________________
પર
શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અસર લગાર પણ થતી નથી. તેમજ પ્રતિકૂલ ઉપસર્ગો થાય ત્યારે કર્મવિપાકને વિચાર કરી સમતાભાવ ટકાવી રાખવાથી તેને જીતી શકાય છે, કેવલજ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. જેમ મહાબલમુનિ કનકવતીએ કરેલ પ્રતિકૂલ ઉપસર્ગોને સમતાભાવે સહન કરી કેવલી થયા, તથા ગજસુકુમાલમુનિ સમિલ બ્રાહ્મણે કરેલા ઉપસર્ગને સહન કરી અંતકૃકેવલી થયા. આ રીતે આ અધ્યયનને સાર ટૂંકામાં જાણ. હવે અનુક્રમે ઉદ્દેશાની બીના આ પ્રમાણે જાણવી :
અહીં પહેલા ઉદેશાની શરૂઆતમાં આ અધ્યયનના ચારે ઉદ્દેશામાં કહેવાની ટૂંક બીના કહી શીત પદમાં અને ઉષ્ણ પદમાં નિક્ષેપાની ઘટના અને દ્રવ્યશીત, ભાવશીત, દ્રવ્યઉષ્ણ, ભાવઉષ્ણનું સ્વરૂપ જણાવ્યું છે. પછી પ્રમાદ વગેરે પરીષહે શીત છે, ને તપ કરવામાં ઉદ્યમ કરવો વગેરે પરીષહે ઉષ્ણ છે, તથા સ્ત્રીને સત્કાર, હાવભાવ વીણા વગેરે વાજિંત્રના શબ્દો વગેરે શીત છે એમ કહી ઉપશમ શબ્દના પર્યાય-એકાર્થિક શબ્દો જણાવ્યા છે. પછી અપેક્ષાએ સંયમને શીત કહ્યો, અને અસંયમને ઉષ્ણ કહ્યો, તેનું કારણ કહી સુખને શીત, અને દુઃખને ઉષ્ણ કહેવાનું કારણ તથા કષાય વગેરેને ઉષ્ણ અને તપને ઉષ્ણતર કહેવાનું કારણ કહી જણાવ્યું કે જે શીષ્ણાદિને સહે તે
મુનિ કહેવાય. ભિક્ષુ પરીષહને સહેને કામને પરિહરે તથા મુનિ જાગતા કહેવાય. અહીં નિદ્રા લેતાં છતાં મુનિને જાગતાં કહેવાનું કારણ જણાવી કહ્યું કે દ્રવ્યસુપ્તની જેમ ભાવસુખ પણ દુ:ખી થાય અને શબ્દાદિને જાણીને તજનાર મુનિ સંયમ પામી શકે. પછી વિષયથી વિરક્ત મુનિનું સ્વરૂપ જણાવી કહ્યું કે જે રતિ-અરતિ વગેરેને સહે ને વરને છડે, તે મુનિ કહેવાય. જે ધર્મને ન જાણે તે મૂઢ કહેવાય. દેવોને જરા હેય એમ કહી ભાવથી જાગતા છવોએ કરવાનાં કાર્યો અને કર્મનાં સત્તાસ્થાને કહી જણાવ્યું કે મુનિ રાગદ્વેષના કારણથી દૂર રહે. અહીં ત્રીજા અધ્યયનના પહેલા ઉદેશાને ટૂંક પરિચય પૂર્ણ થયા.
ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સમ્યકત્વદશી છવનું સ્વરૂપ જણાવી કહ્યું કે ગર્ભવાસનું મૂલ કારણ રાગ અને દ્વેષ છે. પછી અમૃતાત્માનું સ્વરૂપ અને નિષ્કર્મદશી છવનું સ્વરૂપ, પ્રસંગે પ્રકૃતિબંધનાં સ્થાનકે કહીને જણાવ્યું કે સાચું બોલવામાં મક્કમ રહેવું. પાપનો ક્ષય કરો. અનેકચિત્ત (ઘણાં કાર્યોમાં મન ફેરવનાર ) પુરુષની પ્રવૃત્તિ જણાવી કહ્યું કે જે ક્રોધાદિ છ3 તે મુનિ લઘુભૂતગામી કહેવાય. પછી ધીરપુરુષનું સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે.
ત્રીજા અધ્યયનના ત્રીજા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે જે આત્મગુણમાં રમે, ખપ પૂરતાં સાધનથી નિર્વાહ ચલાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org