________________
(૨૦)
( શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પક ) ત્યાર પછી વળી શત્રમાં અધિષ્ઠાયક દેવો વડે સ્વપ્નમાં કહેવાયું કે 'વહેલી સવારે અંધારામાં દેવની આગળ દ્રમોનાં (સુવર્ણનાં પ્રાચીન રિાક્કા) સ્વસ્તિક દેખાશે. તે દ્રમો ચૈત્યનાં કાર્યમાં વાપરવા. તે બંને શ્રાવકો તે જ રીતે દેખાતા તે ક્રમને ગ્રહણ કરીને બાકી ૨હેલું કામ ક૨વા માટે શરૂઆત કરી. અને ત્રણે ભુવનનાં માણસોનાં ચિત્તને ચમત્કારિક ક૨વા વાળાં પાંચ મંડપો અને લઘુમંડપો પરિપૂર્ણ થયાં. ઘણું ખ5 ચૈત્ય નિષ્પન્ન થયું ત્યારે તેઓનાં પુત્રોએ વિચાર્યું. આ દ્રવ્ય ક્યાંથી આવે છે ?' જેથી અવછાપણે જિનાલયનું કામ અટક્યા વિના ચાલે છે ?' હવે એક દિવસ વહેલી સવારે થાંભલાની પાછળ છુપી રીતે રહીને જોવા માંડ્યા. આથી તે દિવસે દેવોએ ક્રમોનો સાથીઓ ન કર્યો. ત્યારે શેઠે 'પ્લેચ્છ રાજ્યને નજીક જાણીને પ્રયત્ન વડે આરાધના કરવા છતાં અધિષ્ઠાયક દેવો દ્રવ્યને પૂરતાં નથી. એમ વિચારી ચૈત્યનું કાર્ય તેજ અવસ્થામાં અટકી ગયું.
વિક્રમ સંવત ૧૧૮૧ વર્ષ વીત્યે છતે રાજગચ્છના મંડન સમાન શ્રી શીલભદ્રસૂરિનાં પદે પ્રતિષ્ઠિત થયેલાં મહાવાદી દિગંબ૨ ગુણચંદ્ર પર વિજય પ્રાપ્ત કરી પ્રતિષ્ઠિત થયેલાં શ્રી ધર્મઘોષસૂરિ વડે પાર્શ્વનાથ ચૈત્યનાં શિખરની પ્રતિષ્ઠા ચતુવિધ સંઘ સમક્ષ કરાઈ. કાળક્રમે કલિકાલનાં માહાસ્યના કારણે વ્યંતરો ક્રીડાને પ્રિય હોય છે. અને ચપલ ચિત્તવાળા હોય છે. તેથી અને અધિષ્ઠાયક દેવો પ્રમાદને વશ પડવાથી સુત્રાણ “સાહબુદ્દીને મૂલબિંબ ભાંગ્યું. હવે મૂળબંબ ભાંગ્યું, તેથી અધિષ્ઠાયક દેવો સાવધાન થઈ ગયા. મ્લેચ્છ રાજા અને પ્લેચ્છોને અંધાપો, લોહી વમનાદ ચમત્કારો દેખાડ્યા. . ત્યારપછી સુત્રાણ વડે ફરમાન અપાયું કે આ દેવભવનનો કોઈએ પણ ભંગ કરવો નહં બીજા બિંબને ખરેખર અધિષ્ઠાયક દેવો સહન કરતાં નથી. એથી કરીને સંઘે બીજુ બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા હોવા છતાં ભગવાનનો મોટો મંહમાં જવાય છે. દ૨ વર્ષે પોષવદી દ૨૫મી જન્મ કલ્યાણકનાં દિવસે ચારે દિશાથી શ્રાવક શાંઘો આવીને અંભષેક, ગીત, નૃત્ય, વાંજત્ર, ફૂલ, આભરણ, આરોપણ ઈદ્રધ્વજદે દ્વારા મનોહર જાત્રા મહિમાને ક૨તાં, સંઘપૂજાદિ વડે શાશનની પ્રભાવના કરે છે. અને દૂષમ સમયની. ખરાબ અસ૨નો નાશ કરે છે. સુકૃતનાં મોટા ભંડારોને અર્પણ કરે છે. આ ચૈત્યમાં ઘરણેજ-પદ્માવતી-ક્ષેત્રપાલ અધિષ્ઠાયકો સંઘનાં વિદoનનાં ઢેરને શાંત કરે છે. નમ૨કા૨ કરતાં લોકોનાં મનોરથોને પૂરે છે. આ બાજુ સમાધિપૂર્વક રાત્રે ૨હેલાં ભવ્યજનોને, સ્થિ૨ દીપકને હાથમાં રાખેલા ચૈત્યની મધ્યે વિચરતાં પુરૂષોનાં દર્શન થાય છે. આ મહાતીર્થમાં પાર્શ્વનાથનો દર્શન ક૨તાં
૧. કલકુંડ, ૨. કુકડેશ્વ૨, ૩ શ્રીપર્વત, ૪. શંખેશ્વ૨, ૫. શેરીસા, ૬. મથુરા, ૭. ૧. શાહબુદ્દીન ઘોરીએ વિ.સં. ૧૨૩૫માં ગુજરાત ઉપર આક્રમણ ક૨વા આવ્યો ત્યારે લોંધમાં ભંગ
કર્યો હશે. (ઉત્ત૨ ભા૨તકા રાજનૈતિક ઈતિહાસ પૃ.૪૮૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org