________________
૧૬૬
શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પઃ ભીનમાલમાં, ૧૫કેશપુરમાં, કુંડગ્રામમાં, સત્યપુરમાં, ગંગાદમાં, ટંકામાં, સકલતીર્થસ્તોત્ર (આ.સિદ્ધસેનસૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. અહીં વાયુદેવનું મંદિર હોવાની વાત પુરાણો અને પ્રબંધમાં છે. (સ્કંદપુરાણ, ધર્મા૨ણ્યખંડ ૩/૨/૨/૧, પ્રભાવકચરત્ર પૃ.૪૭) વાયડગચ્છની ઉત્પત્તિ અહીંથી થયેલી, (જૈન સાહિત્યનો સં. ઈતિ. પૃ.૩૪૧) વાયડ બ્રાહ્મણો અને વાયડ ર્વાણકોનો સંબંધ પણ આ સ્થાન સાથે છે. વસ્તુપાળે અહીં જિર્ણોદ્ધાર કરાવેલો. (સુતસંકીર્તન) ૮. ખેટક : ગુજરાતમાં આવેલ ખેડાનું પ્રાચીન નામ ખેટક હતું. સકલતીર્થસ્તોત્ર (આચાર્ય સિન્સેનસૂરિ રચિત, રચના ઇ.સ. ૧૦૬૭) માં ખેટક તીર્થનો ઉલ્લેખ છે. દંડીકૃત દશકુમા૨તિત (ઉ.૬ નિમ્બવતી કથા), પ્રબંચિતાર્માણ (પૃ.૧૦૬) પુરાતન પ્રબંધ, પ્રભાવક ચરિત્ર (પૃ.૯) વગેરે માં પણ ઉલ્લેખ છે. ભંવરલાલ નાહટાનો લેખ 'કલ્પપ્રદીપ મેં ઉલ્લિખિત ખેડા ગુજરાતકા નહીં ૨ાજસ્થાન કા હૈ' (શ્રમણ વર્ષ ૪૦ અંક ૧૧ પૃ.૨૫-૨૮) માં નાકોડા પાસેનું લવણખેટ તે પ્રસ્તુત ખેટક હોવાનો મત દર્શાવ્યો છે. નાણા : આ તીર્થ ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવ્યું છે. આ તીર્થ વિતસ્વામિની પ્રતિમાના કા૨ણે વિશેષ પ્રસિદ્ધ છે. જિનાલયમાં દસમી સદીનો લેખ છે. નાણકીયગચ્છનું ઉત્પúત્તસ્થાન પણ આ તીર્થ જ છે. (શ્રમણ વર્ષ ૪૦, અંક છ નાણકીયગચ્છ પૃ.૨-૩૪)
૧૦. પલ્લી : ૨ાજસ્થાનમાં વાંદી નદીના કાંઠે આવેલ પાલી તે પ્રાચીન પલ્લી છે. પલ્લીવાલ ગચ્છની ઉત્પત્તિ અહીંથી થઈ છે. અહીંના પ્રસિદ્ધ નવલખા મંદિરનો મૂલપ્રાસાદ 'મહાગૂર્જર' શૈલનો અને ગૂઢ મંડપ 'મહામા' શૈલિથી બનેલો છે. (મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ અંક- ભા.૧, પૃ.૩૩૨)
૯.
સકલતીર્થસ્તોત્ર (વિ.સં. ૧૧૨૩માં આચાર્ય સિદ્ધસેનસૂરિચિત) માં અહીં જિનાલય હોવાનું જણાવ્યું છે. નવલખા પાર્શ્વનાથ ભગવાનના મંદિ૨માંથી મળતાં લેખો મુજબ તે જિનાલયમાં પહેલાં મૂલનાયક મહાવી૨સ્વામિ હતા. (જૈન લેખસંગ્રહ લેખાંક-૮૦૯ થી ૮૧૫) વિ.સં. ૧૬૮૬ માં જિર્ણોદ્ધા૨ વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત થયા.
૧૧. મુંડસ્થલ : ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુરોડ પાસે આવેલ મુંગથળા તે પ્રાચીન મુંડસ્થળ છે. આચાર્ય મહેન્દ્રસૂરિએ ‘અષ્ટોત્તરી તીર્થમાળા' (રચના ૧૩મી સદી) માં જણાવ્યું છે કે ભગવાન મહાવી૨ છદ્મસ્થકાળમાં અહીં પધાર્યા હતા. કેશી ૨ાજાએ અહી. ભગવાન મહાવી૨નું જિનાલય બનાવ્યું. (મુંડસ્થલ મહાતીર્થ પૃ.૧૫, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૮) વિ.સં. ૧૩૮૯ માં ધાંધલે આ જિનાલયમાં બે પ્રતિમા ર્સ્થાપત કરેલી. આજે તે પ્રતિમાઓ દેલવાડા (આબુ)ના લુણગવર્સાહ જિનાલયમાં છે. (એજન લેખાંક ૨૪૫)
વિ.સં. ૧૭૨૨ માં આ જિનાલયમાં ૧૪૫ પ્રતિમાઓ હતી. (પ્રાચીનતીર્થમાલા સંગ્રહ ભા.૨,પૃ.૬0) આજે ખંડે૨ જેવા બનેલા આ જિનાલયના જિર્ણોદ્ધા૨ માટેના ચક્રો તિમાન થયા છે.
૧. ઉ૫કેશપુ૨ : ૨ાજસ્થાનના જોધપુ૨થી ૫૨ કી.મી. ના અંતરે આવેલું પ્રસિદ્ધ ઓસિયા તે પ્રાચીન ઉપકેશપુર છે. અહીંના શ્રીમહાવી૨ ભગવાનના જિનાલયના એક લેખ મુજબ વત્સરાજ (ઈ.સ. ૭૭૫ થી ૮00) ના સમયમાં આ જિનાલય બંધાયેલું અને ૧૧ મા સૈકામાં જિણોદ્વા૨ થયો. (જૈન લેખ સંગ્રહ, લેખાંક ૭૮૮)
ઓસવાળોની ઉત્પત્તિ આ નગ૨માંથી થયાની વાત જાણીતી છે. અહીંના ર્રાચયામાતાના મંદિ૨માંના વિ.સં. ૧૨૪૫ ના લેખ મુજબ યશોધરની પત્ની સંપૂરણ દ્વા૨ા મહાવી૨સ્વર્ગામની ૨થશાળા માટે દાન અપાયેલું. (જૈન લેખ સંગ્રહ લે.૮૦૭) આ સોનાનો ૨થ વર્ષમાં એક વા૨ નગ૨માં ફરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org