________________
૧૬૪)
(શ્રી ચતુરશાતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ) અજાહરામાં શ્રી નર્વાનિધિ પાર્શ્વનાથ. તંભનમાં શ્રી ભવભય પાર્શ્વનાથ. ફલોધિમાં વિશ્વકલ્પલતા નામનાં શ્રી પાર્શ્વનાથ. કરટેટકમાં શ્રી વિરાગ્રહર પાર્શ્વનાથ, અહિછત્રામાં શ્રી ત્રિભુવન પાર્શ્વનાથ. કલિકુંડ અને નાગહદમાં શ્રી પાર્શ્વનાથ. કુક્કટેશ્વરમાં વિશ્વગજ (પાર્શ્વનાથ). માહેન્દ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથ. 'ઓકાર પર્વતમાં સહસ્ત્રફણી પાર્શ્વનાથ. વારાણસીની દંડખાતમાં ભવ્યપુષ્કરાવર્તક પાર્શ્વનાથ. મહાકાલમાં પાતાલચક્રવર્તી પાર્શ્વનાથ. મથુરામાં કલ્પદ્રુમ પાર્શ્વનાથ. ચંપાનગરીમાં અશોક પાર્શ્વનાથ.
૧. અજાહરા : જુનાગઢ જિલ્લામાં ઉના થી ૫ કી.મી. દૂર આવેલ આ તીર્થ અત્યારે “અજારા' તરીકે
જાણીતું છે. રાજસ્થાનમાં રિશેહી જીલ્લામાં પિંડવાડા પાસે આવેલું ‘અજાશા' પણ ભવ્ય બાવન જિનાલય અને સ૨૨સ્વતીદેવીની પ્રાચીન મૂર્તિના કારણે જાણીતું છે. રાણકપુરના વિ.સં.૧૪૬ ના.
લેખમાં અજારાના જિર્ણોદ્ધા૨ની વિગત છે. પ્રસ્તુત અજાહરા આ બેમાંથી એક હોવું જોઈએ. ૨. ક૨હેટક: ઉદયપુ૨ ચિત્તોડ રેલ્વે માર્ગ ઉપ૨ હરેડા સ્ટેશનથી ૧ કી.મી. દૂર આવેલ આ તીર્થ આજે
હરેડા તરીકે જાણીતું છે. અહીંના બાવન જિનાલયની એક દેવીના લેખ મુજબ વિ.સં. ૧૦૩૯ માં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા આચાર્ય યશોભદ્રસૂરોના હાથે થઈ છે. (જૈન લેખ સંગ્રહ લે.૧૯૪૮)
વિ.સં. ૧૬૫૬ માં આનો જિર્ણોદ્ધાર થયો છે. 3 નાગહદ : આજે આ તીર્થ રાજેસ્થાનમાં ઉદયપુ૨ નજીક નાગદા તરીકે જાણીતું છે. ગુહિલવંશીય
નાગાદિત્યે આની સ્થાપના કર્યાનું મનાય છે. આચાર્ય મુનિસુંદ૨સૂરિએ ગુર્વાવલી (શ્લો.૯) માં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ 'નાગહદપાર્શ્વનાથસ્તોત્ર' પણ ૨ચ્યું છે. માંડવગઢના પેથડશાહે અહીં શ્રી નેમનાથ ભગવાનનું
જિનાલય બનાવ્યું હતું. (જૈન તીર્થ સર્વસંગ્રહ ભા.૨, પૃ.૩૩૬-૮). ૪. ઓંકાર પર્વત : મધ્યપ્રદેશના નિમાડ જિલ્લામાં માંધાતા પાસે નર્મદા નદીમાં એક દ્વીપ જે આજે
ઓંકારેશ્વરતીર્થ તરીકે ઓળખાય છે. જ્યાં આજે મોટું શિવાલય છે. તે આ હોવાનો સંભવ છે. (જ્યોગ્રાફિકલ ડિક્શનેરી ઓફ એંડ્યૂટ એંડ મીડીએલ ઈંડિયા' પૃ.૫) એક જિનાલય અલાઉ પાર્શ્વનાથ ભગવાનનું છે. દિલ્હીના ઈલ્લુમીશ મુસ્લિમ શાસકના કાળમાં તેનો ભંગ થયો. બીજું શ્રી શાંતિનાથ ભગવાનનું છે. તે અભુતજી તરીકે જાણીતું છે. મૂલનાયક ભગવાનની પ્રતિમા ૯ ફૂટ ઉચી છે. તેના પ૨ વિ.. ૧૪૯૪ નો લેખ છે. અત્યારે જિર્ણોદ્ધાર કાર્ય ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org