________________
વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ
(૧ ૬૧) તારંગાતીર્થનાં વિશ્વકોટિ શિલામાં શ્રી અજીતનાથ.
અંગદકામાં શ્રી અજીતનાથ અને શાંતિનાથની બે મૂર્તિ બ્રહ્મદ્ર દેવ વડે પૂજાયેલી (તેનાં દેરાસરની છે.)
શ્રાવૃતિમાં જાંગુલી વિદ્યાનાં આંધપતિ શ્રી સંભવનાથ ભગવાન, સેગમતી ગામમાં શ્રી અભિનંદન દેવ. તેમનાં પગમાંથી નર્મદા નિકળી. કૌંચદ્વીપમાં સિંહલદ્વીપમાં, અને હંસદ્ધીપમાં શ્રી સુમતિનાથ દેવોની પાદુકા. આંબરિણી ગામમાં શ્રી સુમતિનાથ. મહેન્દ્ર પર્વતની કૌશાંબી નગરીમાં શ્રી પદ્મપ્રભ૨સ્વામી. મથુરાનગરીમાં મહાલક્ષ્મીથી નિંર્મત શ્રી સુપાર્શ્વનાથનો ૨સ્તૂપ.
ગ્રીક ઈતિહાસકારોએ સંભવતઃ આ જ નગરીનો સંદ્રાવતી (ચંદ્રાવતી) તરીકે ઉલ્લેખ કર્યો છે. ('જ્યોગ્રાફિકલ એન્સાયક્લોપીડિયા ઓફ એક્યુટ એન્ડ મીડીએવલ ઈડિઆ' પૃ.૮૭) આ પ્રદેશમાંથી જૈનપ્રતિમાના પુરાવશેષો મળ્યા છે. (જૈન કલા અને સ્થાપત્ય ખંડ ૨, પૃ.૩૫૬) ચંદેરીથી ૮ કી.મી. દૂ૨ બૂઢીચંદેરીમાં પાંચ પ્રાચીન મંદિરોના ખંડેરો છે. (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, રિપોર્ટ ભા.૨ પૃ.૪૦૩, ગાઈડ ટુ ચંદેરી પૃ.૪) ચંદેરીની નજીકમાં 'ગુલિ'નો પહાડ અને ખંડા૨પહાડી' માંથી પણ જિનાલય અને જિનપ્રતિમાના અવશેષો મળ્યા છે. આજે પણ ચંદેરીમાં બે દિગંબર અને એક શ્વેતાંબર જિનાલય છે. (ગ્વાલિયર પુરાતત્ત્વ રિપોર્ટ (૧૨૪-૨૫) પૃ.૧૨) ચંદેરીને જૈન તીર્થ તરીકે ઉલ્લેખ આ. જિનપ્રભસૂરિ પૂર્વે કોઈએ પ્રાયઃ કર્યો નથી. તા૨ણ : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ તીર્થ તારંગા તે જ 'તા૨ણ છે. પ્રભાવનચરિત્ર (પૃ.૨૦૭) મુજબ - કુમા૨પાળે પાટણના અજિતનાથ ભગવાનની માનતા કરી અને અર્ણોરાજને જીત્યા પછી તારણગિરેિ ઉપ૨ ૨૪ ગજ ઉચુ જિનાલય બનાવ્યું ૧૦૧ આંગળની અજિતનાથ ભગવાનની પ્રતિમા બિરાજિત કરી. પુરાતનપ્રબંધ (પૃ.૪૭) મુજબ અજયપાળ તારંગા મંદિર તોડવા જતો હતો. ત્યારે અમ્મટ શ્રાવક અને 'શીલનાગ' નામના અધિકારીના પ્રયાસોથી મંદિ૨ બચાવાયું હતું. આ જિનાલયમાં એક ગોખલો વસ્તુપાળ-તેજપાળે બનાવેલો. (વિ.સં. ૧૨૮૫માં) (સુકૃતકીર્તિકલ્લોલિન્યાદo પૃ.૭૫) વિ.સં. ૧૪૭૯ માં આ જિનાલયનો ઉદ્ધાર ઈડના ગોવિંદશેઠે કરાવ્યો. આચાર્ય સોમસુંદ૨સૂરિના હાથે અજિતનાથ ભગવાનનું નવું બિંબ ભરાવ્યું. અત્યારે આ જ બિંબ પૂજાય છે. (સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ -
૭. જૈન સાહિત્યનો સં. ઈતિહાસ પૃ.૪૫૩) ૨. અંબુરેણીગ્રામ : ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ ‘આમરણ' ગ્રામ અંબરિણી હોવાનું મનાય
છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૩૬) આજે અહીં મુનિસુવ્રતસ્વામનું જિનાલય છે. 3 માહેન્દ્ર પર્વત : ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં આ નામની પહાડી આવેલી છે. પઉમચરિક 30૧૯
માં આનો ઉલ્લેખ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org