________________
વ્યાઘ્રી કલ્પઃ
(૪૮)
જે પ્રાણી આ૨ાધક થાય તે પ્રાણીનાં કીર્તનથી અવશ્ય કલ્યાણ થાય. એ પ્રમાણે હૃદય વડે વિચા૨ ક૨ીને કાંઈક વ્યાઘ્રીનાં કલ્પને હું કહું છું. ||||
શ્રી શત્રુંજયનાં ઋષભદેવ ચૈત્યનાં કિલ્લાનાં દ૨વાજાને આવરીને કોઇક વાઘણ ૨હેલી હતી. [1]
નિશ્ચલ અંગવાળી તે વ્યાઘ્રીને દેખીને પીડાથી આતુર મનવાળા માણસો, શ્રાવકો જિનેશ્વરને નમસ્કા૨ ક૨વા બહા૨થી આવે છે, આગળ જતાં નથી. ||ગા
કોઈક ૨ાજવંશીય સાહસિક પુરૂષ તે વ્યાઘ્રીની પાસે આવ્યો. પરંતુ તે વ્યાઘ્રીએ માણસ પ્રાંત જામાત્ર પણ હિંસાની ચેષ્ટા દેખાડી હિં. ||૪||
તે વ્યાઘ્રી ઉ૫૨ વિશ્વાસ પામ્યે છતે કોઈક ર્હાત્રયે તે વ્યાઘ્રીની આગલ માંસને મૂક્યો, પરંતુ તે વ્યાઘ્રીએ નજ૨થી પણ તેની સામે જોયું નથી. પા
હવે તે શ્રાવકો ડ૨ વિનાના ભયમુક્ત બન્યા. ત્યાં આવીને અનુક્રમે ૨સÁહત ખાવા પીવાનું તે વ્યાઘ્રીની આગળ મુક્યું. IIII
તેને પણ નહિં ઇચ્છતી દેખીને તે વ્યાઘ્રી માટે માણસો હૃદયમાં વિચા૨ ક૨વા લાગ્યા. આને જાતિસ્મ૨ણ જ્ઞાન થયું છે. આ તીર્થ ઉ૫૨ અનશનને કરશે. IIII ચારે આહારને છોડવાવાળા, આ વ્યાઘ્રી નો તિર્ય
ભવપણ પ્રશંસનીય છે.
એકાગ્રતાપૂર્વક આંખથી આ દેવને દેખે છે. વા
સાર્મિક બુદ્ધિ વડે શ્રાવકો ગંધપુષ્પાદિથી પૂજીને જો૨દા૨ સંગીત ઉત્સવ વડે તે વ્યાધીને સાંત્વના આપી તેની ક્તિ ક૨વા લાગ્યા.||||
આગા૨ વિનાની તેણીને પચ્ચકખાણ કરાવ્યું અને તે વ્યાઘ્રીએ મન વડે શ્રદ્ધાપૂર્વક હર્ષથી તેનો સ્વીકા૨ કર્યાં. ||૧૦||
એ પ્રમાણે તીર્થ માહાત્મ્યથી તે વ્યાઘ્રી સમૃ અને શુદ્ધ ભાવથી સાત-આઠ દિવસનાં ઉપવાસ કરીને દેવલોકમાં ગઈ. ||૧૧||
શ્રાવકોએ ચંદન, અગરૂ વડે તેનો ગ્રસંસ્કા૨ કરીને કોટનાં દ૨વાજાની જમણી બાજુ પત્થ૨ની મૂર્તિ સ્થાપન ક૨ી ||૧૨||
તીર્થમાં મુગુટ સમાન શ્રી વિમલાચલ જય પામો. જ્યાં તિર્યો પણ વિશિષ્ટ આાધનાવાળા થાય છે. ||૧૩||
આ વ્યાઘ્રી કલ્પને ૨ચીને જિનપ્રભસૂરિએ પુણ્ય ઉપાર્જન કર્યુ. તે પુણ્ય વડે શ્રી સંઘને સુખ થાઓ. ||૧૪||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org