________________
શ્રી જૈન પ્રવચન કરણાલી (૪. શ્રીસમવાયાંગસૂત્રને પરિચય)
૧૨૧ છે. સ્થાનાંગમાં માત્ર દશ જ સ્થાને સવિસ્તાર આપ્યાં છે, અને આ સૂત્રમાં તો એકથી સે સુધી, પછી દોઢસે, બસે, અઢીસો વિગેરે પાંચસો સુધી, પછી છો, સાતસો વિગેરે એક હજાર સુધી, પછી અગ્યાર સો, પછી બે હજાર, ત્રણ હજાર વગેરે દશ હજાર સુધી, પછી લાખ, બે લાખ વિગેરે દશ લાખ સુધી, ( તેમાં નવ લાખને ઠેકાણે નવ હજારનું સ્થાન આપ્યું છે), પછી એક કરોડ, કટાકેટિ વગેરે અતિ વિસ્તારથી સ્થાને આપેલાં છે. ત્યાર પછી દ્વાદશાંગીનું સ્વરૂપ તથા તે બારે અંગને સવિસ્તર પરિચય, દષ્ટિવાદના પરિચયમાં ચૌદ પૂર્વનું સ્વરૂપ પણ વિસ્તારથી આપ્યું છે. ત્યાર પછી જીવ અને અજીવ એમ બે રાશિ, દેવ, નારકી વિગેરેનું સ્વરૂપ, શરીર, જ્ઞાન, વેદના, આહાર, આયુ, વિરહકાળ, સંઘયણ, સંસ્થાન વિગેરે, ત્રિકાળ સંબંધી તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ વિગેરેની ઘણી હકીકત આ સૂત્રમાં આપી છે. દરેક સમવાય (સ્થાન)માં નીચે પ્રમાણેના પદાર્થોનું સ્વરૂપ આપ્યું છે –
(૧) પ્રથમ સમવાયમાં–આત્મા, અનાત્મા, દંડ, અદંડ, ક્રિયા, અક્યા, લેક, અલેક, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, આશ્રવ, સંવર, વેદના અને નિર્જર આ અઢાર પદાર્થો એક એક કહ્યા છે. ત્યાર પછી જબૂદ્વીપ એક લાખ યોજના; એ જ પ્રમાણે અપ્રતિષ્ઠાન નામને નરકાવાસ, પાલક વિમાન અને સર્વાર્થસિદ્ધ વિમાન એ સર્વે એક એક લાખ યોજનના કહ્યા છે. ત્યાર પછી આદ્ધ, ચિત્રા અને સ્વાત આ ત્રણ નક્ષત્રો એક એક તારાવાળાં કહ્યાં છે. ત્યાર પછી સ્થિતિને આશ્રીને એક પોપમની ને એક સાગરોપમની સ્થિતિ દેવમાં ને નારકીમાં કોની કોની છે? તે જણાવ્યું છે; તેમજ એક પોપમની સ્થિતિવાળા મનુષ્ય તિર્યંચની હકીકત કહી છે. એક સાગરોપમની સ્થિતિવાળા દેવ એક પખવાડીએ શ્વાસ લે છે અને એક હજાર વર્ષે આહાર ઇચ્છે છે, તથા કેટલાક ભવ્ય જીવો એક જ ભવ વડે સિદ્ધ થવાના
(૨) બીજા સમવાયમાં-બે દંડ, બે રાશિ અને બે બંધન કહ્યાં છે. પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની, પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ એ ચાર નક્ષત્રો બે બે તારાવાળાં કહ્યાં છે. કેટલાક દે, નારકી જીવો અને મનુષ્ય તથા તિ બે પોપમની સ્થિતિવાળા ને દેવો તથા નારકી જીવો જે બે સાગરોપમની સ્થિતિવાળા હોય છે તે કહ્યા છે. બે સાગરોપમની સ્થિતિવાળા દેવો બે પખવાડીએ રાસ લે છે અને બે હજાર વર્ષે આહાર ઇચ્છે છે. કેટલાક ભવ્ય છ બે ભવડે સિદ્ધ થવાના હોય છે.
(૩) ત્રીજા સમવાયમાં-ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, ત્રણ શલ્ય, ત્રણ ગૌરવ અને ત્રણ વિરાધના કહી છે. મૃગશીર્ષ, પુષ્ય, જ્યેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની અને ભરણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org