________________
| શ્રી ચતુરશીત મહાતીર્થનામ સંગ્રહ ક૫:
પાપનો નિગ્રહ ક૨ના૨ એવાં પંચ-પ૨મેષ્ઠીની ઉપાસના કરીને. શાસ્ત્રને જાણવાવાળાઓથી જ્ઞાત ચોરાશી તીર્થનાં જિનેશ્વરનાં નામ સંગ્રહને કહું છું.
તે આ પ્રમાણે શત્રુંજય ઉપ૨ ભુવનનાં દીવાસમાન શ્રી વજસ્વામીથી પ્રતિષ્ઠિત શ્રી આદિનાથ તથા પાંડવ વડે સ્થાપેલાં મૂલનાયક આનંદને વધા૨ના૨ા (નંદીવર્ધન) શ્રી આદિનાથ, શ્રી શાન્ત વડે પ્રતિષ્ઠિત કરાવેલાં પુંડરીકસ્વામી તથા શ્રી કળશ અને બીજા શ્રી વજસ્વામી વડે પ્રતિષ્ઠિત કરાવેલા પૂર્ણ કળશ.
સુધાકુંડનાં જીવીત સ્વામી શ્રી શાંતિનાથ ભગવાન, પ્રથમસિદ્ધ થયેલાં શ્રી મરૂદેવી માતા. ઉજજયંતમાં પુણ્યનાં કળશ ૨સ્વરૂપ કામદેવની મૂર્તિ સમાન શ્રી નેમિનાથ. કાંચનબલાનકમાં અમૃતનાં ભંડા૨ સમાન શ્રી અરિષ્ટનેમિ,
પાપામઠમાં અતીત ચોવીશીની મધ્યનાં પુણ્યનાં ભંડા૨ સમાન શ્રી નેમિસ્વર વગેરે આઠ અનિલ, યશોધ૨, કૃતાર્થ, જિનેશ્વ૨, શુદ્રમતિ, શિવંક૨, શ્યદન, સંપ્રતિ વિગેરે.
૧કાશ હદમાં ત્રિભુવનમાં મંગલ કળશ સમાન શ્રી આદિનાથ. પારકર દેશમાં શ્રી આદિનાથ. અયોધ્યામાં શ્રી ઋષભદેવ.
*કોલાપુરમાં વજદેવી મજબૂત માટીનાં બનેલાંથી ભરતેશ્વરથી પૂજાયેલાં ભુવનમાં તિલક સમાન શ્રી યુગાદિદેવ. ૧. કાશહદ : ગુજરાતના અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં ૨૦ કી.મી. દૂર આવેલ કાશીદા' તેનું પ્રાચીન
નામ કાશહદ છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૮૧) આ ગામની બાજુના ગામમાં શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. આબુની તલાટીમાં પણ ‘કાયંદ્રા ગામ છે. જેનું પ્રાચીન નામ કાશહદ છે. અહીં શાંતિનાથ ભગવાનના જિનાલયમાં વિ.સં. ૧૦૯૧ નો લેખ છે. 'કાશહદગચ્છ' અહીંથી નિકળ્યો છે. જૈન તીર્થ સર્વસંગ્રહ ભા.૧, ખંડ-૨, પૃ.૨૬૧) યતીન્દ્રસૂરિ અભિનંદનગ્રંથ પૃ.૧૩૫-૧૬૫) શાહબુદ્દિન ઘોરી ગુજરાત ઉપર આક્રમણ કરવા ચડી આવ્યો ત્યારે (ઈ.સ. ૧૧૭૮ માં) ગુજરાતના ચૌલુક્ય શાસકો (મૂલરાજ બીજો) એ આબુ પાસેના કાશહદમાં એને પરાજિત કરીને ભગાડ્યો હતો. (ફાઉડેશન ઓફ મુસ્લિમલ ઈન ઈડિઆ પૃ.૫૩) અને આજ કાશહદ પાસે દિલ્લીના કુતુબુદ્દીન એબકે (વિ.સં. ૧૭) માં ગુજરાતના રાજા ભીમ બીજાને હરાવ્યો હતો. (ઉત્ત૨ભા૨તકા રાજનૈતિક
ઈતિહાસ, પૃ.૫૪૬-૭) અહીં વિવિધ તીર્થકલ્પમાં સૂચિત કાશહદ ઉપરોક્ત બેમાંથી કોઈ એક હશે. ૨. કોલ્હાપુ૨ક : મહારાષ્ટ્રમાં આવેલું કોલ્હાપુર પ્રસિદ્ધ શહેર છે. અહીં મહાલક્ષ્મીનું મંદિર આજે પણ
છે. (ધર્મશાસ્ત્રકા ઈતિહાસ ભા.3, પૃ.૧૪૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org