________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ) પ્રતિબોધ પામી નાગકુમાર થયા. તેઓએ નાવ ઉપર આરૂઢ થયેલા વિ૨પ્રભુના ઉપસર્ગને દૂર કરેલ, એંઠું અર્ણિકાપુત્રાચાર્યે પુપચૂલાને દીક્ષા અપાવીને સંસા૨ સાગ૨થી પા૨ ઉતારેલી,
અહીં ગવાક્ષમાં બેઠેલા મિથ્યાદ્રષ્ટિ ઈંદ્રદત્ત બ્રાહ્મણે નીચે ૨હેલા સાધુના મસ્તકની ઉપ૨ પગ કર્યા, ત્યારે ગુરૂ ઉપ૨ ભકતવાળા શ્રાવકે તેને પગ વગ૨નો કર્યો.
અહીં ભૂગૃહમાં ૨હેલા આર્યતસૂરિને નિગોદના સ્વરૂપ અને પોતાનાં આયુષ્યને પૂછીને સંતુષ્ટ થયેલા ઈન્દ્ર વાંધા અને ઉપાશ્રય નું દ્વાર બીજી દિશા તરફ બદલ્યું.
અહીં Íબ્ધ સંપન્ન વસ્ત્ર પુષ્યમિત્ર, ધૃતપુષ્યમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર વિચરેલા.
અહીં આગળ બાર વર્ષનો દુરસહ દુષ્કાલ વીત્યે છતે સકલ સંઘને ભેગો કરીને આગમ અનુયોગની વાચના સ્કંદિલ નામના આચાર્યે પ્રવર્તાવી,
અહીં દેવ નિર્મિત તૂપ સમક્ષ ૧૫ દિવસના ઉપવાસ દ્વારા દેવની આરાધના કરીને જિનભદ્રગણિ ક્ષમાશમણે ઉધઈથી ભક્ષણ કરાલેયા તુટેલા ભાંગેલા, પાઠવાળા એવા પુસ્તકના પાનાવાળા મહાનિશિથ ગ્રંથનું અનુસંધાન કર્યું.
અહીં ક્ષપક ના તપ વડે ખુશ થયેલી શાશનદેવીએ અન્ય બૌધ્ધતીર્થંકો વડે ગ્રહણ કરાયેલાં આ તીર્થને સંઘના વચનથી અરહંતનું તીર્થ કર્યુ.
દેવીએ ઘણા લોભને કા૨ણ ભાવના માણસોથી જોખમ જાણીને સુવર્ણવાળા સ્તૂપને ગુપ્ત રીતે ઈટમય બનાવ્યો. ત્યા૨બાદ આચાર્ય બપ્પભટ્ટસૂરિના વચનથી આમ રાજા વડે તૂપ ઉપ૨ પત્થરની શિલાઓ મઢવામાં આવી.
અહીં શંખરાજા અને કલાવતી પાંચમાં ભવમાં દેવસીંહ અને કનકસુંદરી નામના શ્રાવક-શ્રાવિકા બની રાજ્યલક્ષ્મીને ભોગવેલ,
એ પ્રમાણે અનેક પ્રકારના એંવિધાનોની સુંદ૨ ઘટનાઓની આ નગરી ઉત્પત્તિ ભૂમ કે ખાણ છે.
અહીં ન૨વાહના કુબેશ, સીંહવાહના અંબિકા અને કુતરાના સ્વાન વાહનવાળો ક્ષેત્રપાલ આ તીર્થનું રક્ષણ કરે છે.
આ મથુરાનો કલ્પ જિનપ્રભસૂરિએ વર્ણવ્યો છે. આ લોક અને પરલોક ના સુખથી ભવ્યજનો એ હંમેશા આ કલ્પ ભણવો જોઈએ.
મથુરા તીર્થની યાત્રાથી ભવ્યજનોને જે પુણ્યરિદ્ધિ થાય છે. તે સાવધાન મનથી આ કલ્પને સાંભળવા માત્રથી થઈ જાય છે. ૧. મથુરામાં ક૨વામાં આવેલા ખોદકામ દર્શમયાન એક તૂપ અને બે ર્માદે૨ના અવશેષો મળ્યા છે. મોટી સંખ્યામાં મૂર્તિઓ, આયાણપટ્ટો મળ્યા છે. ઈ.સ.પૂર્વેશતાબ્દથી ઈ.સ.ની ૧૧ મી સદી સુધીના લેખો મળ્યા છે. કુષાણ સંવત ૭૯ (વિ.સં.૨૧૨) ના લેખમાં દેવંનિર્મિતવોદ્રતૂપ' એવું આ ૨તૂપનું નામ અપાયું છે. (જૈન શિલાલેખ સંગ્રહ ભા.૨ લેખાંક ૫૯ વિજયમૂર્તિ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org