________________
મથુરાપુરી કલ્પઃ
પ્રલય-કાળની ગર્જનાથી માણસો દસે દિશામાં ભાગંભાગ કરતા નાઠા. એક માત્ર શ્રીસુપાર્શ્વનાથનો પટ અડીખમ ટકી રહ્યો. લોકો આશ્ચર્ય પામ્યા. આ તો અ ંત દેવ છે. તે પટને સમગ્ર નગ૨માં ફે૨વ્યો.
૩૪
ત્યા૨થી પટ-યાત્રા પ્રવર્તી ! ત્યારપછી અભિષેક સ્નાન ની શરૂઆત થઈ. પહેલો અભિષેક કરવા માટે શ્રાવકો કજીયો ક૨વા લાગ્યા. ત્યારે માધ્યસ્થ = પ્રતિષ્ઠિત પુરુષોએ નામ-ગર્ભત ગોલીમાં (જેમાં દરેક શ્રાવકોના નામ વાળી ચિઠ્ઠીઓ છે તેવી ગોલીમાં)થી જેનું પહેલું નામ કુમારીના હાથમાં આવે, ભલે તે દર્દી હોય કે શ્રીમંત હોય, પરંતુ પ્રથમ અભિષેક તે ક૨શે. એ પ્રમાણે દશમીની રાત્રે વ્યવસ્થા થઈ. તેથી અગ્યા૨સના દિવસે દૂધ-દહીં-ઘી-કુંકુમ ચંદનાદિ યુક્ત હજા૨ો કળશો વડે શ્રાવકો એ ભગવાનનો અભિષેક કર્યો.
ગુપ્ત રીતે રહેલા દેવો પણ ભિષેક કરે છે. આજે પણ જાત્રા માટે આવે છે. અનુક્રમે તે બધા અભિષેક કરીને ફળ, ધૂપ, વસ્ત્ર, મહાકૃત આભરણાદિ આરોપણ કરે છે. સાધુઓને વસ્ત્ર-ઘી-ગોલ આદિ વહોરાવે છે. બારસની રાત્રે માલા ચડાવી એ પ્રમાણે મુનિવરોએ દેવને વાંદી સકલ સંઘને આનંદિત કર્યો. ચાતુર્માસ પૂર્ણ કરીને બીજા ગામે પા૨ણું કરીને, તીર્થની પ્રભાવના કરી, કર્મોનો નાશ કરી અનુક્રમે મુનિવરો ર્માને પામ્યા.
ત્યાં સિદ્ધક્ષેત્ર તીર્થ થયું.
ત્યારે મુનિના વિયોગથી દુ:ખી થયેલી તે દેવી દ૨૨ોજ જિનપૂજામાં મસ્ત બનેલી અર્ધપલ્યોપમનું આયુષ્ય ભોગવીને આવીને મનુષ્યપણું પામીને ઉત્તમપદને પામી.
તેના સ્થાને જે જે ઉત્પન્ન થાય છે તે કુબેરા કહેવાય છે. તે દેવીઓ વડે રક્ષણ કરાતો સ્તૂપ ઘણાં સમય સુધી, જ્યાં સુધી પાર્શ્વનાથ સ્વામી ઉત્પન્ન થયા ત્યાં સુધી ઉઘાડો રહ્યો.
આ આંત૨ામાં મથુરાના રાજાએ લોભના વશે પોતાના માણસો ને બોલાવીને કહ્યું કે : ‘આ સુવર્ણર્માણ થી નિર્મિત થયેલો સ્તૂપ કાઢીને મા૨ા ભંડા૨માં નાંખો !' તેથી મજબૂત તીક્ષ્ણ કુહાડી વડે લોકો જ્યા૨ે કાઢવા માટે પ્રહા૨ ક૨ે છે ત્યારે તે કુહાડાઓ લાગતા નથી.
ઘા ક૨ના૨ાઓનાં અંગમાં જ ઘા લાગે છે. હવે તે વાતમાં વિશ્વાસ ન પડતાં રાજા જાતે જઈને ઘા ક૨વા લાગ્યો. એ વખતે કુહાડી ઉછળી, અને રાજાનું મસ્તક છેદાઇ ગયું. ત્યા૨ે કોપાયમાન થયેલી દેવી પ્રગટ થઈને માણસોને બોલી : ‘૨ે પાપીઓ ! આ તમે શું આ છે. જેવી રીતે ૨ાજા મર્યો તેવી રીતે તમે પણ મશો.'
:
તેથી ડરેલા લોકો એ ધૂપ, કડછી હાથમાં લઈને દેવીને ખમાવી. (ક્ષમા માંગી) !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org