________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૧. શ્રી આચારાંગસૂત્ર-પરિચય)
૭૩ તે વિહાર ન કરે. અહીં તેનું વિસ્તારથી કારણ સમજાવી કહ્યું કે મુનિએ જ્યાં વિહારભૂમિ વગેરે નાના હોય, ત્યાં ચોમાસું ન કરવું, પછી ચોમાસું વીત્યા બાદ વિહાર કરવાની રીત અને વિહાર કરતાં માર્ગમાં ઉચિત જણ સમજાવી કહ્યું કે
સંયમાત્મવિરાધના થાય તે માટે સાધુએ સ્વેચ્છાદિના પ્રદેશમાં વિચરવું નહીં. જ્યાં - રાજાદિ ન હોય ત્યાં ન વિચરવું, તથા જે વિશાલ માર્ગે ચાલતાં ઘણું દિન લાગે તે
તરફ પણ ન વિચરવું. મુનિશ્રી નિષ્કારણ હેડીમાં ન બેસાય. ખાસ કારણે બેસવાનો વિધિ. અને બેઠા પછી પણ વિધિ વગેરે હકીકત સ્પષ્ટ વર્ણવી છે.
બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા અધ્યયનના બીજા ઉદ્દેશાને રંક પરિચય
અહીં કહ્યું છે કે હેડીમાં બેઠેલ સાધુને ગૃહસ્થ છત્રાદિ ધારણ કરવાનું કહે તો તેને સાધુ ના કહે. તેમ કહેતાં ગૃહસ્થ ક્રોધમાં આવી સાધુને દરિયામાં ફેકે તો શું કરવું? ને તે પછી કદાચ પાણીમાં તરવું પડે, ત્યારે શું કરવું? તેને ખુલાસો કરીને કાંઠે પહોંચ્યા બાદ જવાનો વિધિ અને ચાલતાં નદી આદિ ઊતરતાં જંઘા સુધીનું પાણી ઊતરવાને વિધિ, તથા પાણીમાંથી બહાર નીકળ્યા બાદ ચાલવાનો વિધિ જણાવી કહ્યું કે, રસ્તામાં જતાં સામા મળેલા મુસાફરો ગામ વગેરેની બીના પૂછે તો મુનિએ કહેવી નહિ, વગેરે હકીકત સ્પષ્ટ જણાવી છે.
બીજા શ્રુતસ્કંધના ત્રીજા ઈર્યા અધ્યયનના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય
અહીં કહ્યું છે કે જલના જીવોને ત્રાસ થાય, તેથી સાધુએ કેઈને પાણીના કયારા વગેરે પણ ન દેખાડવા અને આચાર્યાદિની સાથે વિચરવું. પછી આચાર્યાદિની સાથે વિચરતા સાધુના ફવિધિ જણાવી કહ્યું કે, ચાલતાં સામાં મળેલ મુસાફર સાવદ્ય બીના પૂછે તો જવાબ દે નહિ. મુનિએ લાંબા માગે ગામનાદિ ન કરવાં, કારણ કે ત્યાં અટવી આદિમાં હિંસક પ્રાણીનો ભય હોય છે. અને ચાર વગેરેને ભય હોવાથી અવળે રસ્તે ન જવું. માર્ગમાં ચાર આદિ છવોએ ગામ લૂંટયું હોય, તે બીના ગૃહસ્થાદિને સાધુ ન કહે, વગેરે બીના સ્પષ્ટ જણાવી છે.
બીજા શ્રુતસ્કંધના ચોથા ભાષા અધ્યયનના પહેલા ઉદ્દેશાને રંક પરિચય
અહીં “ભાષા પદના અને જાત' પદના નિક્ષેપ, તથા બે ઉદ્દેશાને ટૂંક સાર અને વચનના સોળ ભેર જણાવી કહ્યું કે, મુનિએ શ્રોતાને ક્રોધાદિ ન થાય તે રીતે બેલવું, ને ક્રોધાદિથી ભરાઇને ન બોલવું. પછી ભાષાના ચાર પ્રકાર અને શબ્દ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org