________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
વિન્ધ્યપર્વતનાં મલયગિરિમાં શ્રી શ્રેયાંસનાથ.
ચંપામાં વિશ્વનાં તિલક સમાન શ્રી વાસુપૂજ્યસ્વામી.
કાંપિણ્યનાં ગંગામૂલમાં અને સિંહપુરમાં શ્રી વિમલનાથ.
મથુરાના યમુના સરોવ૨માં તથા સમુદ્રમાં દ્વારિકામાં અને શાલપાણિ મધ્યે શ્રી અનંતનાથ.
૧૬૩
અયોધ્યાની પાસે રત્નવાહ નગ૨માં નાગદેવતાથી પૂજાયેલાં શ્રી ધર્મનાથ. કિષ્કિંધામાં લંકામાં, પાતાલ લંકામાં, ત્રિકુટગિરિમાં, શ્રી ર્કાન્તનાથ. ગંગા-યમુનાના સંગમાં શ્રી કુંથુનાથ-અ૨નાથ.
શ્રીપર્વત ઉ૫૨ ર્માલ્લનાથ.
ભરૂચમાં મહામૂલ્યવાન શ્રી મુનિસુવ્રતસ્વામી.
પ્રતિષ્ઠાનપુરનાં અયોધ્યામાં, 'વિન્ધ્યાચલમાં, અને માણિકય દંડમાં શ્રી મુનિસુવ્રતસ્વામી.
અયોધ્યાનાં મોક્ષતીર્થમાં મિનાથ ભગવાન.
શૌર્યપુરનાં પશંખ જિનાલયમાં પાટલનગ૨માં, મથુરામાં, દ્વારિકામાં, સિંહપુરમાં, સ્તમ્ભતીર્થમાં, પાતાલિંગમાં, શ્રી નેમિનાથ.
૧. સિંહપુર : ગુજરાતના ભાવનગર જિલ્લાનું સિહોર તે પ્રાચીન સિંહપુ૨ છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૫૪-૫)
૨. દ્વારકા : ગુજરાતમાં આવેલ દ્વારકા પ્રસિદ્ધ સ્થળ છે. વસ્તુપાળે અહીં જિનાલય બનાવેલું (વસ્તુપાળ ચરિત જિનહર્ષણ રચિત પૃ.૧૦૨)
૩. કિષ્કિંધા : કર્ણાટક પ્રદેશમાં બેલારી જિલ્લામાં આવેલ પંપા (અત્યારનું ઠંપી) કિષ્કિંધા હોવાનું મનાય છે.
૪. વિન્ધ્યાચલ : વર્તમાનમાં મી૨જાપુર (ઉત્તરપ્રદેશ) થી ૬ કી.મી. દૂર પહાડી છે ત્યાં વિધ્યર્વાસની દેવીનું મંદિર છે. આ મંદિરની આસપાસથી અનેક જિનપ્રતિમાના ભગ્નાવશેષો મળ્યા છે. (ખોજકી પગદંડિયા પૃ.૨૨૨-૨૭)
૫. શંજિનાલય : કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લામાં લમેશ્વરતીર્થમાં આવેલ ‘શંખવતિ' તે શંખ જિનાલય મનાય છે.
૬. પાટલાનગ૨ : મહેસાણા જિલ્લામાં શંખેશ્વર તીર્થની નજીક પાડલા ગામ છે. તે પ્રાચીન પાટલાનગ૨ છે. આ ગામમાં એક પ્રાચીન જિનાલય હતું. જૈનોની વસ્તી ન હોવાથી આ જિનાલયના બધા પત્થરો બનાસકાંઠાના વાવ તાલુકાના બેણપ ગામમાં સ્થળાંતર કરી ત્યાં એ જ પત્થરોમાંથી જિનાલય બનાવેલું, જે આજે પણ વિદ્યમાન છે. પ્રતિમાઓ પણ અન્યત્ર લઈ જવામાં આવી છે. આ. બપ્પભટ્ટીસૂરિના ગુરુ આ.સિદ્ધસેનસૂરિ અહીં રહેતા હતા. (પ્રભાવકર્ચારત્ર પૃ.૮૦) શત્રુંજ્ય યાત્રા કરી સમાશા (વિ.સં. ૧૩૭૧માં) અહીં આવ્યા હતા. (નાભિનંદન-જિનોદ્ધા૨ પ્રબંધ ૫/૨૪૨) ૭. સ્થંભતીર્થ : ગુજરાતનું પ્રસિદ્ધ ખંભાત તીર્થ તે જ સ્તંભતીર્થ છે. વિ.સં. ૧૧૫૪ માં આ. દેવચન્દ્રસૂરિના હસ્તે ચાંગદેવની દીક્ષા થઈ. એમનું નામ મુનિ સોમચંદ્ર પડ્યું અને તેઓ. કલિકાલસર્વજ્ઞ આ.ભ.હેમચન્દ્રસૂરિ મ.સાં. તરીકે વિખ્યાત થયા. અહી અનેક જિનાલયો અને જ્ઞાનભંડારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org