________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતી સૂત્રને પરિચય) શંખ શ્રાવકે પૂછેલા કષાયના ફલના પ્રશ્નોના ઉત્તરે દેતાં પ્રભુ શ્રી મહાવીર દેવે કહ્યું કે કષાયી આમ લાંબી સ્થિતિવાળાં ચીકણાં કર્મો બાંધે છે.
૨. બીજા ઉદ્દેશામાં કોંઘાંબી નગરીના પ્રદેશમાં બનેલી બીના કહી છે. અહીંના ઉદાયીરાજા અને જયંતી શ્રાવિકાનું વર્ણન કરતાં કહ્યું કે જયંતી શ્રાવિકા મૃગાવતી રાણી સહિત ત્યાં પધારેલા પ્રભુ શ્રી મહાવીર દેવને વાંદવા જાય છે. દેશના સાંભળીને અવસરે જયંતી શ્રાવિકાએ જે પ્રશ્ન પૂછી ઉત્તરે મેળવ્યા તેનો સાર ટૂંકામાં આ પ્રમાણે જાણો-હિંસાદિ પાપકર્મો કરવાથી છે ભારે બને છે, ને દયાદિ ગુણેની સાધનાથી
હળવા બને છે. ભવ્યપણું સ્વાભાવિક છે. જે મોક્ષે જાય તે નિશ્ચયે ભવ્ય જ હેય, પણ જે ભવ્ય હોય તે જરૂર મુક્તિ પામે જ એવું બનતું નથી. કારણ કે એવા પણ ઘણા ભવ્યો હોય છે, કે જેઓ મુક્તિને પમાડનારી સાધનસામગ્રી ન મળવાથી મોક્ષમાં જવાને લાયક છતાં જઈ શકતા નથી. આવા ભવ્ય જીવો જાતિભવ્ય નામથી પ્રસિદ્ધ છે. આથી સાબિત થયું કે બધા ભવ્ય જીવો મુક્તિ માં જતા નથી, તેથી ભવ્ય જીવ રહિત લોક બને જ નહિ. તથા ધમી નું જ જાગવું, સબલપણું ને દક્ષપણું સારું છે, પરંતુ અધમી છાનું સૂવું, દુર્બલપણું ને આળસુપણું સારું. તેમજ ઇંદ્રિયોના શબ્દાદિ વિષયોમાં આસક્ત જીવોનાં દુઃખ વગેરે દેશના સાંભળી જયંતી શ્રાવિકા દીક્ષા લઈને તેની આરાધના કરીને મોક્ષનાં સુખ પામી.
૩-૪, ત્રીજા ઉદ્દેશામાં રનપ્રભાદિ પૃથ્વીઓના નામ અને ગોત્રનું સ્વરૂપ જણાવ્યું છે. ચોથા ઉદ્દેશામાં પૂછ્યું છે કે એક બે ત્રણ યાવત અનંતા પરમાણુઓ એકઠા થઈને કેવું સ્વરૂપ પામે છે? આના જવાબમાં દ્વયણુકાદિ ધોથી માંડીને અનંતાણુક સ્કંધના સમુદાયમાં સંઘાત, ભેદ તથા ભંગની બીના ને પુદગલપરાવર્તાના ભેદ પ્રભેદોનું સ્વરૂપ, તથા તે સર્વેના અતિકાંતવાહિની હકીકત, તેમજ એક અનેક નારકાદિમાં, એકબીજા દંડકેમાં ઔદારિક-ક્રિય-પુદગલપરાવર્તે જે પહેલાં વિતાવ્યા તેને વિચાર કહીને, દરેક પુદ્ગલપરાવર્તોને કાળ અને ઔદારિકાદિ પુદ્ગલ પરિવર્તન કાળનું તથા પુદ્ગલપરાવર્તાનું પણ અ૫બહુ જણાવ્યું છે.
૫-૬. પાંચમા ઉદ્દેશામાં પ્રાણાતિપાતાદિમાં ને પ્રાણાતિપાત વિરમણાદિમાં વર્ણાદિની બીના અને મતિના અવગ્રહાદિ ૪ ભેદ તથા ઉત્થાનાદિ, સાતમા અવકાશાંતર તવાતમાં, નારકી વગેરેમાં, વર્ણાદિની બીના કહીને ગર્ભમાં ઉપજતા જીવનું સ્વરૂપ તથા જીવ અને જગતની વિચિત્રતાનું કારણ વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. છઠ્ઠા ઉદેશામાં રાહુદેવનું વર્ણન કરતાં તેનાં નામે, વિમાનો, ભેદો, કહીને રાહ જતાં કે આવતાં ચંદ્રના કે સૂર્યના પ્રકાશને કયારે ઢાંકે છે? ચંદ્રનું સશ્રી (શ) નામ, ને સૂર્યનું આદિત્ય નામ હોવાનું શું કારણ? આના ઉત્તરે સમજાવી, તેની અચમહિષીઓની ને રદ્ધિ, કામભેગાદિની બીના કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org