________________
| અષ્ણાઘબોઘ તીર્થ ઉ૫:|
પરોપકા૨માં શક કૃષ્ણ-કાંતિવાળા શ્રીમુનસુવ્રત સ્વામીને નમસ્કાર કરીને અQાવબોધ તીર્થના કલ્પને હું કહીશ.
સર્વજ્ઞ પ્રભુ શ્રીમુનિસુવ્રતસ્વામી વિચરતાં વિચરતાં એક વખત પ્રતિષ્ઠાનનગરથી એક શંત્રમાં સાઠ યોજન ઓળંગીને શરૂઆત કરાઈ છે અશ્વમેઘ યજ્ઞના પ્રારંભક જિતશત્રુ રાજા વડે પોતે જેના ઉપર બેસતાં તે સર્વ લક્ષણથી સંપ ઘોડાને હોમવા માટે તૈયારી કરવામાં આવી હતી.
ઘોડો આર્તધ્યાનથી મારી દુર્ગતિમાં ન જાય એ માટે અશ્વને પ્રતિબોધ કરવા માટે લાટદેશનાં મંડળ સમાન, નર્મદા નદીથી અલંકૃત ભરૂચ નગ૨માં કોરિંટવન પહોંચ્યા.
રામવા૨ણમાં લોકો વંદન કરવા માટે ગયા. રાજા પણ હાથી ઉપર આરૂઢ થઈને ભગવંતને નમસ્કા૨ ક૨વા માટે આવ્યો.
આ દરમિયાન તે ઘોડો પોતાની ઈચ્છાથી ચાલતો ચાલતો નિયુકત પુરુષોની સાથે ત્યાં ગયો. અસ્પૃતિમરૂપવાળા એવા સ્વામિના રૂપને જોતો નિશ્ચલ થઈને ઊભો રહ્યો. પ્રભુની ધર્મદેશના સાંભળી ભગવાને તેનો પૂર્વભવ કહી બતાવ્યો.
પૂર્વભવમાં જંબુદ્વીપના પશ્ચિમવિદેહ ના પુષ્કલવિજય ના ચંપાનગરીમાં સુસદ્ધ નામનો હું રાજા હતો. મતિસા૨ નામનો તું માશે પ૨મ મિત્રમંત્રી હતો.
મે નંદન ગુરૂના ચરણકમલમાં દીક્ષા ૨સ્વીકાર કરી અને પ્રાણત દેવલોકમાં ગયો. ત્યાં વીસ સાગરોપમ જેટલું આયુષ્ય પાળીને ત્યાંથી ચ્યવીને હું તીર્થકર થયો.
તું પણ મનુષ્યનું આયુષ્ય ઉપાર્જન કરીને ભરતક્ષેત્રમાં પક્ષિનિખંડ નગરમાં સાગરદત્ત નામનો સાર્થવાહ થયો. મિથ્યાદષ્ટિ પણ નમ્ર હતો. એક દિવસ તેં શિવાલય કાવ્યું. તેની પૂજા માટે બગીચો બનાવ્યો. તેની સાર-સંભાળ કરવા માટે એક તાપસને નિયુક્ત કર્યો. તે તાપસ ગુરુના આદેશથી બધી જ ક્રિયાને બરાબર પાળતો હતો. હવે એકદા જિનધર્મ નામના શ્રાવકની સાથે તારે ૫૨. મૈત્રી થઈ.
એક દિવસ હું તેની સાથે સાધુ ભગવાન પાસે ગયો. સાધુ ભગવાને દેશનામાં કહ્યું કે ..
જે માત્ર અંગુઠાના પર્વ જેટલી પણ જિન-પ્રતિમાને કરાવે તે તિર્યંચ નરક ગંતના દ્વા૨ ને બંધ કરે છે.
એ પ્રમાણે સાંભળીને તેં ઘેર આવીને સુવર્ણમય જિનેશ્વ૨ની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવીને ત્રણેયકાળ પૂજવાની શરૂઆત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org