________________
શ્રી ચતુર્વિશતિ જિન કલ્યાણક કલ્પઃ
(૫૪)
અતીત અનાગતને વર્તમાન ચોવીશ જિનેશ્વરનાં ઉત્સર્આપણી અવર્પિણીમાં થનારાં અનુક્રમે અને પ્રતિક્રમે સ્વર્ગાદિથી પૃથ્વી ઉપર ઉતરેલાં પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં કલ્યાણક, માસ, ર્તાથઓ શાશ્વતી છે. પરંતુ વિદેહક્ષેત્રમાં શાશ્વતી નથી. ||૧||ચા એકાસણું-નીવી-આર્ટબલ અને ઉપવાસ અનુક્રમે ૧-૨-૩ અને પાંચ કલ્યાણકમાં ક૨વા એ પ્રમાણે સંક્ષેપ તપ વડે આરાધના કરવી જોઇએ. ||૩||
અને વિસ્તા૨થી આ૨ાધના ક૨વાવાળાએ ચ્યવન-જન્મ-કલ્યાણકમાં ઉપવાસ ક૨વો અને દીક્ષા આદિ ત્રણ કલ્યાણકમાં જિનેશ્વરે જે તપ કરેલો તે જ તપ દ્વારા આ૨ાધના કરવી. ||૪||
સુર્માતનાથ ભગવાનનું એકાસણું, વાસુપૂજ્ય સ્વામીનો ઉપવાસ, પાર્શ્વનાથ અને મલ્લીનાથ ભગવાનનો અટ્ટમ, બાકીનાં તીર્થંકરોનો છઠ. (આ દીક્ષા કલ્યાણક તપ જાણવો.) પા
કેવલજ્ઞાન કલ્યાણકમાં ઋષભ-મલ્લી-નેમિ-પાર્શ્વનાથ આ ચા૨ તીર્થંકરોનો અટ્ટમ, વાસુપૂજ્યનો ઉપવાસ અને બાકીનાં જિનેશ્વરોનો છઠ તપ જાણવો. IIIા
નિર્વાણ કલ્યાણકમાં ઋષભદેવનાં છ ઉપવાસ, વીરપ્રભુનો છઠ, સુર્માતનાથનો ઉપવાસ (અને એકાસણું) બાકીનાં તીર્થંકરોનો માસક્ષમણ તપ જાણવો. 1911
એ પ્રમાણે કલ્યાણકનાં તપને કરીને જે વિધિપૂર્વક ઉજમણું કરે તે જિનપદની આરાધનાંથી અનુક્રમે મોક્ષપદને પામે. 'બા
ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલ અને નિર્વાણ આ પાંચ કલ્યાણકો સર્વે જિનેશ્વોનાં અને ગર્ભનું હ૨ણ એ પ્રમાણે વીપ્રભુનાં છ૧ કલ્યાણકની આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં જિનેશ્વોની પંચ કલ્યાણકોની જે આરાધના કરે છે તેનાં વડે દશક્ષેત્રનાં ત્રણે કાળનાં અહિંતોની ઉપાસના કરાય છે. ||૯||૧૦||
ભવ્યજનોનાં મનનાં ઈચ્છિત સંકલ્પને પૂ૨ના૨ો આ પંચકલ્યાણકોનો કલ્પ જે ભણે છે, સાંભળે છે તે ભવ્યને Áિ લક્ષ્મી સ્વયં વરે છે. ||૧૧||
(સમાપ્તમ્)
૧. ગ્રન્થકારશ્રી ખરતગચ્છીય છે. તેમના ગચ્છમાં ગર્ભસંક્રમણ પણ કલ્યાણક મનાતું હોવાથી છ કલ્યાણક લખ્યાં છે. તપગચ્છ વગેરે પાંચ કલ્યાણક જ માને છે. (કલ્પસૂત્ર કિણાવલીટીકા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org