________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૧૬૫) ૧મલયગિરિમાં શ્રી પાર્શ્વનાથ,
૨શ્રીપર્વતમાં ઘંટાકર્ણ મહાવીર, વિધ્યપર્વતમાં શ્રી ગુપ્ત પાર્શ્વનાથ, હિમાચલમાં છાયા પાર્શ્વનાથ.
મંત્રાધિરાજ શ્રી સ્કૂલિંગ પાર્શ્વનાથ. શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથ. ડાકીની-ભીમેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ. 'ભાઈલસ્વામીગઢમાં દેવાધિદેવ પાર્શ્વનાથ. પરામશયનમાં પ્રદ્યોતકારી શ્રી મહાવીર સ્વામી.
મોઢેર, વાયડ, ખેડમાં, નાણકમાં, વપલ્લીમાં, મjડકમાં, ૧૧મુંડસ્થલમાં, ૧. મલયગિરેિ : કેરળમાં આવેલ ત્રાવણકો૨ની પહાડઓ તે મલયગ૨ હોવાનું મનાય છે. ૨. શ્રીપર્વત : આંધ્રપ્રદેશના કર્નલ જિલ્લામાં આવેલ આ પર્વત શ્રીશૈલ પર્વત તરીકે ઓળખાય છે.
૧૨ જ્યોતિર્લિંગોમાં આની ગણતરી થાય છે. અહીંના શિવાલયના મંડપમાં રહેલા થાંભલા ઉપર શક સં. ૧૪૩૩ નો લેખ છે. તે લેખમાં અહીંના પૂજારીઓએ શ્વેતાંબશેના માથા કાપ્યાની વિગત લખી છે. (જૈનીઝમ ઈન સાઉથ ઈડીઆ પૃ.૨૩) ૧૬ મા સૈકા સુધી અહીં જૈનો હોવાના પુરાવા
મળે છે. પરંતુ વીરશૈવોએ શ્વેતાંબોને મારી નાંખ્યા. (શુમડુવલ જૈનીઝમ પૃ.૨૮૦-૨૮૨) ૩. ડાકિનીભીમશંક૨ : આ સ્થળ મહારાષ્ટ્રમાં પૂનાથી ઉત્તર-પશ્ચિમમાં સહ્યાદ્રિ પર્વત પ૨ આવેલું
છે. ૧૨ જ્યોતિર્લિંગોમાં આની ગણના થાય છે. ૪. વિદિશા : દશાર્ણ જનપદની પ્રાચીનકાળની રાજધાની તરીકે વિદિશા જાણીતી છે. ત્રિશષ્ઠ શ.પુ.ચ.
પર્વ ૧૦-૨-૬૦૪ પ્રમાણે ચંડપ્રદ્યોતે વિદિશાનું નામ ભાઈલસ્વામિ રાખ્યું. અને ત્યાં જિનાલય બનાવી ઉદાયી પાસેથી લાવેલ જીવિત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી. આ જીવિતસ્વામની યાત્રા કરવા આર્યમહાગશે અને આર્યસુર્યાસ્ત ગયેલા. (ભારતને પ્રાચીન જૈન તીર્થ પૃ.૫૭) વિદિશાની નજીકની દુર્જનપુ૨માંથી ત્રણ જિનપ્રતિમા થોડા સમય પૂર્વે મળી આવી છે. (જર્નલ ઓફ ધી ઓરિએંટલ ઈસ્ટટ્યુટ વડોદરા, ભા.૧૮, પૃ.૩૪૭) વિદિશા પાસે ઉદયંગરિ પર્વત ઉપ૨ની ૨૦ મી ગુફા માં ગુપ્તસંવત ૧૦૬ (ઈ.સ.૪૧૬) નો લેખ છે. (ઈડિઅન એંટીક્વરી ભા.૧૧ પૃ.૩૦૯-૧૦). રામસેન : ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ૨૫ કી.મી. ના અંતરે આવેલું આ તીર્થ આજે પણ રામસેન તરીકે જાણીતું છે. ગુર્નાવલીમાં (૫૭) અહીં શ્રી ઋષભદેવ ભ. નું જિનાલય છે. જમીનમાંથી મળેલા પરિક૨ ઉપ૨ લેખ છે. તે મુજબ અહીંના રાજા ૨ઘુસેને વિ.સં. ૧૦૮૫ માં ઋષભદેવ ભ.ની પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવેલી. (જૈન તીર્થનો ઈતિહાસ પૃ.૨૨૬-૨૨૭) અહીં
તાજેતરમાં બીજું જિનાલય બન્યું છે. ૬. મોઢેરક : મહેસાણા જિલ્લાના ચાણસ્મા પાસે આવેલું મોઢેશ પ્રાચીન મોઢે૨ક છે. સકલતીર્થસ્તોત્ર
(આસિદ્ધસેન સૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. આસિદ્ધસેનસૂરેિને બપ્પભટ્ટી અહીં જ મળ્યા હતા. પ્રભાવકચ૨ત્ર પૃ.૮૦-૮૧) "ભીમપ્રથમ દ્વારા અહીં વિ.સં. ૧૦૮૩ માં બનાવેલ સૂર્યમંદિ૨
ખંડે૨ બન્યું હોવા છતાં આજે પણ પ્રવાસીઓનું આકર્ષણ કેંદ્ર બન્યું છે. ૭. વાયડ : ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું આ ગામ પાટણથી ૨૩ કી.મી.ના અંતરે આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org