________________
(૧૬)
(શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ) ૧સોપા૨કમાં જીવીત૨સ્વામી શ્રી ઋષભદેવની પ્રતિમા. *નગરમહાસ્થાનમાં શ્રી ભરતેશ્વરે કરાવેલ આદિનાથ. દક્ષિણ ભારતમાં ગોમટદેવ શ્રી બાહુબલી. ઉત્ત૨ભા૨તમાં 'કલિંગદેશમાં ગોમટ શ્રી ઋષભદેવ. પખંગાગઢમાં શ્રી ઉગ્રસેનથી પૂજાયેલાં પૃથ્વીનાં મુકુટસમાન શ્રી આદિનાથ, મહાનગરીનાં ઉદંડવિહારમાં શ્રી આદિનાથ, પુરમતાલમાં શ્રી અંદનાથ. તક્ષશીલામાં બાહુબલી વડે કરાવેલ શ્રી ધર્મચક્ર. મોક્ષતીર્થમાં શ્રી આદિનાથની પાદુકા. કોલ્લપાક વતનમાં માણક્યદેવ શ્રી આદિનાથ.
મંદોદરીથી દેવતાનાં અવસરે પૂજાયેલ ગંગા-યમુના નદીના સંગમમાં શ્રી આદિકરનું મંડળ છે.
અયોધ્યામાં શ્રી અજીતનાથ,
ચંદેરીમાં શ્રી અજીતનાથ. ૧. શોર્પો૨ક : મુંબઈથી ૩૭ કી.મી. ઉત્તરે આવેલી કોંકણ જનપદની રાજધાની તરીકે સૂર્યા૨ક (સોપા૨ક)
જાણીતી છે. અશોકનો એક શિલાલેખ અહીંથી મળ્યો છે. અહીં જીવંત ઋષભસ્વામની પ્રતિમા હોવાનો ઉલ્લેખ ઘણાં ગ્રંથોમાં મળે છે. (અષ્ટોત્તરી તીર્થમાલા, મુનિપ્રભસૂરેિકૃત, જૈન સત્યપ્રકાશ વર્ષ, ૧૯, પૃ.૬૪-૬૬) નગ૨મહાસ્થાન : ઉત્તગુજરાતનું વડનગર તે નગ૨મહાસ્થાન હોવાનું મનાય છે. પહેલાં એનું નામ આનંદપુર હતું. વી૨ નિ.સં. ૮૮ કે ૯૩ માં પ્રથમવાર કલ્પસૂત્ર અહીં સભાસમક્ષ વંચાયું. શુકલતીર્થ ૨સ્તોત્ર (આ. સિદ્ધસેનસૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. અત્યારે અહીં ૬જિનાલય છે. શ્રી આદિનાથ ભગવાનના જિનાલયમાં વિ.સં. ૧૨૩૪ નો જિર્ણોદ્ધા૨ સૂચવતો શિલાલેખ છે. (ધી રૂક્ય૨લ ટૅપલ્સ
ઓફ ગુજરાત પૃ.૧૫૦-૧) ૩. દક્ષિણાપથ ગોમ્પટેશ્વર બાહુબલી : કર્ણાટક મા ૩ સ્થળે ગોમટ પ્રતિમાં છે. ૧ શ્રવણબેલગોલા, ૨ કારકલ, ૩ વેણૂ. અહીં શ્રવણબેલગોલા સમજવાનું છે. ઈ.સ. ૮૩ માં સેનાપતિ ચામુંડરાયે
આ પ્રતિમા ભરાવેલી. ૪. કલગ દેશ : ગોમટ ઋષભદેવ ભગવાન ઓરી૨સામાં આ તીર્થ આવ્યું છે. આના વિષે અન્યત્ર
ઉલ્લેખ મળતો નથી. પ. બંગાગઢ : ગુજરાતના જુનાગઢ (જિર્ણદુર્ગ) નું નામ બંગગઢ પણ છે. 'રેવંતગિરિરાસુ (ગાથા ૧૧)
માં અહીં આદિનાથ જિનાલયનો ઉલ્લેખ છે. જુનાગઢના મ્યુઝિયમમાં બે પ્રતિમાઓ આ જિનાલયની
હોવાનો લેખ છે. (સ્વાધ્યાય વર્ષ ૧ અંક ૪, પૃ.૪૨૮-૩૧) ૬. ચંદેરી : મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બેતવા નદીના કાંઠે આ સ્થળ આવેલું છે. ચેદિ જનપદની
૨ાજધાની ચંદેરી હોવાની લોકમાન્યતા છે. (પ્રાચીન ભારતના રાજનૈતિક ઈતિહાસ પૃ.૧00-૧0૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org