________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય )
૧૫૩
શ્રીઅગ્નિભૂતિ અને વાયુભૂતિ વગેરે, તથા રેહમુનિ, જયંતી શ્રાવિકા વગેરે જૈના, અને સ્કંદક વગેરે અજૈના પણ જાણવા, તથા શ્રીમહાવીર દેવના પવિત્ર જીવનનાં વચને ઘણે સ્થલે કહેલાં છે. ૪૦, કેવલીજિન શ્રીમહાવીરદેવે શ્રીઋષભદત્ત બ્રાહ્મણની અને દેવાનન્દાની દીક્ષાની અને મેાક્ષની બીના જણાવી તે મન:પર્યવ જિન શ્રીસુધર્મા- સ્વામીએ સૂત્રમાં ગુથી છે, એ પ્રમાણે ખીજાઓની દીક્ષા વગેરેની પણ ભીના અહીં જણાવી છે. તથા દેવાની ભાષાના તથા કૃતયુગ્માદિના તેમજ જમાલિ અને ગેાશાલાના વૃત્તાંત પણ અહીં” કહ્યો છે, ૪૧. તથા અહીં શ્રીમ્કદ્રુક પરિવ્રાજક વગેરેનાં ચરિત્રો અને મહુશિલાકટક, સંગ્રામનું વર્ણન તથા રાહુગ્રહનાં નવ નામે, જ્ઞત્તા, જ્ઞળિજ્ઞ, અસ્ત્રાવાવ, સપ્તિ, માસ, યુથી વગેરે વિશિષ્ટ અર્થવાળા શબ્દોનું વર્ણન, તામલિતાપસનું વર્ણન, દેશિવદેશની દાસીઓનાં નામ, સૂત્રુ સારુ કે જાગવુ. સારું વગેરે પ્રશ્નોના ઉત્તરે, તથા યુદ્ધજાગરિકા વગેરેનુ સ્વરૂપ, આ બધી હકીકતા પણ અહીં કહી છે. ૪૨-૪૩. વળી અહી સયતાદિને આપેલા દાનનુ વર્ણન, કષાયનાં કડવાં લેા, નિાદનું સ્વરૂપ, તુંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન ને અંતિમુક્તમુનિ વગેરેનાં ચિત્રો, ચમરેન્દ્ર વગેરેની મીના, તથા છત્રીશ છત્રીશ ગાથાઓમાં પુદ્ગલાનું અને મધાદિનું વૃત્તાંત પણ કહ્યું છે. ૪૪. આ શ્રીભગવતીને સાંભળવાનું અને ભણવાનુ લ એ છે કે ચારે અનુયાગાનું સ્વરૂપ સમજાય, વળી નિજગુણમતા વગેરે જુદા જુદા પદાર્થાના એ।ધ કરાવનારું આ પાંચમું અંગ છે. આ રીતે શ્રીભગવતીસૂત્રનું રહસ્ય ટૂંકામાં જાણવું. ૪૫.
સ્પષ્ટા :—આ છઠ્ઠા પ્રકાશની મૂલ પ્રાકૃત ૧૪ ગાથાના શબ્દાર્થ માં જણાવ્યા પ્રમાણે શ્રીભગવતીસૂત્રના સારાંશ જાણવા. આ સંબંધી વધારે લખતાં ગ્રંથ માટા થઈ જાય. અહીં ઢંકામાં જણાવવાના પ્રયાસ કરાય છે, તેમાં મુદ્દો એ છે કે સંક્ષેપમાં વસ્તુને જાણવાની રુચિવાલા જવા ઘણા હોય છે. તેથી તેમને બેધ કરવાના ઇરાદાથી ઢૂંકામાં કહેવું ઉચિત છે. તે સાથે વિસ્તાર રુચિવાળા વા પણ જિનપ્રવચનના ખેાધ પામે, તે માટે જરૂર બનતું લક્ષ્ય રખાય છે. અહીં દ્વાદશાંગીની સાથે ગણિપિટક શબ્દને જોડીને ટીકાકારે તે દ્વાદશાંગી-ગણિપિટકનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યુ` છે કે, શ્રુતજ્ઞાનરૂપી મહાપુરુષનાં જાણે અંગેા ન હેાય તેવા જણાતાં હેાત્રાથી શ્રીઆચારાંગાદિ ભારે અંગામાં અંગ શબ્દ ગાઠવ્યા છે, જેમકે આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે. તેમાં મારે અગાના જે સમુદાય તે દ્વાદશાંગી કહેવાય. તથા ચુર્ણાના સમુદાયને જે ધારણ કરે, તે ગણી એટલે આચાર્ય જાણવા, તેમની પેટીના જેવુ... પિટક એટલે દામડા, જિનશાસનનું સર્વસ્વ એટલે તમામ રહસ્ય દ્વાદશાંગીમાં સમાયેલુ હોવાથી દ્વાદશાંગી-ગણિપિટક કહેવાય છે. અથવા જ્ઞાનના જે સમૂહ તે દ્વાદશાંગી-ગણિપિટક કહેવાય. એટલે દ્રાદિનું સંપૂર્ણ યથાર્થી જ્ઞાન દ્વાદશાંગી—ગણિપિટકમાં સમાયેલુ` છે, જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વગેરે પદાર્થીની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org