________________
૧૪૦
શ્રીવિજયપઘ્રસૂરીશ્વરકૃત કુમાર અવસ્થામાં રહીને પછી મહારાજાના અભિષેકને પામ્યા હતા, અંગવંશના સત્તોતેર રાજા પ્રજિત થયા હતા, ગદતોય અને તુષિત નામના બે લોકાંતિક દેવોને સત્તોતેર હજાર દેવોનો પરિવાર છે, એક એક મુહૂર્ત સત્તોતેર લવ પ્રમાણ કહ્યું છે.
(૭૮) અઠોતેરમા સમવાયમાં કહ્યું છે કે-શકેંદ્રનો વૈશ્રમણ નામને લોકપાલ સુવણકુમાર અને દ્વીપકુમારના અછોતેર લાખ આવાસને અધિપતિ છે અર્થાત તે બે નિકાય તેના તાબાની છે, અકંપિત નામના સ્થવિર અોતેર વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ થયા, ઉત્તરાયણથી પાછા ફરેલો સૂર્ય પહેલા મંડલથી ઓગણચાલીશમા મંડલ સુધીમાં એક મુહૂર્તના અઠ્ઠોતેર ભાગ પ્રમાણ દિવસને હાનિ પમાડીને તથા તેટલી જ રાત્રિમાં વૃદ્ધિ કરીને ચાલે છે, એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછા ફરેલ સૂર્ય તેટલે જ દિવસને વધારે છે અને રાત્રિને ઘટાડે છે.
(%) ઓગણએંશીમા સમવાયમાં કહ્યું છે કે-વડવા મુખ નામના પાતાલકલશના નીચેના છેડાથી રત્નપ્રભા પથ્વીના નીચેના છેડા સુધી એગણાએંશી હજાર
જનનું આંતરું છે, એ જ પ્રમાણે કેતુ, ચૂપ અને ઈશ્વર નામના પાતાલકલશનું આંતરું જાણવું. છઠ્ઠી નરક પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચલા છેડા સુધીમાં ઓગણએંશી હજાર યોજનાનું આંતરૂં છે, આ જંબૂઢીપના દરેક કારનું આંતરૂં સાધિક ઓગણએંશી હજાર યોજનાનું છે. (આની સ્પષ્ટતા ટીકાકારે કરેલી છે.)
(૮૦) એંશીમાં સમવાયમાં કહ્યું છે કે-શ્રીશ્રેયાંસપ્રભુ એંશી ધનુષ ઊંચા હતા, ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ નામના બલદેવ પણ એંશી ધનુષ ઊંચા હતા, ત્રિપૃષ્ઠ વાસુદેવ એંશી લાખ વર્ષ સુધી મહારાજાપણે રહ્યા હતા, રત્નપ્રભા પૃથ્વીનો અભ્યહુલ કાંડ એંશી હજાર યોજન જાડો છે, ઇશાબેંકને એંશી હજાર સામાનિક દે છે, આ જંબુદ્વીપની અંદર એક સે એંશી જન આવીને ઉત્તર દિશામાં સૂર્ય પ્રથમ ઉદય પામે છે.
(૮૧) એકાશીમાં સમવાયમાં કહ્યું છે કે-નવ નવનિકા નામની ભિક્ષુપ્રતિમા એકાશી દિવસે પૂર્ણ થાય છે, શ્રી કુંથુનાથપ્રભુને એકાસીસો મન:પર્યવજ્ઞાની હતા, વિવાહપ્રજ્ઞપ્તિમાં એકાશી અધ્યયને કહ્યાં છે.
(૮૨) બાશીમાં રામવાયમાં કહ્યું છે કે-આ જ બુદ્વીપમાં સૂર્યને બે વાર જવા. આવવાનાં મંડલ એક સો ને બાશી છે. શ્રી મહાવીર સ્વામી બાશી દિવસ ગયા ત્યારે એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં લઈ જવાયા હતા, મહાહિમાવાન તથા રુકમી પર્વતના ઉપરના છેડાથી સૌગંધિક કાંડના નીચેના છેડા સુધી બાશી સે યોજન થાય છે,
(૮૩) ત્રાશીમા સમવાયમાં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામી ત્રાસીને દિવસે એક ગર્ભથી બીજા ગર્ભમાં લઈ જવાયા હતા. શ્રી શીતલનાથ પ્રભુને ત્રાશી ગણે અને ત્રાશી ગણધર હતા, મંડિતપુત્ર નામના ગણધર ત્રાશી વર્ષનું આયુષ્ય પાલીને સિદ્ધ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org