________________
૧૩ર
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકત્રીશ પોપમની સ્થિતિ છે, સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની એકત્રીશ સાગરોપમની સ્થિતિ છે, કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાન ક૫માં દેવોની એકત્રીશ પોપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીશ સાગરોપમની છે, નવમા કૈવેયકમાં ઉત્પન્ન થયેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીશ સાગરોપમની છે, તે દેવો એકત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને એકત્રીશ હજાર વર્ષે આહાર ઈરછે છે, કેટલાક ભવ્ય છે એકત્રીશ ભાવવડે મોક્ષ પામશે,
(૩ર) બત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-બત્રીશ યોગસંગ્રહ છે, તે ખાસ જાણવા યોગ્ય છે, દેવેંદ્રો બત્રીશ છે, ( આમાં વ્યંતરના ૩ર ઇદ્રો ગણ્યા નથી) કુંથુનાથ પ્રભુને બત્રીશ સે ને બત્રીશ કેવલીઓ હતા, સૌધર્મ કલ્પમાં બત્રીશ લાખ વિમાનો છે. રેવતી નક્ષત્ર બત્રીશ તારાવાલું છે (મૂલાઈમાં બાવીશ ભૂલથી થયા છે) બત્રીશ પ્રકારનું નાટય છે. રત્નપ્રભા પથ્વીમાં કેટલાક નારકીઓની બત્રીશ પોપમની સ્થિતિ છે, સાતમી પથ્વીમાં કેટલાક નારકીઓની બત્રીશ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમારની અને સૌધર્મ અને ઈશાન કલપના દેવોની બત્રીશ પોપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયેલા કેટલાક દેવની બત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે દેવો બત્રીશ પખવાડીએ ધાસ લે છે અને બત્રીશ હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય જીવો બત્રીશ ભવડે સિદ્ધ થવાના હોય છે.
(૩૩) તેત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-ગુરૂની તેત્રીશ આશાતનાઓ વવાની છે, ચમરેંક નામના અસુરેંદ્રની ચમચંચા નામની રાજધાનીના દરેક દ્વારની બહાર તેત્રીશ તેત્રીશ ભૌમનગર રહેલાં છે. મહાવિદેહ ક્ષેત્રનો વિષ્ફભ સાધક તેત્રીસ હજાર યોજના છે. જ્યારે સૂર્ય જીલ્લાની પહેલાના ત્રીજા મંડલે વરે છે ત્યારે અહીં રહેલા મનુષ્યો કાંઈક ન્યૂન તેત્રીશ હજાર યોજન દૂરથી તેને જઈ શકે છે. રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની તેત્રીશ પલ્યોપમની સ્થિતિ છે. સાતમી પૃથ્વીમાં કાલ, મહાકાલ, રોર અને મહાપોર એ ચાર નરકાવાસામાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. અને અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં એક સરખી સની તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. કેટલાક અસુરકુમાર, સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોની તેત્રીશ પાપમની સ્થિતિ છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપની છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવાની એક સરખી તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તે દેવો તેત્રીશ પખવાડીએ શ્વાસ લે છે અને તેત્રીશ હજાર વર્ષે આહાર ઈચ્છે છે. કેટલાક ભવ્ય જીવો તેત્રીશ ભવે સિદ્ધ થશે.
(૩૪) ચોત્રીસમા સમવાયમાં કહ્યું છે કે-તીર્થકરને ચેત્રીશ અતિશય હોય છે. આ જમ્બુદ્વીપમાં ચક્રવતીના ચેત્રીશ વિજય છે. આ દ્વીપમાં ચેત્રીશ દીર્ઘ વૈતાઢય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org