________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
દેવી વડે વિનંતી કરાઈ ! જો સ્થિતિ આ પ્રમાણે છે તો ધર્મકાર્ય ફ૨માવો જ. જે રીતે કહો તે રીતે હું સંપાદન કô. કારણ કે દેવ દર્શન અમોઘ હોય છે !
સાધુઓ બોલ્યા.. જે તારી શંકત હોય તો સંઘ ર્સાહિત અમને મેરૂપર્વત ઉપ૨ લઈ જઈને ચૈત્યોને વંદાવ.”
દેવીએ કહ્યું - તમને બે જણને હું ત્યાંના દેવોને વંદાવીશ.
મથુરાથી સંઘ સહિત જઈએ તો મિથ્યાદષ્ટ દેવો ક્યારેક વચ્ચે વિધ્ધ કરે છે. સાધુ બોલ્યા “અમોએ તો આગમબલ વડે મેરૂને સાક્ષાત્ દર્શન કરેલ છે. જો સંઘને લઈ જવાની શક્તિ તમારામાં ન હોય તો અમારા બેને ત્યાં જવાથી શર્યું. તેથી વિલખી થયેલી દેવી કહ્યું. “જે આ પ્રમાણે છે તો પ્રતિમાઓથી સુશોભિત મેરૂનો આકા૨ કરીને બતાવું. તેથી સંઘ ઍહિત તમે પ્રભુ પ્રતિમાઓને વંદન કરો'.
સાધુઓએ તે વાતનો સ્વીકા૨ કર્યો. તેથી તે દેવીએ શત્રિમાં સુવર્ણથી ઘડેલા ૨ત્નોથી જડેલો અનેક દેવ-પરિવારોથી યુક્ત, તોરણ, ધજા, માળાથી અલંકૃત શિખ૨ ઉપ૨ ત્રણ છત્રથી શોભિત ત્રણ મેખલાથી મંડિત તૂપનું નિર્માણ કર્યું.
એક એક મેખલામાં ચારે દિશામાં પંચવર્ણવાળી, ૨નમય-પ્રતિમાની સ્થાપના કરી. ત્યાં મૂલ-નાયક ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ૨સ્વમ પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યા.
સવારમાં લોકો જાગ્યા અને તે તૂપ ને જોયો. ત્યારે પ૨૨૫૨ કજીયો કરવા લાગ્યા. કેટલાક કહે છે, “વાસુકીના લાંછનવાળો આ ૨સ્વયંભૂ દેવ છે'. બીજા લોકો કહે છે 'શેષ નાગની શય્યા ઉપ૨ સ્થિત આ નારાયણ છે'.
એ પ્રમાણે બ્રહ્મ, ધરણેન્દ્ર, સૂર્ય, ચંદ્ર આંદની કલ્પના થવા લાગી. બૌદ્ધો કહે છે આ કોઈ સ્તૂપ નથી, પરંતુ બુદ્ધ દંડ છે'.
ત્યારે મધ્યસ્થ પુરુષોએ કહ્યું કે : 'ઝઘડો ૨હેવા દો. આ તો દેવથી નિર્મિત છે, તેથી આનો સંશય દેવ જ ભાંગશે. માટે પોતપોતાના દેવને પટમાં આલેખીને પોતાની મંડળી સાથે ઉભા ૨હો. જેના દેવ હશે તે એકનો જ પટ સ્થિ૨ ૨હેશે. બીજા પટના દેવો ભાગી જશે.' જૈન સંઘે પણ શ્રીસુપાર્શ્વનાથ સ્વામીનો પટ આલેખ્યો.
ત્યારે આ સર્વ દર્શનના લોકો પોત પોતાના દેવના પટો આલેખી પોતાની મંડળી સાથે પૂજા કરીને નવમીની શત્રિએ ગીતો ગાતા ઉભા ૨હ્યાં. મધ્ય શત્રએ ઘાસ, કાંકરાને પત્થરાને ઉડાડતા પ્રચંડ પવનવાળું વાવાઝોડું ફૂંકાયું. ત્યારે તે વાવાઝોડું બધા જ પટોને તોડીને લઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org