________________
૧૫૪
શ્રી ઢીંપુરી તીર્થ કલ્પઃ
તે સોનાનું કચોળું (વાટકું) પાણીની અંદર પડી ગયું. તેથી વ્યાપારીએ કહ્યું : અરે! આ વાટકું ક્રોડો મૂલ્યવાળા રત્નથી જડેલું ૨ાજા વડે થોડીવા૨ ૨ાખવા માટે અર્પણ કાયું હતું. તેથી (તે પાછું આપ્યા વિના) રાજા પાસેથી કેવી રીતે છૂટશું. એ પ્રમાણે લાંબા કાળ સુધી વિષાદ પામીને વેપારીએ પલ્લીર્પત એવા વંકચૂલને વિનંતિ કરી કે આ રાજકીય વસ્તુની શોધ કરીને આપો. તે વંક્યૂલ વડે આદેશ કરાયેલાં ભીલે શોધવા માટે પાણીમાં પ્રવેશ કર્યો. તે પાણીની અંદર શોધતાં તે ભીલ વડે સુવર્ણમય રથની અન્દ૨ ૨હેલી તે પાર્શ્વનાથની પ્રતિમા દેખાઈ.
જેટલામાં દેખે છે તેટલામાં તે બિંબના હૃદય ઉપ૨ તે કચોળું (વાટકું) દેખાયું. ભીલ વડે કહેવાયું : 'આ બંને દંપતિને ધન્ય છે કે જેમનાં કેસર ચંદન વિલેપન ને યોગ્ય એવા ભગવાનના વક્ષસ્થલ ઉ૫૨ કચોળું સ્થિત થઇ ગયું' તે ગ્રહણ કરીને તે વ્યાપા૨ીને આપ્યું. તે વ્યાપારીએ તેને ઘણું ધન આપ્યું. અને નાવિક વડે બિંબનું સ્વરૂપ કહેવાયું. તેથી વંકચૂલ વડે આદેશ કરાયેલાં શ્રદ્ધાવાળા તે જ ભીલે પાણીમાં પ્રવેશ કરીને તે બિંબને બહાર કાઢ્યું. સોનાનો ૨થ ત્યાં જ છોડી દીધો. પહેલાં ખરેખર સ્વપ્નમાં રાજાને ભગવાન (ના અધિષ્ઠાયક) વડે જણાવેલ કે જ્યાં પુષ્પની માળા અટકે ત્યાં બિંબને શોધવું. તે અનુસારે બિંબને શોધીને લાવીને ભીલે ૨ાજાને અર્પણ કર્યુ. તે વંકચૂલ ૨ાજા વડે પણ જ્યાં સુધી આ પાર્શ્વનાથ માટે નવું ચૈત્ય ન થાય ત્યાં સુધી તે વી૨ પ્રભુનાં બિંબને બહા૨ મંડપની અન્દર સ્થાપન કરાયું. પછી બીજું નવું ચૈત્ય બનાવ્યું. સ્થાપન ક૨વા માટે જેટલામાં ૨ાજકીય પુરુષો પ્રર્ખાતમા ઉત્થાપન કરે તેટલામાં તે બિંબ ઉઠતું નથી. દેવતાનાં અધિષ્ઠાનથી ત્યાં જ રહ્યું. આજે પણ તે જ રીતે રહેલું છે.
ભીલે ફ૨ીથી પલ્લીર્પત વંકચૂલને વિસ્તૃત કરી કે ‘જ્યા૨ે મા૨ા વડે નદીમાં પ્રવેશ કાયો ત્યા૨ે બીજી પણ પ્રતિમા દેખાયી હતી. તે બિંબને પણ બહા૨ લાવવું યોગ્ય છે. તે પૂજાને યોગ્ય થશે.' તેથી પલ્લીતિએ પોતાની સભાને પૂછ્યું : 'કોઈ પણ આ બે બિંબની ઘટનાને જાણે છે. કોના વડે આ બે બિમ્બો નદીનાં તળીયામાં મૂકાયેલ.' એ પ્રમાણે સાંભળીને એક ઈતિહાસને જાણનારા વૃદ્ધ વડે કહેવાયુ. 'હે દેવ ! એક નગ૨માં પહેલાં એક રાજા હતો. તે સામે આવેલાં બીજા સૈન્યની સાથે યુદ્ધ ક૨વા માટે સકલ સૈન્યનની સાથે તૈયાર થઈને ગયો. અને તેની રાણીએ પોતાનું સર્વસ્વ અને આ બે બિમ્બને સોનાનાં થમાં મૂકીને ‘આ જલદુર્ગ છે' એથી કરીને ચર્મણાવતી નદીમાં નાવડીમાં નાખી ૨હી હતી. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે કોઈક દુર્જને આ પ્રમાણે રાણીને સમાચાર આપ્યા કે તમા૨ા પતિ રાજા બીજા સૈન્યનાં રાજા વડે માયા છે. તે સાંભળીને દેવીએ નાવડીને ઓળંઘી તે થને પાણીની અંદર નાંખ્યો. અને પોતે પણ મ૨ી ગઈ. પછી તે ૨ાજા બીજા રાજાને જીતીને જેટલામાં પોતાનાં નગ૨માં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org