________________
(શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ: દશપુ૨નગ૨માં સીતાદેવીથી પૂજાયેલાં શ્રી સુપાર્શ્વનાથ.
પ્રભાસમાં ચંદ્રનાં લંછનવાળા, ચંદ્રકાંતમણીથી બનેલાં જ્વાલામાલની વડે પૂજાયેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી.
૧૬૨
ગૌતમસ્વામીથી પ્રર્રાર્તાષ્ઠત થયેલાં, વલ્લભીથી આવેલાં, નંદીવર્ધન વડે કરાવેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી.
નાસિકપુરમાં શ્રી જીવીતવામી ત્રિભુવનમાં તિલકસમાન શ્રી ચંદ્રપ્રભસ્વામી. ચન્દ્રાવતીમાં મંદિરનાં મુકુટ સમાન શ્રી ચંદ્રપ્રભસ્વામી. વારાણસીમાં જિનેશ્વરની મધ્યે શ્રી ચંદ્રપ્રભસ્વામી. કાયાન્દ્વા૨માં શ્રી સુવિધિનાથ.
પ્રયાગતીર્થમાં શ્રી શીતલનાથ.
જ
૧. દશપુ૨ : મધ્યપ્રદેશમાં શિવના નદીના કાંઠે આવેલું મન્દસોર (જિલ્લાનું મુખ્ય મથક) તે જ પ્રાચીન દશપુર છે. વિતસ્વામિની પ્રતિમા લેવા ગયેલા અને ચંડપ્રદ્યોતને કેદ કરીને પાછા ફરતાં ઉદાયી ૨ાજાએ આ નગરની સ્થાપના કરી હતી. (નિશીથર્વાર્ણ ભા.૩ પૃ.૧૪૭, આવશ્યકર્ણિ ભા.૧ પૃ.૪૦૧) શ્રીઆર્યરક્ષિતજીનો જન્મ દશપુ૨માં વીર્રાન.સં. ૫૨૨ માં, તેઓનો સ્વર્ગવાસ વી.નિ.સં. ૫૯૭ માં દશપુ૨માં થયો. (આ.૨૫.ચૂ.પૃ.૪૦૦-૪૦૧, ૪૦૬-૪૧૧) દશપુરની આજુબાજુના પ્રદેશોમાંથી ઘણાં જૈન પુ૨ાવશેષો મળ્યા છે. (મધ્યપ્રદેશકે પુરાતત્ત્વકા સંદર્ભગ્રંથ પૃ.૨૭૨-૩૧૬)
૨. પ્રભાસ (પાટન) : જુનાગઢ જિલ્લામાં આવેલ પ્રભાસપાટણ સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ. ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય' માં પણ અહીં શ્રીચન્દ્રપ્રભજિનાલય હોવાનું જણાવ્યું છે. વલ્લભીભંગ વખતે ત્યાંની પ્રતિમા અહીં દેવપત્તનમાં લાવ્યાના ઉલ્લેખો મળે છે. (પ્રબંધ ચિંતાર્માણ પૃ.૧૦૮-૮, પુરાતનપ્રબંધ પૃ.૮૩) કુમા૨પાળે અહીં પાર્શ્વનાથ ભ.નું જિનાલય બનાવ્યું હતું. (પ્રાક્તધ્યાશ્રય પૃ.૬૩૭) જુનાગઢ મ્યુઝિયમના લેખ મુજબ ભીમ બીજાના સમયમાં હેમસૂરિ દ્વારા જિર્ણોધ્ધા૨ કાવાયો હતો. (સ્વાધ્યાય વર્ષ ૩, અંક ૩, પૃ.૩૨૦-૪૧) વસ્તુપાળે અહીં અષ્ટાપદ પ્રાસાદ કરાવેલો. (વસ્તુપાલચરિત ૬/૫૩૭) અને તેજપાળે આદિનાથ જિનાલયનું નિર્માણ કરાવેલું. (સ્વાધ્યાય) પેથડશાહે અહીં યાત્રા કરી અને જિનાલય બનાવ્યું. (ઉપદેશતગણી) આજે અહીંની
જુમા ર્માસ્જદ, માઈપુરી, મસ્જીદ અને કાજીની મસ્જીદમાં જિનાલયના અવશેષ દેખાય છે. (સ્વાધ્યાય) ૩. વલભી : ગુજરાતના ભાવનગ૨ જિલ્લામાં આવેલું વલ્લભીપુ૨ ઘણું પ્રાચીન નગ૨ છે. આ. દેર્વાર્ધર્માણક્ષમાશ્રમણની નિશ્રામાં અહીં વી.નિ.સં. ૯૮૦ (અથવા ૯૯૩) માં આગમવચના થયેલી. વિ.સં. ૬ માં લખાયેલી વિશેષાવશ્યકની પ્રતમાં વલભીનો ઉલ્લેખ છે. આ. મલ્લદિસૂરિજીએ અહીં શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને હરાવ્યા હતા. (પ્રભાવકર્ચાત્ર ૭૭-૯) વલ્લભીના ભંગ વખતે અહીંથી પ્રતિમાઓ દેવપત્તન લઈ જવાઈ. (પુ૨ાતન પ્ર.ચું. પૃ.૮૨)
૪. ‘પ્રયાગ' તીર્થનો ઉલ્લેખ ૩૬મા પાટલીપુત્ર કલ્પમાં આવે છે. તે મુજબ આ તીર્થ પાટલીપુત્ર (પટણા) પાસે છે. કેટલાક ગ્રંથકારો પુરિમતાલને પ્રયાગ કહે છે. પણ આવશ્યક નિર્યુક્ત (૩૪૨) અને ટીકા વગેરેમાં વિનીતા નગરીની બહાર રહેલા ઉધાન ‘પુરિમતાલ’માં ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાનું જણાવ્યું છે. (જૈન તીર્થંકા ઐતિહાસિક અધ્યયન પૃ.૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org