________________
શ્રી લવૃત્તિ પાર્શ્વનાથ કલ્પઃ
શ્રી લવૃદ્ધિ ચૈત્યમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વજનેશ્વરને નમસ્કા૨ ક૨ીને કલિરૂપી અભિમાનને નાશ ક૨વાવાળા તેનાં જ કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહું છું ||૧||
અહીં જ સપાદલક્ષ દેશનાં મેડતાનગરની પાસે વી૨ ભવનાદિ વિવિધ પ્રકારનાં દેવાલયોથી મનોહર ફ્લવૃદ્ધિ નામનું ગામ છે. ત્યાં આગળ લવૃદ્ધિ નામની દેવીનું ઉંચા શિખર વાળું ભવન રહેલું છે. તે ફલર્દ્રા ગામ ઋ-સર્મા વાળું હોવા છતાં કાળક્રમે ઉજ્જડ પ્રાયઃ બની ગયું. તો પણ ત્યાં આગળ કેટલાક વ્યાપારીઓ આવીને ૨હેવા લાગ્યા. તેમાં એક શ્રીશ્રીમાલ વંશમાં મુક્તામણી સમાન ધાર્મિક લોકનાં સમૂહમાં અગ્રણી ધંધલ નામનો પરમ શ્રાવક હતો બીજા તેવાં પ્રકારનાં ગુણવાળો ઉપકેશવાલનાં કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન બીજો શિવંકર નામનો થયો. તે બંનેને ઘે૨ ઘણી ગાયો હતી. તેમાં ધંધલ શેઠની એક ગાય દ૨૨ોજ દોહવા છતાં પણ દૂધને આપતી નથી. તેથી ધંધલે ગોવાળને કા૨ણ પૂછ્યું : 'શું આ ગાયને તું બહા૨ જ દોહી નાંખે છે. અથવા બીજા કોઈ દોહે છે? જેથી દૂધ આપતી નથી.' ત્યારે ગોવાળે શપદિ વડે પોતાને નિ૨૫૨ાધી કર્યો. ત્યા૨ પછી ગોવાલે સા૨ી ૨ીતે નિરીક્ષણ કર્યું તો એક ઉંચી જમીન ઉપ૨ બોરડીનાં ઝાડની પાસે ચા૨ સ્તનો વડે દૂધને ઝરાવતી તે ગાયને દેધી. આમ દ૨૨ોજ થતું જોઈ. ગોવાળે ધંધલને દેખાડ્યું. તેથી ધંધલે વિચાર્યું. 'ખરેખર અહીં આગળ કોઈક ભૂમિની મધ્યે યક્ષાદિ દેવતા વિશેષ રહેલાં હશે.' ત્યા૨ પછી ઘે૨ આવીને સારી રીતે સૂતેલાં ધંધલને ર્રાત્રમાં સ્વપ્ન આવ્યું એક પુરૂષ વડે કહેવાયું : 'આ ઉચી જમીનમાં ભગવાન પાર્શ્વનાથ ગર્ભગૃહ દેવકુલિકાની મધ્યે રહેલાં છે. તે પ્રતિમાને બહા૨ કાઢીને પૂજો !' ત્યા૨ પછી ધંધલે સવા૨માં જાગીને શિવંકને સ્વપ્નનો વૃત્તાંત કહ્યો. તેથી તે બન્ને કુતૂહલ પૂર્ણ મનવાળા લિપૂર્જાવધાન પૂર્વક (માણસો દ્વારા) ઉચી ભૂમિ ખોદાવીને ગર્ભગૃહ દેવકુલિકા સહિત સાત ફણાથી મંડિત ભગવાન શ્રી પાર્શ્વનાથને બહા૨ કાઢ્યા. મોટી વિડે તે બંને શ્રાવકો દ૨૨ોજ પૂજે છે. એ પ્રમાણે ત્રણે ભુવનમાં નાથને પૂજતાં વળી અધિષ્ઠાયક દેવો વડે તેઓને આદેશ કરાયો. 'તે જ પ્રદેશમાં ચૈત્યને કરાવો.' તેથી હૃષ્ટ ચિત્તવાળા તે બંને શ્રાવકોએ પોતાનાં વૈભવ અનુસા૨ ચૈત્યને કરાવા માટે શરૂઆત કરી. સૂત્રધારો કાર્ય ક૨વા માટે પ્રવૃત્ત થયાં. જ્યારે આગળનો મંડપ પૂરો થયો. ત્યારે અલ્પı નાં કા૨ણે દ્રવ્યને ખર્ચવા માટે અસમર્થ થયા. સૂત્રધારોએ કાર્ય ક૨વાનું બંધ કર્યું. તેથી બંને શ્રાવકો ઘણા જ દુ:ખી થયા.
Jain Education International
૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org