SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપઘસધકૃત પછી સાધુએ, બંધ કરેલ બારણું ઉઘાડીને ગ્રામ્યના ઘરમાં પસવાને ને નહિ પસવાને વિધિ સમજાવી વિધિ પ્રમાણે ઉઘાડીને ખાસ કારણે ગૃહસ્થના ઘરમાં દાખલ થયેલ સાધુને સાચવવાનો વિધિ, વગેરે બીના સ્પષ્ટ કહી છે. પહેલા અધ્યયનના છઠ્ઠા ઉદેશાને ટ્રેક પરિચય અહીં કહ્યું છે કે કુકડા વગેરેને અંતરાય થતો હોય, તો ત્યાં મુનિને ગોચરી ન જવાય. ગેચરી માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુને સાચવવા યોગ્ય વિધિ વગેરેનું વર્ણન કર્યું છે. - પહેલા અધ્યયનના સાતમા ઉદેશાને રંક પરિચય અહીં કહ્યું છે કે મુનિએ મેડા (માળ) ઉપરથી લાવેલ આહાર, સચિત્ત પૃથ્વીથી ખરડાયેલ આહાર, સૂપડા વગેરેથી પવન નાખીને ઠંડા કરેલ આહાર તેમજ લીલોતરીની ઉપર રાખેલ આહાર ન લેવાય, એમ કહી પાછું વહેરવાને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના આઠમા ઉદેશાને ટૂંક પરિચય અહીં મુનિને પાણી વહોરવાના વિધિમાં વિશેષ વિચાર જણાવી કહ્યું કે મુનિએ ભાત પાણી સારા મળે તે રાગ કરે નહિ ને અકલ્પનીય આહારાદિ લેવા નહિ, તેને અંગે મુનિને ઉપદેશ આપીને જરૂરી બીજી બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પહેલા અધ્યયનના નવમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે મુનિએ અનેષણીય પિંડ વહોરે નહિ; તે સંબંધી જરૂરી ઉપદેશ આપી કહ્યું કે તે પિંડ મંગાય પણ નહિ. ને વહેરેલ આહાર સુગંધી હેય કે દુર્ગધી હોય, તે પરવો નહિ. વહેરેલું પાણી પણ સ્વાદમાં કષાયેલું હોય કે સ્વાદિષ્ટ હોય તે પરઠવવું નહિ. તેમજ વહરતાં અનુપયોગથી આહાર વધારે આ હેય, તેને અંગે સૂચના કરી ફરમાવ્યું કે આહાર જ અષણીય હેય, તો તેને પરઠવવામાં સાધુતા ટકી શકે છે વગેરે બીના સ્પષ્ટ વર્ણવી છે. પહેલા અધ્યયનના દશમા ઉદેશાને ટૂંક પરિચય અહીં મુનિને સાધારણ પિંડ અને અસાધારણ પિંડ મળતાં કરવાની વિધિ અને વસતિમાં રહેલા સાધુને કરવાની વિધિ જણાવી ફરમાવ્યું કે શેલડીના ગાંઠાને મધ્ય ભાગ વગેરે અકલ્પનીય છે. ભૂલથી તે વહરતાં તેને પરઠવવાને વિધિ તથા ભૂલથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy