનો વિચાર જાણું બહુ લાંબો વિહાર કરીને અહીં પધાર્યા. તે વખતે “મારો પુત્ર રાજ્યના પાપે દુર્ગતિમાં જશે, તે ન જાય તેવા ઈરાદાથી તેણે પોતાના ભાણેજ કે શિકુમારને રાજ્ય સોંપી પ્રભુના હાથે દીક્ષા લીધી, ને તેની આરાધના કરી તે મોક્ષે ગયા. અભીચિ કુમાર પિતાએ મને રાજય ન આપ્યું ? આથી પિતાની ઉપર વૈરાનુબંધ રાખતો વીતભય-પિત્તનમાંથી નીકળી ગયા. અંતે મરીને અસુરકુમાર દેવ થયો. ૭. સાતમા ઉદ્દેશામાં ભાષાના સ્વરૂપનો નિર્ણય જણાવતાં ફરમાવ્યું કે ભાષા એ આત્મસ્વરૂપનથી, જડ છે, રૂપી છે,ને અચિત્ત છે, તથા અજીવ સ્વરૂપ છે. તેમજ ભાષા જીવને હોય અછવને ન હોય. પછી પૂછયું કે ભાષા કયારે કહેવાય? ને તે કયારે ભેદાય? આ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરો દઈને ભાષાના ચાર ભેદો કહ્યા છે. આ જ પદ્ધતિએ મનનું ન કાયાનું વર્ણન કરીને મરણના પ્રકાર તથા આવીચિમરણના દ્રવ્યાવીચિને ક્ષેત્રાવીંચ ભેદ જણાવતાં, નરયિક વ્યાવચિ મરણનું ને નૈરિયિક ક્ષેત્રાવીચિ મરણનું પણ સ્વરૂપ સમજાવ્યું છે, પછી અવધિમરણ તથા દ્રવ્યાવધિ મરણ કહીને પૂછયું કે નરયિક દ્રવ્યાવધિ મરણ શાથી કહેવાય છે? તેને ઉત્તર આપીને આત્યંતિક મરણ, દ્રવ્યાત્યંતિક મરણ જણાવતાં પૂછ્યું કે નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ શાથી કહેવાય છે? આને ઉત્તર દઈને બાલમરણના પ્રકાર, ને પંડિતમરણનું, પાદપોયગમનનું તથા ભક્ત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, ૮ આઠમા ઉદ્દેશામાં કર્મપ્રકૃતિની બીના કહી છે. ૯. નવમા ઉદ્દેશામાં પ્રશ્નો પૂક્યા છે કે, વક્રિયલબ્ધિવાળો કઈ (જીવ) દોરડાથી બાંધેલી ઘડી લઈને એવા રૂપે ગમન કરે? તે જીવ કેટલા રૂપિ વિકુવી શકે ? આ જ પદ્ધતિએ હિરણ્યની પેટી લઈને જવું, વડવાગુલીની પેઠે જવું, જલૌકા (જળ)ની પેઠે ને બીજબીલંક પક્ષીની પેઠે જવું, બિડાલક પક્ષી ને જીવજીવક પક્ષીની પિઠે જવું, હંસની જેમ જવું, સમુદ્ર વાયસના આકારે ગતિ કરવી, ચકહસ્ત પુરુષની જેમ-અને રનહસ્ત પુરુષની પેઠે જવું, બિસ-મૃણાલિકા વનખંડ પુષ્કરિણીના આકારે આકાશમાં જવું. આને અંગે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. પછી પૂછયું કે તે કેટલા રૂપે વિકવે ? માયી જીવ વિક કે અમાથી જીવ વિક? આ પ્રશ્નોના ઉત્તર પણ વિસ્તારથી સમજાવ્યા છે. ૧૦મા ઉદ્દેશામાં છદ્મસ્થ જીવને સંભવતી સમુદ્દઘાતનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીજીના તેરમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ચૌદમા શતકને ટૂંક પરિચય આના ૧૦ ઉદ્દેશ છે. તેને સારને જણાવનારી સંગ્રહગાથા કહીને પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy